Books For You

Grow Outward, Grow Inword

હૈયું – મસ્તક – હાથ :ભદ્રાયુ વછરાજાની


હૈયું – મસ્તક – હાથ
ભદ્રાયુ વછરાજાની
સ્વનીસબતની સંવાદયાત્રા

 

આપણાં મૂર્ધન્ય કવિશ્રી ઉમાશંકર જોશીનું એક મુક્તક ખુબજ જાણીતું છે:

‘ત્રણ વાનાં મુજને મળ્યા, હૈયું – મસ્તક – હાથ
બહુ દઈ દીધું નાથ, જાં, ચોથું નથી માંગવું. ‘

ભદ્રાયુ વછરાજાનીનું આ પુસ્તક ઉપરોક્ત મુક્તકનું જાણે કે સદ્રષ્ટાંત વિવરણ કરીને, પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા વાચકને, સાબદો ને સાવધાન કરે છે.
૧૦૫ બોધકથાઓનું આ પુસ્તક કથાઓનો આસ્વાદ- આનંદ તો આપે જ છે પણ એની સાથે સાથે એમાં  Education, Management, Training તથા Values ની વાતો પણ રોચક શૈલીમાં ગુંથી લેવામાં આવી છે. આ વાત જરા મોટેથી કરવાની જરૂર છે.
હૈયું: લાગણીઓ અને સંવેદનાનું જતન કરે છે.
મસ્તક: તર્કબુદ્ધિ દ્વારા જ્ઞાન – વિજ્ઞાનની સમાજ આપે છે.
હાથ : પરિશ્રમ ઉપરાંત કુશળ વહીવટ, આયોજનની સિદ્ધિ સંપડાવે છે.

હૈયું – મસ્તક – હાથ’  એક બેઠકે વાંચી જવાનું પુસ્તક નથી, આ તો બે સાથીઓને કે બે સહકાર્યકરોએ કે બે અપરિચિત વ્યક્તિઓએ સાથે બેસીને વાગોળવાની પ્રયોગપોથી છે. આ પુસ્તકમાં ૧૦૫ નાની નાની કહાનીઓ જ નથી…. જીવન જીવવાની દિશાઓ ખોલી આપતી ૧૦૫ ચરિત્રકથાઓ છે. રોજ એક કહાની અને તે કહાની પરથી આત્મખોજ !  ‘હૈયું – મસ્તક – હાથ ‘ Human Resource Management and Training  માટે ૧૦૫ મોડ્યુલ્સ આપતી Practice Book છે. આ પુસ્તક, હૈયામાં સુઝે તેટલા ઉપયોગો, મસ્તકમાં આવે તેટલા વિચારો અને હાથને જચે તેટલી પ્રવૃતિઓનો સંદર્ભગ્રંથ છે. આ પુસ્તક નથી, જીવનનિચોડનો અર્ક છે, અમલ થયા પછીની સાર્થકતાનો સાર છે !
Advertisements

માર્ચ 7, 2011 - Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: