Books For You

Grow Outward, Grow Inword

પ્રસાદ


પ્રસાદ – વિમળા બી.પંચાલ


( ગીત, ભજન, રાસ, સ્તુતિ અને થાળનો સંગ્રહ )

આપણે ત્યાં મધ્યકાલીન સમયથી ગીત, ભજન, રાસ, સ્તુતિ અને થાળ વગેરેનું આગવું મહત્વ રહ્યું છે. તેના મૂળ આપણને મધ્યકાલીન સમયના સર્જકો નરસિંહ, મીરાં, દાસી જીવણ, ખીમ સાહેબ, ગંગાસતી, દયારામ વગેરેમાં જોવા મળે છે. હજી એથી પણ આગળ દ્રષ્ટિ કરીએ તો હેમચન્દ્રાચાર્ય રચિત પ્રાકૃત દુહાઓમાં ક્યાંક ક્યાંક એની આછેરી છાંટ જોવા મળી આવે છે એવું કહી શકાય .

‘ જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા’ જેવું નરસિંહ મહેતાનું પ્રભાતિયું હળવા સ્વરે સાંભળતા સાંભળતા પડતી પ્રભાતનું મૂલ્ય આગવું અને અનેરું છે. સાથે સાથે ‘ બાઈ અમે પકડી આંબલીયાની ડાળ ‘ કે ‘ જૂનું તો થયું રે દેવળ ‘ જેવા મીરાબાઈનાં પદ-ભજનો તથા ‘ વીજળીના ચમકારે ‘ જેવાં ભજનો ભક્ત-સર્જકોનાં અનેક ભજનો-ગીતો લોકોના હાથવગા તથા હૃદયવગા છે.

દુલા ભાયા કાગ, કવિ દાદ, મનુભાઈ ત્રિવેદી, મકરંદ દવે જેવાં અર્વાચીન સર્જકોએ પણ આ ક્ષેત્રે પોતાનું યોગદાન આપ્યું છે.

‘ પ્રસાદ ‘ એ આવા જ ભજનો,ગીત, ગરબા, રાસ, થાળ, લોકગીતો વગેરેનું સુંદર સંકલન છે.

Advertisements

ફેબ્રુવારી 18, 2011 - Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: