Books For You

Grow Outward, Grow Inword

ધ કાઈટ રનર (Gujarati Translation of ‘The Kite Runner’)


ધ કાઈટ રનર (Gujarati Translation of ‘The Kite Runner’)

ખાલીદ હુસેની

(A Novel )  ૨૦૦૬,૨૦૦૭ અને ૨૦૦૮ માં પેંગ્વિન/ઓરેન્જ રીડર્સ ગ્રુપ પ્રાઈઝ વિજેતા અને હવે એક ભવ્ય ફિલ્મ પણ બની ચૂકી છે.
૧૯૭૦ ના દસકાનું અફઘાનિસ્તાન : બાર વર્ષનો આમીર સ્થાનિક પતંગસ્પર્ધા જીતવા મરણીયો બન્યો છે અને એનો વફાદાર મિત્ર હસન તેને મદદ કરવાનું વચન આપે છે. પણ બંનેમાંથી એકેય મિત્ર નથી જાણતા કે એ બપોરે હસન સાથે શું બનવાનું છે. એક એવી ઘટના જે તેમના જીવનને છિન્ન ભિન્ન કરી નાખે છે. રશીયનોના હુમલા પછી આમિરના કુટુંબને અમેરિકા પલાયન થવાની ફરજ પડે છે. અમેરિકામાં આમિરને પ્રતીતિ થાય છે કે એક દિવસ તેણે તાલીબાન સત્તા હેઠળના અફઘાનિસ્તાન પાછા ફરવું પડશે એ જોવા કે નવી દુનિયા તેને એક ચીજ આપી શકે તેમ નથી: મુક્તિ
  A friend in need is a friend indeed. સાચો મિત્ર કોને કહેવો ? જે આપણાં મનની વાત સમજી શકે ? જે મુસીબતના સમયે પડખે ઉભો રહે તેને ? જે સુખદુ:ખમાં સહભાગી બને તેને ? એક મિત્ર તરીકે આમીર આ બધી બાબતોમાં ઊણો ઉતરે છે. ઉલટું મિત્રને છેહ આપે છે.દગો છલકપટ અને કાયરતા એ આમીરની મિત્રતાના લક્ષણો છે. એના દુર્ગુણો એને સતત ડંખ્યા કરે છે.એને એના દુષ્કૃત્યોમાંથી મુક્તિ મેળવવી છે.એને એના કામોનો પારાવાર પસ્તાવો છે.પણ માત્ર પસ્તાવો કરવાથી દુષ્કૃત્યો માફ થાય ખરાં? હમેશાં વિપરીત સંજોગોમાંથી નાસ્તો રહેલો આમીર એ કિંમત ચૂકવી શકશે ખરો ? આમીરની એ જ મનોમંથનની કથા છે ‘ધ કાઈટ રનર’

Price Rs.250/-

Publication Date : 29th June 2011

Available At :www.booksforyou.co.in

Advertisements

જૂન 29, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો, વિશ્વ સાહિત્ય | , , , | Leave a comment

લીડરશીપ અને ધોની : 10 કમાન્ડમેન્ટસ ઓફ લીડરશીપ


લીડરશીપ અને ધોની : 10 કમાન્ડમેન્ટસ ઓફ લીડરશીપ

રાજેશ શર્મા

ધોનીએ ભારતને વર્લ્ડકપ જીતાડ્યો તેમાં ધોનીની લીડરશીપના યોગદાન વિશેનું કરેલું રસપ્રદ વિષ્લેષણ અહીં પ્રસ્તુત છે.

તમે કોઈપણ ક્ષેત્રમાં હો,
આ નિયમો અને આ વિષ્લેષણ તમને
નેતૃત્વ કોને કહેવાય તેની સ્પષ્ટ સમજ આપશે
અને તમારામાં નેતૃત્વના ગુણો વિકસાવવામાં
ચોક્કસ મદદરૂપ સાબિત થશે .

“બોસ અને લીડર વચ્ચે શું તફાવત છે તે હમેશાં યાદ રાખો .બોસ હમેશાં કહે છે કે જાઓ , લીડર હમેંશા કહે છે કે ચાલો આપણે જઈએ .” —-ઈ.એમ .કેલી

“મેનેજર એ છે કે જે એક ગોઠવાયેલી સિસ્ટમને  આધારે કામ કરે છે અને તેને આધારે સફળતા મેળવે છે, લીડર એ છે કે જે પોતાની સિસ્ટમ બનાવે છે તેને આધારે સફળતા મેળવે છે અથવા સફળતાનો રસ્તો બનાવે છે.

  • સેલ્ફ કોન્ફિડન્સ
લીડરશીપનો આત્મવિશ્વાસ જેટલો બુલંદ એટલોજ બુલંદ આત્મવિશ્વાસ તેની ટીમનો હોય, મરેલા મને કે ખાકાત સાથે કામ શરૂ કરનાર કદી લીડર ના બની શકે .પોતાનામાં ભરપૂર વિશ્વાસ એ લીડરશીપની પાયાની જરૂરિયાત છે.

  • વિઝન
લીડર પોતે શું કરવા માંગે છે અને ક્યાં પહોચવા માંગે છે તેનું વિઝન હોવું જરૂરી છે.વિઝન લીડરશીપનો પાયો છે. વિઝન હોય તો તેને વાસ્તવિકતામાં ફેરવવા માટે શું કરવું તેની બ્લુપ્રિન્ટ મગજમાં આપોઆપ ગોઠવાય અને એ જ સફળ બનાવે.
  • ટીમ સ્પિરિટ
પોતાની જાતની સાથે સાથે પોતાના સાથીઓમાં વિશ્વાસ પણ અનિવાર્ય છે.આ વિશ્વાસ જ ટીમ સ્પિરિટ પેદા કરે અને તેના જોરે જ લીડર તેનું વિઝન સાકાર કરી શકે. ટીમ સ્પિરિટ વિના કદી કોઈને સફળતા નથી મળતી.
  • પેશન
લીડર પાસે પેશન એટલે કે પોતાના કામ માટે કે લક્ષ્ય માટે ઘેલછા હોવી જરૂરી છે.જે કામ હાથ પર લીધું છે તેમાં પૂરેપૂરા ખૂંપી જવું એ લીડરશીપની નિશાની છે.
  • અગ્રેસન ઇન એક્શન
લીડર પાસે આક્રમકતા હોવી જરૂરી છે. કેમકે આક્રમકતા જ સાથીઓમાં ઉત્સાહ પ્રેરે છે. આક્રમકતા તમારા નિર્ણયોમાં અને વર્તનમાં પ્રતિબિંબ થવી જ જોઈએ .

  • રોલ મોડલ
લીડર પાસે એ ક્ષમતા હોવી જ જોઈએ કે તે પોતાના સાથીઓને પોતાની જેમ વર્તવા પ્રેરી શકે . લીડીંગ ફ્રોમ ધ ફ્રન્ટ કહે છે તે રીતે લીડર એવો  હોવો જોઈએ કે સૌથી આગળ રહે અને સફળતા અપાવે.
  • બોડી લેંગ્વેજ
લીડરની બોડી લેંગ્વેજ એક વિજેતાની જેમ પોતાના સાથીઓમાં સતત જુસ્સો અને આત્મવિશ્વાસ પેદા કરી શકે એવી જોઈએ .કોઈ તબક્કે હથિયાર હેઠાં મૂકી દીધાં છે તેવો સંકેત ના મળે તેવી
બોડી લેંગ્વેજ સાચા લીડરની નિશાની છે.
  • ન્યુ આઈડીયાઝ
સતત નવું વિચારવું અને નવા આઈડિયા અમલમાં મૂકવા એ લીડરશીપનો બીજો એક પાયાનો સિધ્ધાંત છે. લીડર પાસે અણધાર્યા અને અપેક્ષા ના રાખી હોય તેવાં પગલાં ભરવાની અને તે રીતે વિચારવાની ક્ષમતા અનિવાર્ય છે.
  • નો રિસ્ક,નો ગેઇન મોટીવેશન
લીડર પાસે જોખમ ઉઠાવવાની તાકાત હોવી જ જોઈએ .નો રિસ્ક નો ગેઇન સિધ્ધાંત બધે લાગુ પડે .એ જોખમ પૂરા વિચાર સાથેનું હોવું જોઈએ.
  • કમ્યુનિકેશન

લીડરે પોતાના સાથીઓને સતત પ્રોત્સાહિત કરતા રહેવું પડે .તેમની ખામીઓને બદલે તેમની ખૂબીઓને ધ્યાનમાં રાખીને તેમની પાસેથી શ્રેષ્ઠ પરફોર્મન્સ કઢાવવાની ક્ષમતા બહુ જરૂરી છે.

જૂન 25, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | | Leave a comment

ભગવાન ક્યાંથી હોય?


ભગવાન ક્યાંથી હોય?
વસ્ત્રો   થઇ  ગયા  ટૂંકા,  લાજ  ક્યાંથી    હોય ?
અનાજ થઇ ગયા હાઇબ્રીડ ,સ્વાદ કયાંથી હોય ?
ભોજન થઇ ગયા ડાલડાના,તાકાત ક્યાંથી હોય ?
નેતા થયા ખુરશીના, દેશ દાઝ ક્યાંથી હોય ?
ફૂલો થયા પ્લાસ્ટીકના, સુગંધ ક્યાંથી હોય ?
ચહેરા થયા મેકઅપના, રૂપ ક્યાંથી હોય ?
પ્રોગ્રામથયા કલબના, સંસ્કાર ક્યાંથી હોય ?
માણસ થઇ ગયા પૈસાના, દયા ક્યાંથી હોય ?
રહ્યા સંબંધો સ્વાર્થના, પ્રેમ ક્યાંથી હોય ?
ભક્ત થયા પ્રસાદના, ભગવાન ક્યાંથી હોય ?


જૂન 18, 2011 Posted by | ઝરુખો | , , | 2 ટિપ્પણીઓ

ગુજરાતીમાં પ્રથમ વખત ભારતીય સંસ્કૃતિનું મુલ્યવાન વેદ સાહિત્ય


 ગુજરાતીમાં પ્રથમ વખત ભારતીય સંસ્કૃતિનું મુલ્યવાન વેદ સાહિત્ય

      ઋગ્વેદ – વેદ વિશ્વ સાહિત્યનો પ્રાચિનતમ ગ્રંથ છે.- આદિગ્રંથ અને ઈશ્વરીય જ્ઞાન છે.જો કે વેદોનો સૌથી મોટો ભાગ ઉપાસના અને કર્મકાંડને લાગતો છે. આમ છતાં તેમાં યથ્સ્થાને આત્મા-પરમાત્મા, પ્રકૃતિ, સમાજ-સગઠન,ધર્મ-અધર્મ,જ્ઞાન-વિજ્ઞાન તથા જીવનના મૂળભૂત સિદ્ધાંતો અને જીવનોપયોગી શિક્ષણ તથા ઉપદેશોનું પ્રસ્તુતિકરણ છે

     યજુર્વેદ– ચાર વેદોમાં યજુર્વેદનું સ્થાન બીજું છે.કર્મકાંડપ્રધાન આ વેદમાં જ્યાં યજ્ઞો અને તેના વિધાનોનું વર્ણન છે, ત્યાં જ્ઞાન-વિજ્ઞાન,આત્મા-પરમાત્મા તથા સમાજ ઉપયોગી સંપૂર્ણ જ્ઞાન પણ છે.

   સામવેદ- ચારેય વેદોમાં સૌથી વધુ પ્રશસ્તિ સામવેદની છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે પોતાની વિભૂતિઓનું વર્ણન કરતાં કહ્યું છે કે -” વેદોમાં હું સામવેદ છું.”
   અથર્વવેદ-ચારેય વેદમાં અથર્વવેદ ચતુર્થવેદ છે.અથર્વવેદને જ્ઞાનકાંડ,અમૃત્વેદ કે આત્મવેદ પણ કહેવામાં આવે છે.તેમાં આત્મા-પરમાત્માના જ્ઞાનની સાથે સાથે જીવનોપયોગી જ્ઞાનનો ભંડાર ભરેલો છે.
All Books are available at www.booksforyou.co.in

 

જૂન 12, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | , , , , | Leave a comment

ચિંતા નહીં, પણ ચિંતન


ચિંતા નહીં, પણ ચિંતન

હરિભાઈ કોઠારી

 સુભાષિતોનું સંકલન
www.booksforyou.co.in
 હરિભાઈ કોઠારી ઉત્તમ કક્ષાના વક્તા છે. ધર્મનો આંચળો ઓઢ્યા વિના એમને જે વાત સહજપણે સૂઝે છે. સ્ફુરે છે એ વહેતી કરે છે. એમની વાણીમાં નરી સરળતા છે. કદાચ સરળ વ્યક્તિત્વનું જ એ પ્રતિબિંબ હોય. ક્યાંય દંભ નહિ, નરી નૈસર્ગિકતા. ક્યાંય આયાસ નહીં કે પ્રયાસ નહિ કે જ્ઞાનનું પ્રદર્શન નહિ. પોતે જે રીતે જીવનને જોયું છે, જાણ્યું છે, માણ્યું છે, પ્રમાણ્યું છે એની જ વાત.

અહીં મુંબઈના ગુજરાતી મિડ-ડેમાં છપાયેલાં એમના લઘુનિબંધોનો સંચય છે. એમની પ્રતીતિ છે કે ચિંતા કરવાનું કારણ હોય તોપણ માણસે ચિંતાથી ચહેરાઈ જવું ન જોઈએ. સભાનપણે માનસ ચિંતા કરતો નથી, પણ આપમેળે ચિંતા થતી હોય છે. આજનો માણસ ચિંતાથી પીડાય છે. પલાંઠી વાળીને બેસી શકતો નથી.તણાવથી ઘેરાઈ ગયો છે. રૂપિયો રળવામાં જ પરચૂરણ થઈને વેરાઈ રહ્યો છે.વાત માત્ર આટલી જ છે કે જે ક્ષણે ચિંતા કરીએ એ જ ક્ષણે જો પ્રાર્થના કરીએ તો ? કોઈકે કહ્યું છે કે પ્રાર્થનાથી પરિસ્થિતિ બદલાતી નથી, પણ અભિગમ બદલાય છે અને બદલાયેલો અભિગમ પરિસ્થિતિને બદલી શકે છે. હરિભાઈએ તો સીધું જ કહ્યું કે ચિંતા ન કરો ચિંતન કરો. ધ્યાન ધરો ને મનન કરો. જીવન જીવવાની આ રીત છે. ચિંતા તો ચિતાના અગ્નિ જેવી છે. એ તમને બાળીને ભસ્મીભૂત કરી દેશે . જો ચિંતન કરશો તો એ તમને શાતા આપશે અને તમારી દાઝી ગયેલી ઈચ્છાઓ પર ચંદનલેપ કરશે.

 હરિભાઈનો શબ્દ પ્રેરક છે અને માર્ગદર્શક છે. થાકેલાને વિસામો આપે એવો છે. હરિભાઈના જે અસંખ્ય ચાહકો છે એમને માટે આ પુસ્તક મહામૂલી મિરાત જેવું છે.
 સુભાષિતોનું સંકલન
  સુ એટલે સુંદર, ભાષિત-બોલવું, કેહવાયેલું તે સુભાષિત જેમા મનીષીઓના માનસને પ્રગટ કરતાં આ અનુભવ-મૌકિતકો
  માનવમાત્રને તેના વૈયકિંતક,કૌતુંબિક,સામાજિક,નૈતિક,રાજનૈતિક,ધાર્મિક તેમજ આધ્યાત્મિક જીવનમાં યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે છે. સંસ્કાર-સૌરભ પ્રસરાવતાં આ સુભાષિતો માણસને કદી નીરસ કે નિરાશ થવા દેતાં નથી. વ્યસ્ત જીવનમાં તાણાંવાણાંની જેમ વણાવવાથી આપણી જીવનશૈલીમાં આમૂલ પારિવર્તન લાવનારા સુભાષિતો આ પુસ્તકમાં આપ્યા છે.

જૂન 10, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | , , | Leave a comment

ધર્મ ભી કભી વિજ્ઞાન થા, હૈ ઔર રહેગા


ધર્મ ભી કભી વિજ્ઞાન થા, હૈ ઔર રહેગા

મુકેશ ગ. પંડ્યા

આજના વિજ્ઞાન યુગમાં ધર્મ………


આજના વિજ્ઞાન યુગમાં ધર્મ શબ્દ થોડો અળખામણો બની ગયો છે. ધર્મ એટલે ઝઘડો .ધર્મ એટલે વાદવિવાદનું મૂળ.ધર્મ એટલે માણસને માણસ જોડે લડાવવાનું સાધન એવી વ્યાખ્યાઓ અત્યારની યુવા પેઢીમાં ઘર કરી ગઈ છે. રોજીરોટી કમાવવાની કે વધુ રૂપિયા મેળવવાની લ્હાય બળતરામાં ધર્મ વિષે વિચારવાની કોઈને ફુરસદ નથી. પરંપરાથી ચાલતા આવતા ધાર્મિક રીવાજો સદંતર કરવા અથવા વડીલોને ખુશ કરવા ખાતર નિભાવી લેવાનું વલણ આજની પેઢીમાં જોવા મળે છે.રીતરિવાજોનું જ્ઞાન, વિજ્ઞાન એમને ખબર ન હોવાના કારણે તે માત્ર રૂટીન કાર્ય બની જાય છે. તેથી તેમાં શ્રદ્ધા અને ઉત્સાહ હોતા નથી. પરિણામે કેટલાય સારા રીતરિવાજોની પણ ઘોર ઉપેક્ષા થઇ રહી છે.જેની પાછળ વિજ્ઞાન અને ઉચ્ચ જીવન સિંધ્ધાંત રહેલા છે.
ઋષિમુનિઓના આ દેશમાં ધર્મની આટલી ઊંડી અસર કેમ છે તે તો તેમાં રહેલા જ્ઞાન-વિજ્ઞાનથી વધુ સમજાય છે. બધી ક્રિયાઓ, તહેવારો ,કે વ્રતો પરાણે લદાયા નથી. તે સહુની પાછળ કંઇક અર્થ છે, વિજ્ઞાન છે.એ લેખકે સુપેરે સમજાયું છે. આ પુસ્તકના વાંચનથી અંધશ્રદ્ધાઓ દૂર થશે આજની પેઢી ધર્મને વિજ્ઞાનના દૃષ્ટિકોણથી જાણીને વધુ રસપૂર્વક એનું પાલન કરશે , એટલું જ નહીં જૂની અને નવી પેઢી વચ્ચે ધાર્મિક રીતરીવાજો કર્મકાંડો કે તહેવારોની ઉજવણીને લઈને વિચારોમાં જે મતભેદ હોય છે તે દૂર થાય તેવી આશા છે.

મુકેશ પંડ્યાની આ કોલમ જન્મભૂમિમાં પ્રગટ થયેલ છે.


જૂન 9, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | , , | Leave a comment

सच्चा सोना सो मत जाना


सच्चा सोना सो मत जाना


सरश्री

प्राकृतिक जीवन, मूर्तिपूजा, मान्यताएं, मृत्यु, भाग्य,कर्मकाण्ड को माने या न माने ?

नरक में सोना, स्वर्ग में सोना
‘नरक में सोना, स्वर्ग में सोना’ अगर आप इस शीर्षक से चोंक गए हों तो यह इस बात का प्रमाण है कि आप जाग रहे हैं …….या जागना चाहते है। इस पुस्तक का ऊददेश्य ही आपकी आँखे खोलना है, पूरी तरह जगाना है, सोचने के लिए प्रेरित करना है। चेतना ही पारस पत्थर है, जो इन्सान को जगती है, बनाती है सोना सो मत जाना । हमें केवल नरक से आजाद होना नहीं है बल्कि तथाकथित स्वर्ग से भी स्वतंत्रता पानी है । केवल नरक में सोना मना है, ऐसा नहीं है, स्वर्ग में भी सोना बुरा है ।

सरल और रोचक भाषा में लिखी गई यह पुस्तक आपकी बंद आँखे खोल देगी । यह पुस्तक अज्ञान कि निंद्रा और बेहोशी को दूर करने के लिए लिखी गई है ताकि हम जाग्रत होकर जिएँ। हमें अपना ध्यान मिट्टी ( नकारात्मक सोच ) पर नहीं केवल खरे सोने पर केंद्रित करना चाहिए । यही रणनीति आपको दुनिया का जाग्रत इन्सान (बुद्ध) बना देती है । अब समय आ चूका है कि हम ‘जाग्रति मशाल ‘ जलाएं और अपने वास्तविक स्वरूप को पहचाने

 

 

જૂન 9, 2011 Posted by | हिंदी पुस्तकें | , | Leave a comment

નસરુદ્દીન હુજ્જા (મુલ્લા)


નસરુદ્દીન હુજ્જા (મુલ્લા)

મુલ્લા નસરુદ્દીન ઓશો રજનીશનું સૌથી પ્રિય પાત્ર હતાં. એમનું ખરું નામ તો હોકા ( Hoca ) હતું જેનો ઉચ્ચાર હોજા ( Ho-dja) કરવામાં આવે છે. હોકાનો અર્થ શિક્ષક યા શિખામણ આપનાર થાય છે. અકબર -બિરબલની વાર્તાઓમાં જેમ જ્ઞાન સાથે ગમ્મત મળી આવે છે અને જીવનની અતિ ગંભીર વાતો અને માનવસ્વભાવ, જેમ એ વાર્તાઓ સાહજિકપણે છતો કરી જાય છે, એ જ પ્રમાણે આપણે જેને મુલ્લા નસરુદ્દીન તરીકે ઓળખીએ છીએ એ નસરુદ્દીન હુજ્જા, એમ મનાય છે કે, ટર્કીના પાટનગર અંકારા ( Ankara ) અને મુખ્ય શહેર એક્સીહર (Aksehir) આ બે શહેરોને જોડતા હાઈ-વેની ઉપર આવેલા સીવરીહીસાર  (Sivrihisar) શહેરથી લગભગ ચારેક કિલોમીટર દૂર આવેલા હોર્ટું (Hortu) નામના ગામડામાં ઈ.સ.૧૨૦ માં જન્મ્યા હતાં.એમના પિતા અબ્દુલ્લા ઇફ્રેન્ડી હોર્ટું ગામના ઈમામ હતા અને માતા સામાન્ય ગૃહિણી હતી. મુલ્લા નસરુદ્દીન ટર્કીશ સંસ્કૃતિના પ્રખ્યાત હીરો છે. એમની વાતોના કિસ્સાઓ હજુ આજે પણ ટર્કીશ લોકોની રોજબરોજની જિંદગીમાં સંભાળવા મળે છે. એમના સામાન્ય લોકોને વાહિયાત લગતા કિસ્સાઓમાં ઊંડે-ઊંડે હાસ્ય,કટાક્ષ, ઠપકો અને વેધક વિચાર જોવા મળે છે.એક્સીહર શહેરમાં મુલ્લા નસરુદ્દીનનો ચબૂતરો જોવા મળે છે.એના દરવાજા ઉપર એક મોટું તાળું લટકે છે.પણ એ ચબૂતરો બધી બાજુએથી ખુલ્લો છે! નસરુદ્દીન હુજ્જાનું એક પૂતળું સીવરીહીસાર (Sivrihisar) શહેરમાં જોવા મળે છે. જેમાં તેઓ તેમના માનીતા પ્રાણી ગધેડા ઉપર સવાર છે. એની નીચે લખવામાં આવ્યું છે.’ આ જગ્યા પૃથ્વીનું મધ્યબિંદુ છે.’

દર વર્ષે પાંચથી દસ જુલાઈના સમય દરમ્યાન એક્સીહર શહેરમાં મુલ્લા નસરુદ્દીનનો રંગીન ફેસ્ટીવલ ઉજવાય છે. એ સમય દરમ્યાન જો ટર્કીમા હોવ અને નસરુદ્દીન હુજ્જાની વાર્તાઓ અને ટુચકાઓ સાંભળવાની ઈચ્છા હોય, લોકોને, મુલ્લા નસરુદ્દીના જેવો વેશ કાઢીને ફરતા જોવાની ઈચ્છા હોય તો જરૂર  એક્સીહર (Aksehir) શહેરમાં જજો.

સંગીતા જોશી અને ડો.સુધીર શાહ લિખિત નવું પ્રવાસવર્ણનનું પુસ્તક  ‘ ટર્કી અને અન્ય દેશોમાં ‘ માંથી

ન્યુયોર્ક -ટોકિઓ-લંડન વિશે ઘણા પુસ્તકો લખાઇ ગયા છે, પરંતુ ટર્કી (તુર્કી )…. અને એ પણ ગુજરાતીમાં ? વેલ, મારી જાણમાં તો આવું કોઈ પુસ્તક ગુજરાતીમાં તો નથી જ…

આ પુસ્તક વિશે અહીં નહીં લખું .

પહેલું પાનું ઉઘાડો- વાંચવાની શરૂઆત કરો …પુસ્તક ક્યારે પૂરું વંચાય જશે એની તમને ખબર સુધ્ધા નહીં થાય….ગેરંટી મારી !

દરેક વાંચનભૂખ્યા અને મુસાફરીભુખ્યા જણ માટે આ પુસ્તક ‘Just’ ‘નથી Must’ છે.


જૂન 8, 2011 Posted by | પ્રવાસવર્ણન | , | Leave a comment

सफलता के आध्यात्मिक नियम -दीपक चोपड़ा


सफलता के आध्यात्मिक नियम

दीपक चोपड़ा

Hindi Translation of ‘The Seven Spiritual Laws of Success’

www.booksforyou.co.in

 

‘सफलता के आध्यात्मिक नियम’ आपके जीवन को आनंदित कर देगी । इसमें वे रहस्य छिपे है , जो आपके स्वप्नों को साकार करने में मदद करेंगे ।यह उन प्राकृतिक नियमो पर आधारित है,जो सृष्टि का संचालन करते है, और यह इस धारणा को पुष्ट करती है की सफलता केवल कठिन परिश्रम ,सुनिश्चिंत योजनाओं और उच्च महत्वाकांक्षा से नहीं मिलती ।

सुप्रसिध्ध मोटिवेशन गुरु तथा प्रख्यात लेखक दीपक चोपड़ा ने इस पुस्तक में सफलता प्राप्त करने के लिए जीवन-दर्शन बदलने की वकालत की है । उनका मानना है की जब हम वास्तविक रूप में प्रकृति से तादात्म्य स्थापित कर ले और उसके नियम के अनुसार जीवन जीना शुरू कर दें तो सुख-सौभाग्य, सुस्वास्थ्य, सुमधुर संबंध और भौतिक सुख सहजता से प्राप्त होने लगते है ।

जीवन में आध्यात्मिक उत्थान और स्वयं की पहचान करानेवाली लोकप्रिय एवं व्याहारिक कृति ।

 

ALSO IN GUJARATI

જૂન 3, 2011 Posted by | हिंदी पुस्तकें | , , | Leave a comment

ચાણક્યની રાજનીતિ -સ્વામી સચ્ચિદાનંદ


ચાણક્યની રાજનીતિ

સ્વામી સચ્ચિદાનંદ

www.booksforyou.co.in

ચાણક્યના અર્થશાસ્ત્રનો સાર લખવા પાછળ મારો મુખ્ય હેતુ એ છે કે ગુમરાહ થયેલી આપણી પ્રજા ચાણક્યને ઓળખે અને તેના તરફ વળે.મારું માનવું છે કે ભારતની પ્રજા અને તેમાં પણ હિન્દુ પ્રજા બીમાર વિચારોની શિકાર થયેલી છે. જેમાંથી એક બીમાર જીવનદર્શન વિકસ્યું છે.જે તેની ગુલામીનું તથા દરિદ્રતાનું કારણ છે. જો પ્રજા આ બીમાર વિચારોમાંથી મુક્ત થઇ શકે તો જ તેનું ભવિષ્ય ઉજ્જવળ થઇ શકે .ચાણક્યના વિચારો અને જીવનદર્શન આ દિશામાં મહત્વનું કાર્ય કરી શકે તેમ છે. એટલે આ નાનો સરખો પ્રયાસ થયો છે. આ અનુવાદ ગ્રંથ નથી પણ એના વિશેનો ગ્રંથ છે. ચાણક્યના વિચારોનો સાર છે.

