પુસ્તકના જગતમાં પ્રવેશ કરીએ.
પુસ્તક મિત્ર છે આપણા એકાંતનું,
તે વડીલ છે,સંસ્કારનું.
તે ભવિષ્ય છે આપણાં બાળકનું.પુસ્તક તમે ખોલો છો તેની સાથે જ
ખુલવા લાગે છે તમારું હૃદય.
બે શબ્દો વચ્ચેની ખાલી જગ્યામાં તમે
તમને અરીસાની જેમ જોઈ શકો છો.પુસ્તક અંધકારમાં દીવો લઈને
ઊભું હોય છે અજવાળું પાથરવા.અને જીવનમાં જયારે ભૂલા પડો છો
ત્યારે તેના વાક્યો અને પંક્તિઓ
તમને રસ્તો બતાવે છે.જયારે શ્રધા ડગી જાય, મન થાકી જાય,
હૈયું હારી જાય ત્યારે નીર્જીવ લાગતાં
પુસ્તકના પાનાંઓ તમારામાં પ્રાણ પૂરે છે.
પુસ્તક દીવાદાંડી છે.
પુસ્તક હુંફ છે, ટેકો છે.
પુસ્તક બહાર અને ભીતરને જોડતો સેતુ છે.પુસ્તક વિનાનો માણસ ફરી પાછો કોઈ
આંરભકાળનો આદિવાસી બની જાય
તે પેહલાં ચાલો,
પુસ્તકના જગતમાં પ્રવેશ કરીએ.
“એનર્જી”
રાજેશ વ્યાસ ‘ મિસ્કીન’
Quote
તમે એક મનગમતું પુસ્તક કોઈને વાંચવા આપો.
પુસ્તક વાંચી લીધા પછી એ મિત્ર બીજા કોઈને વાંચવા આપે,
ઘણા હાથોમાં પહોંચીને વારંવાર વંચાયા પછી ફાટી જવું એજ પુસ્તકનો મોક્ષ !
પુસ્તકનો જન્મ કાચના કબાટમાં ગોઠવાઈ ગયા પછી જન્મટીપની સજા પામવા માટે નથી થયો.
– ગુણવંત શાહ
KHAREKHAR SACHI VAAT.