Books For You

Grow Outward, Grow Inword

કાજલ ઓઝા- વૈધની નવલકથા યાત્રા


પોતપોતાની પાનખર ( ભાગ ૧ -૨ )

નવલકથા

અનાહિતા અને શિવાંગી વચ્ચે જીવતા કરણને પોતાનું અસ્તિત્વ શોધવું છે. અસ્તિત્વની આ શોધમાં નીકળી પડેલા ત્રણેય જણાના રસ્તામાં સવાલોની સાથે સાથે સંબધો અને સત્યો એવી રીતે સેળભેળ થઇ જાય છે કે ત્રણેય એકબીજામાં ગૂંથાઈને એકસાથે જીવવા મજબૂર થઇ જાય છે.સમય સાથે વહેતી સંબંધોની સંવેદનશીલ નવલકથા .

દરિયો એક તરસનો ( ભાગ ૧ -૨ )

નવલકથા

માનસશાસ્ત્રના પ્રશ્નો પર નવલકથાઓ ગુજરાતી ભાષામાં ઓછી લખાઈ છે. ‘પર્સનાલીટી ડીસઓર્ડર ‘ ઓછાવત્તા અંશે બધામાં હોય છે.’દરિયો એક તરસનો’ વિક્ષિપ્ત-વિખંડિત-વિખરાયેલા વ્યક્તિત્વોની એક એવી જીગ્સો છે.જેના કેટલાક ટુકડાઓ ખોવાઈ ગયા છે. આપણી ઈચ્છા અને સંબંધના સત્ય વચ્ચેની ખાલી જગ્યા એટલે ‘દરિયો એક તરસનો’

છલ ( ભાગ ૧ -૨ )

નવલકથા

નિયતિ અને રેવતી …. એક જેવી દેખાતી બે ટ્વીન બહેનોની તદ્દન જુદી જિંદગીની રસપ્રદ વાર્તા.

 

મધ્યબિંદુ

નવલકથા

“પ્રેમ હોય તો બધા સાથે હોય ને ન હોય તો કોઇનીએ સાથે શું કામ હોય ? જિંદગી સૌને ગમે છે,પણ મૃત્યુની વાત આવતા બધા ડરી જાય છે કારણ કે એ છૂટા પડવાની વાત છે. અત્યારે જે હાથમાં છે…….એ જિંદગી છે.”

પ્રિયમ એક એવી નાયિકા છે જે ગુજરાતી ભાષામાં કદાચ પેહલી આલેખવામાં આવી છે ! જે સ્ત્રીને પતિ અને પ્રેમીની વચ્ચે બે જિંદગી જીવતા આવડે છે એવી સ્ત્રીના પ્રણયની સંવેદનશીલ અને છતાં હૃદયમાંથી નીકળતી સાચી વાત .

મૌન રાગ

નવલકથા
પ્રેમાળ પતિ, વ્હાલસોયા સંતાનો અને ઓડકાર આવી જાય એવું સુખ હોવા છતાં ‘ અંજલી ‘ ભૂતકાળમાં જ જીવે છે. ત્યાં જ જીવવા માંગે છે…
ઝંખનાઓનું મૃગજળ રેડી રેડીને એણે પોતાની પીડાને ઉછેરી છે.
પોતે જ પોતાની કેદી છે.
દરવાજો બહારથી બંધ નથી, અંદરથી બંધ છે !
અંજલી અને એની પીડા …સાથે સાથે વ્હેતાં અનિરુદ્ધ અને અક્ષયની બંધ હોઠોમાં કહેવાતી પ્રેમકથા.
યોગ-વિયોગ ( ભાગ ૧-૨-૩ )
નવલકથા
‘યોગ-વિયોગ’ છે સંબંધોના તાણાવાણા ગૂંથતી, ઉકેલતી…ગૂંચવતી અને ફરી ઉકેલતી એક કથા. પોતાનાથી વધુ ભણેલી પત્ની અને ત્રણ સંતાન સહિત એક ગર્ભસ્થ શિશુને છોડીને ચાલી જનારા પતિની છેલ્લા પચ્ચીસ વર્ષથી રાહ જુએ છે વસુમા, પતિને શોધવા સંતાનોને કહ્યા વગર એ અખબારોમાં એક જાહેરખબર આપે છે અચાનક ગુમ થઇ ગયેલા પતિની અને પોતાના ભરથારને આપે છે માત્ર ૪૮ કલાક ઘેર પાછા ફરવા! 

કૃષ્ણાયન

નવલકથા

માણસ થઈને જીવેલા ઈશ્વરની વાત

કૃષ્ણના જીવનની ત્રણ સ્ત્રીઓ,રાધા, રુકમણી અને દ્રોપદી -પ્રેયસી, પત્ની અને મિત્ર ….માણસ થઈને જીવી ગયેલા ઈશ્વર સાથે પોતાના મનની વાત કરે છે.

કાજલ ઓઝા- વૈધ લિખિત અન્ય પુસ્તકો

તારા ચહેરાની લગોલગ – પત્રોમાં સર્જાતી પ્રેમકથા

 

 

 

સંબંધ….. તો આકાશ !



ફેબ્રુવારી 6, 2011 - Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: