Books For You

Grow Outward, Grow Inword

The Secret રહસ્ય


The Secret રહસ્ય – રોન્ડા બર્ન


મહાન રહસ્યના અંશ રોજિંદા વ્યવહારોમાં, સાહિત્યમાં તથા ધર્મ અને તત્વજ્ઞાનમાં સદીઓથી મળતા આવ્યા છે. પ્રથમ વાર એ રહસ્યના છૂટા છૂટા અંશો એક થઈને અસાધારણરૂપે પ્રગટ થઇ રહ્યા છે, તેનો અનુભવ જે લેશે તેનું જીવન બદલાઈ જશે.

ધન, સ્વાસ્થ્ય, સંબંધો, સુખ તથા જીવનની રોજિંદી ઘટમાળમાં એ રહસ્યનો ઉપયોગ કેવી રીતે કરવો તે આ પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે. તમારી અંદરની અજાણ તથા અકબંધ શક્તિના ખજાનાનો તમને પરિચય થશે. જે તમારા જીવનની દરેક બાજુને આનંદમય બનાવશે.

આધુનિક સમયના શિક્ષકોએ, પુરુષો તથા સ્ત્રીઓએ આ રહસ્યનો ઉપયોગ સ્વાસ્થ્ય, સુખ તથા સંપતિ મેળવવામાં કર્યો છે. રહસ્યનું આ જ્ઞાન તેમને રોગમાંથી મુક્તિ મેળવવામાં, અઢળક સંપતિ પ્રાપ્ત કરવામાં તથા અવરોધો ઓળંગવામાં એટલે કે જે કંઈ અસંભવ જણાતું હતું તે મેળવવામાં કેવી રીતે ઉપયોગી થયું તેની રોમાંચક વાતો અહીં જાણવા મળશે.

યુગો યુગોથી ચાલી આવેલું, ઈચ્છેલું, સંતાયેલું, ખોવાયેલું, ચોરાયેલું અને અઢળક રકમ થકી ખરીદાયેલું, સદીઓ પુરાણું રહસ્ય જે ઇતિહાસના મહાનુભાવો જેવા કે પ્લેટો, ગેલિલિયો, બિથોવન, એડીસન, કાર્નેગી, આઈન્સટાઇન જેવા અનેક શોધકો, ધર્મશાસ્ત્રીઓ, વૈજ્ઞાનિકો તથા ચિંતકોએ સમજ્યું હતું તે હવે જગત સામે પ્રગટ થઇ રહ્યું છે.

” તમે જેવું આ રહસ્ય જાણશો એટલે તમે જે ઈચ્છો છો, જે થવા માંગો છો તથા જે કરવા ધારો છો તે બધું તમને મળશે. તમે કોણ છો તે તમે જાણી શકશો. જે ખરેખર ભવ્ય છે તે તમે પામી શકશો “

Advertisements

ફેબ્રુવારી 3, 2011 - Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: