Books For You

Grow Outward, Grow Inword

‘ ણ ‘ કોઈને મળે તો ?


‘ ણ ‘ કોઈને મળે તો ?

ક ને મળે તો નાનો કણ ,

ખ ને મળે તો માથું ખણ…..

ગ ને મળે તો પૈસા ગણ.,

ચ ને મળે તો પંખી ચણ….

જ ને મળે તો જન્મે જણ ,

ધ ને મળે તો ટોળે ધણ….

પ ને મળે તો નિરાશ પણ,

ભ ને મળે તો ચોપડી ભણ…

મ ને મળે તો ભાર મણ,

ર ને મળે તો તરસે રણ…..

હ ને મળે તો કોઈને ન હણ,

ક્ષ ને મળે તો સરકે ક્ષણ….

ત્ર ને મળે તો ત્રિપુટી ત્રણ ,

અગર મળે જો અક્ષર ત્રણ,

તો આંગણ ફાગણ કરતાં કરતાં…..

‘ણ’ મળી એમ કરતો કામણ….

દેવિકા રાહુલ ધ્રુવ

માર્ચ 30, 2011 Posted by | ઝરુખો, શિક્ષણ વિચાર | Leave a comment

આપણે ગુજરાતીઓ……..!


આપણે ગુજરાતીઓ……..!

વેપાર ધંધામાં ઝડપથી કરોડપતિ થવાના જેટલા
નુસખાઓ આપણને કારગત છે એટલા
કદાચ બીજા કોઈને નથી….
સફળતાના આપણે સિધ્ધહસ્ત ખેલાડી છઈએ ;
આપણને ધંધાની એટલી બધી ચિંતા હોય છે
કે કો’કની સાદડીમાં કે શોકસભામાં પણ
શેર બજારની ચર્ચા છેડી દઈએ છીએ……!

ગમે ત્યાં ગમે એની હારે ઓળખાણ કાઢી
ઈ ઓળખાણની ખાણમાંથી વેપાર વધારનાર
આપણે ગુજરાતીઓ….
કેરોસીનના દીવે વાંચીને પેટ્રોલીયમની કંપની સ્થાપનારા
ધીરૂભાઈ અંબાણી ને મનોમન ગુરુ માનનારા
આપણે ગુજરાતીઓ..
હરકિશન મહેતા ની ‘પીળા રૂમાલની ગાંઠ ‘ માં બંધાય ગયા છીએ
આપણે ગુજરાતીઓ….
પન્નાલાલ ની ‘માનવીની ભવાઈ’ માં પોક મૂકીને રડ્યા છઈએ.
આપણે ગુજરાતીઓ….
જ્યોતિન્દ્ર દવેથી માંડીને તારક મહેતાની કલમથી ખૂબ હસ્યાં છઈએ.
આપણે ગુજરાતીઓ….
કે.કા. શાસ્ત્રીના શાસ્ત્રાર્થથી પાકટ બન્યા ,
ચંદ્રકાંત બક્ષીના કટાક્ષથી મનમાં ને મનમાં મલક્યાં,
આપણે ગુજરાતીઓ….
ગુણવંત શાહ, કાંતિ ભટ્ટ અને જય વસાવડાના બોલ્ડ શબ્દોથી
રીતસર આઉટ થઇ ગયા છીએ
આપણે ગુજરાતીઓ....

– સાઇરામ દવે

માર્ચ 29, 2011 Posted by | ઝરુખો | , | Leave a comment

‘ળ’ ન હોત તો ?


‘ળ’ ન હોત તો ?


‘ળ’ ન હોત તો ગોળ ગળ્યો ન હોત.

ને સઘળું સળવળતું ન હોત:

‘ળ’ ન હોત તો ફળિયે મળ્યા ન હોત,

ને કાળજે સોળ ન હોત ;

‘ળ’ ન હોત તો માળવે મળ્યા ન હોત ,

ને મેળે મેળાવડો ન હોત,

ને વાંસળીથી વ્યાકુળ ન હોત ;

‘ળ’ ન હોત તો કાગળ ઝળક્યાં ન હોત,

ને ઝાકળ ઝળહળ ન હોત ;

‘ળ’ ન હોત તો આંગળી ઝબોળાઈ ન હોત ;

ને જળ ખળખળ ન હોત.

– દેવિકા રાહુલ ધ્રુવ

આદમ ટંકારવી ની એક કાવ્યપંક્તિ


‘ તું મને પાલવનું ઈંગ્લીશ પૂછ માં ,

અહિયાં , ‘ટીસ્યુ ‘ થી આંસુ લુછાય છે…’

માર્ચ 28, 2011 Posted by | ઝરુખો, શિક્ષણ વિચાર | , | 1 ટીકા

ટચુકડી જા.x ખ.


ટચુકડી જા.x  ખ.


ગુમાઈ છે ગુમાઈ છે ગુમાઈ છે

કોન્વેન્ટ સ્કૂલના કમ્પાઉન્ડ્માંથી,

સંચાલકો અને માતાપિતાની બેદરકારીને કારણે,

પલક મીંચવા -ઉઘાડવા વચ્ચેની કોઈક ક્ષણે….

ગુજરાતી વાંચતી – લખતી એક આખી પેઢી .

ઓળખવા માટે નિશાની :

‘ કાનુડાએ કોની મટુકી ફોડી ? એમ પૂછો

 

તો કહેશે ,’ Jack & Jill ની ‘

ગોતીને પાછી લાવનાર માટે ઇનામ એકેય નથી,

કારણકે એ હંમેશને માટે ગુમાઈ ચૂકી છે.

– ઉદયન ઠક્કર


માર્ચ 28, 2011 Posted by | શિક્ષણ વિચાર | , | Leave a comment

T.A.શીખો જિંદગી જીતો


T.A.શીખો જિંદગી જીતો

ડો. જીતેન્દ્ર અઢિયા * રાજીવ ભલાણી

Transactional Analysis હવે ગુજરાતીમાં

 

જિંદગીની શતરંજમાં , પાસા એવા પાડો, જીતો બાજી તમે , છતાં એને પણ જીતાડો.

જિંદગી એક મહાનાટય છે. એમાં પણ એન્ટ્રી , મધ્ય ભાગ અને એક્ઝિટ હોય છે. એ નાટકમાં આપણી પટકથાનું મોટા ભાગનું લખાણ આપણા જન્મ પછીના પહેલા  પાંચ વર્ષમાં જ લખાઈ ચુક્યું હોય છે. બાકીનો અઢાર વર્ષની ઉમર થતા સુધીમાં આપણે જાતે જ જાણ્યે અજાણ્યે લખી નાખ્યે છે. અને પછી આપણે એ પટકથાને જીવવાનું શરૂ કરીએ છીએ .- એને સંપૂર્ણ વફાદાર રહીને જ . જેવી પટકથા , એવું જ જીવન . આપણી સફળતા-નિષ્ફળતા -હાર-જીત એ બધું જ આપણી પટકથા મુજબનું હોય છે.

આપણી પટકથા એ જ આપણાં વ્યક્તિત્વનું રહસ્ય છે. જો જિંદગી જીતવી હોય, જિંદગીમાં બદલાવ જોઈતો હોય તો પટકથા બદલવી પડે. તમે એ કામ કરી શકો તેમ છો. પણ પડકાર એ છે કે આ પટકથા અદ્રશ્ય હોય છે. T.A.ની મદદથી આપણે આપણી આ પટકથા જાણી શકીએ છીએ અને એને બદલી પણ શકીએ છીએ .જિંદગીને એ લોકો જ જીતી શકે છે કે જેની પટકથા એક વિજેતાની હોય.

માર્ચ 28, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | , , | Leave a comment

रिच डैड पुअर डैड


रिच डैड पुअर डैड

रॉबर्ट टी. कियोसाकी

‘‘अमीरी की चोटी पर पहुँचने के लिए आपको रिच डैड, पुअर डैड पढ़ना ही चाहिए। इससे आपको बाज़ार की और पैसे की व्यावहारिक समझ मिलेगी, जिससे आपका आर्थिक भविष्य सुधर सकता है।’’- ज़िग ज़िग्लर
‘‘अगर आपको अंदर की बात जानना हो कि किस तरह अमीर बना जाए और बने रहा जाए तो यह पुस्तक पढ़ें ! अपने बच्चों को रिश्वत दें (पैसे की भी रिश्वत, अगर इसके बिना काम न चले) ताकि वे भी इसे पढ़ें।’’ – मार्क विक्टर हैन्सेन
‘‘रिच डैड, पुअर डैड पैसे पर लिखी गई कोई साधारण किताब नहीं है… यह पढ़ने में आसान है और इसके मुख्य सबक़–जैसे, अमीर बनने में एकाग्रता और हिम्मत की ज़रुरत होती है, बहुत ही आसान हैं।’’ –होनोलूलू मैग्ज़ीन
‘‘काश कि मैंने यह पुस्तक अपनी जवानी में पढ़ी होती ! या शायद इससे भी अच्छा यह होता कि यह पुस्तक मेरे माता-पिता ने पढ़ी होती ! यह तो इस तरह की पुस्तक है कि आप इसकी एक-एक कॉपी अपने हर बच्चे को देते हैं और कुछ कॉपी ख़रीदकर रख लेते हैं ताकि जब आपके नाती-पोते हों और वे 8 या 9 साल के हो जाएँ तो आप इसे उपहार में दे सकें।’’ – स्यू ब्रॉन
‘‘रिच डैड, पुअर डैड अमीरी का शॉर्टकट नहीं बताती। यह सिखाती है कि आप पैसे की समझ कैसे विकसित करें, किस तरह अपनी पैसे की ज़िम्मेदारी निभाएँ और इसके बाद किस तरह अमीर बनें। अगर आप अपनी आर्थिक प्रतिभा को जगाना चाहते हैं तो इसे ज़रूर पढ़ें।’’- डॉ. एड कोकेन
‘‘काश कि मैंने यह पुस्तक बीस साल पहले पढ़ी होती!’’ – लैरिसन क्लार्क, डायमंड की होम्स
‘‘जो भी आदमी भविष्य में अमीर बनना चाहता है, उसे अपनी शुरुआत रिच डैड, पुअर डैड से करना चाहिए।’’- यू.एस.ए. टुडे

માર્ચ 27, 2011 Posted by | हिंदी पुस्तकें | , | Leave a comment

દ્રૌપદી :સ્વયંને શોધવા નીકળેલી સ્ત્રીની કથા….


દ્રૌપદી

કાજલ ઓઝા – વૈધ

CLICK HERE

સ્વયંને શોધવા નીકળેલી સ્ત્રીની કથા….

ભારતીય સાહિત્યનુ સર્વશ્રેષ્ઠ સર્જન એટલે મહાભારત….

સદીઓ સુધી વિશ્વને મોહિત કરનાર આ કથાની નાયિકા એટલે દ્રૌપદી.

પહેલ પાડેલાં હીરાની જેમ પાસાદાર અને ઝગમગતું વ્યક્તિત્વ ધરાવતી દ્રૌપદી ગમે તેટલી તેજસ્વી, ગમે તેટલી બુદ્ધિશાળી અને વેરના અગ્નિમાં પ્રજ્વલિત ‘યાજ્ઞસેની ‘ હોય તો પણ ભીતરથી એ એક સ્ત્રી હતી. સ્ત્રીના ઋજુ સંવેદનો હમેશા એની અંદર જીવ્યા હશે, ક્યારેક સળવળ્યા હશે એ સત્યને કોઈ નકારી શકે તેમ નથી! વિશ્વની કોઈ પણ સફળ, સુંદર અને બુદ્ધિશાળી સ્ત્રીએ પોતાના વ્યક્તિત્વને અકબંધ રાખવા સંઘર્ષ કરવો જ પડે છે.

પ્રશ્ન પૂછવાનો અધિકાર એ કાળમાં પણ સ્ત્રી પાસે નહોતો અને આજે પણ પ્રશ્નનો પ્રતિઉત્તર મેળવવા માંગતી સ્ત્રીએ સમાજ સાથે સંઘર્ષમાં ઉતરવું જ પડે છે.

એક સ્ત્રીના લોહીમાં વહેતી, એના મનમાં ઊગેલી, એના હૃદયમાં ધબકતી અને મસ્તિષ્કમાં રહીને સતત એના અસ્તિત્વને તહસ નહસ કરતી એક સર્વાંગ સંપૂર્ણ ,સંવેદનશીલ નારીની આ કથા છે.

માર્ચ 25, 2011 Posted by | કાજલ ઓઝા -વૈધ ના પુસ્તકોની યાદી | , , | 1 ટીકા

ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં


ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં – પોલ બ્રન્ટન

” A Search in Secret India ” by Paul Brunton નાં પુસ્તકનો ગુજરાતી અનુવાદ

અનુવાદ: યોગેશ્વર

ભારત એટલે આધ્યાત્મિક યોગીઓ, સંતો અને ઋષિઓનો દેશ. યુગોથી વિદેશીઓને આપણાં દેશ પ્રત્યે આકર્ષણ રહ્યું છે. પૉલ બ્રન્ટન નામનાં આવા જ એક પરદેશી પ્રવાસી વરસો પહેલાં ભારતનું દર્શન કરવા આવ્યા હતા. પોતાની ભારતયાત્રા દરમ્યાન તેમને જે સંતોના સાનિધ્યમાં આવવાનો મોકો મળ્યો. એ સંતપુરુષોનો પરિચય આપતો તેમને આ ગ્રંથ તૈયાર કર્યો : ‘ એ સર્ચ ઇન સિક્રેટ ઇન્ડિયા’ આ ગ્રંથનો દુનિયાની અનેક ભાષામાં અનુવાદ થયો.

BUY THE BOOK

માર્ચ 23, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | Leave a comment

ચાલો , એક સત્કાર્ય કરીએ…..


ચાલો , એક સત્કાર્ય કરીએ…..
કોઈપણ પ્રસંગે અપાતી ભેટ એક વણકહ્યો સંદેશ લઈને આવે છે: ‘હું તને ચાહું છું.હું તારો શુભેચ્છક છું.આજના પ્રસંગે તને યાદ કરવા જેટલું મારે મન તારું મહત્વ છે.’

ભેટનું આ જ સાચું મૂલ્ય છે, નહીં કે તેની સ્થૂળ કિમંત . એમાં પણ એ ભેટ જીવનપર્યંત સાચવી શકાય એવી હોય ; મન, હૃદય અને મસ્તિષ્કને શાતા આપનારી હોય ;એકલતામાં સાથી બની રહે તેમ હોય અને માનસિક ઊંચાઇ વધારનારી હોય તો તેનું મૂલ્ય અનેકગણું વધી જાય છે. આવી ભેટ એટલે પુસ્તક. ચાલો , સહુને વાંચતા કરીએ . પુસ્તક ભેટ આપવાની પ્રથા પાડીને પ્રજ્ઞા પારમિતાની આરાધના કરીએ . જ્ઞાનની મશાલ એક હાથમાંથી બીજા હાથમાં પહોચતી જશે, અજ્ઞાનનું તિમિર હરાતું જશે. અંતે પ્રગટશે યજ્ઞવેદીની જ્વાળા…..

સઘળું થશે ઝળાહળા…..

-ભાર્ગવી દોશી

 

 

માર્ચ 21, 2011 Posted by | ઝરુખો | , | Leave a comment

મહાનતાના માર્ગદર્શક


મહાનતાના માર્ગદર્શક

રોબીન શર્મા
‘ The Greatness Guide’ Now in Gujarati

CLICK HERE

અનુવાદ : ડો.હંસાબહેન મો. પટેલ

મહાનતાના માર્ગદર્શક એ અત્યંત શક્તિશાળી અને બહુ જ વ્યહારું પુસ્તક છે, જે તમારા અંગત અને વ્યવસાયિક જીવનમાં તમને વિશ્વકક્ષાએ પહોંચવા પ્રેરિત કરે છે.

આ પૃથ્વી પરના ટોચના સફળ ગુરુમાંના એક અને જેમના વિચારોને સેલિબ્રિટી સીઈઓ, અગ્રણી વેપાર સાહસિકો, રોક સ્ટાર્સ અને રોયલ્ટી તેમજ ઘણી બધી ફોર્ચ્યુન ૫૦૦ કંપનીઓએ પણ વધાવી લીધા છે તેવા રોબીન શર્મા દ્વારા લિખિત મહાનતાના માર્ગદર્શક સિદ્ધ નમૂનો છે. જે તમને તમારી ઉચ્ચ સંભાવનાઓ સુધી પહોચવામાં અને અસાધારણ જીવન જીવવામાં મદદરૂપ થાય છે. તો ખોજ કરો:

  • અદભુત સફળ લોકોના અંગત વ્યવહારો
  • તમારી સંસ્થાને મહાનતા સુધી પહોંચાડવાના સમર્થ વિચારો
  • વિઘ્નોને તકોમાં ફેરવવાની ચોક્કસ વ્યૂહરચનાઓ
  • શ્રેષ્ઠતમ દેખાવ માટે ક્રાંતિકારી તરકીબો
  • અસલ ખુશી સાથે અસલ સંપતિને કઈ રીતે આકર્ષી શકાય
  • ઉત્કૃષ્ટ આરોગ્ય અને “ઊર્જા વિસ્ફોટ”કઈ રીતે ઉપજાવવા તેની પર અસાધારણ વિચારો
  • કામ અને જીવન વચ્ચે સંતુલન માટે સાધનો અને વધુ મોજ માનવાની રીતો

About The Author :

રોબીન શર્મા નેતૃત્વ અને સ્વવિકાસ વિશેના ૧૦ બેસ્ટ સેલિંગ પુસ્તકોનાં વિશ્વ વિખ્યાત લેખક છે. તેમના પુસ્તકો ૫૦ થી વધુ દેશોમાં અને લગભગ ૭૦ ભાષામાં પ્રકાશિત થયા હોવાથી તેઓ વિશ્વના એક સૌથી વધુ વાંચવામાં આવનારા લેખક ગણાય છે. ‘ધ મંક હું સોલ્ડ હીઝ ફેરારી’,જે પુસ્તકે આંતરરાષ્ટ્રિય બેસ્ટ સેલર પુસ્તકોમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું, અને જેની લાખો પ્રતો વેચાઈ ચુકી છે.

માર્ચ 21, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | | Leave a comment