આમ તો ૨૩૦૦ વર્ષ પહેલાં લખાયેલા આ ગ્રંથમાં કેટલુક અપ્રસ્તુત થઇ ગયું હોય તો પણ ચાણક્યની ખાસિયત એ છે કે તે સદા પ્રસ્તુત છે.કારણકે તે કોરો આદર્શવાસી નથી. વાસ્તવવાદી છે. ધરાતાલનો માણસ છે. પ્રસ્તુત પુસ્તકનાં નાનાં-નાનાં સુત્રો દ્વારા ચાણકયે નિશ્ચિંત વિચારો રાખ્યા છે .પ્રત્યેક સૂત્રમાં એટલો બધો અર્થ સમાયેલો હોય છે કે તે પર એક લેખ કે પુસ્તક લખી શકાય . પણ તેનું સંક્ષિપ્ત રૂપ કરીને સમાવી લીધું છે.

સ્વામી સચ્ચિદાનંદ

 

[આ લેખનું અક્ષરાંકન સ્વામીજીનાં પુસ્તક ‘ચાણક્યની રાજનીતિ ’ માંથી કરવામાં આવ્યું છે.]

सुखस्य मूलं धर्मः || ૧ ||

સુખનું મૂળ ધર્મ છે.

ધર્મ એટલે જે કાર્યમાં સત્ય, ન્યાય અને માનવતા હોય તેને ધર્મ કહેવાય.

જેમાં સત્ય હોય જ નહિ તેને ધર્મ ન કહેવાય. જેમ કે ધર્મકાર્યોમાં ઈશ્વરને પ્રસન્ન કરવા અપાતું પશુનું બલિદાન એ સત્ય નથી. જો પશુહિંસા કરીને પ્રભુને રાજી કરાતો હોય અથવા પરલોક સુધરતો હોય તો પશુઓ માનવબલી આપીને સ્વર્ગ પ્રાપ્ત કરી શકત. ચાણક્યે જ કહ્યું છે કે:

“ वृक्षान् छित्वा, पशुन् हत्वा, कृत्वा रुधिरकर्दमम् |

यधेवं गम्यते स्वर्गं नरके केन गम्यते || “ અર્થાત વૃક્ષોને કાપીને તથા પશુઓને મારીને લોહીનાં ખાબોચિયાં ભરીને જો સ્વર્ગે જવાતું હોય તો પછી નરકે કોણ જશે?

એટલે જે કાર્યો કે વિધિવિધાનોમાં સત્ય ન હોય તે ધર્મ નથી પણ અધર્મ છે. આવી જ રીતે જેમાં ન્યાય ન હોય તે પણ ધર્મ નથી. ન્યાય એટલે બન્ને પક્ષોને સાંભળી-સમજીને, પક્ષપાતરહિત થઈને જે ચુકાદો અપાય તે ન્યાય કહેવાય. માત્ર એક જ પક્ષને સાથે લઈને ખરા-ખોટાનો વિચાર કર્યા વિના જે ચુકાદો અપાય તે ન્યાય ન કહેવાય, પક્ષપાત જ કહેવાય. જેમ રમતોમાં એક રેફરી હોય છે, તે પક્ષપાત વિના જે યોગ્ય હોય તેના પક્ષમાં જીત-હારનો ફેંસલો આપતો હોય છે. તેનો ફેંસલો બન્ને પક્ષોને માન્ય હોય છે. તેથી તો રમતો ચાલી શકે છે. જો રેફરી એકપક્ષીય નિર્ણય લઈને પક્ષપાતભર્યો નિર્ણય આપે તોયે ન્યાય ન કહેવાય. આવા પક્ષપાતભર્યા નિર્ણયો આપનાર રેફરી લાંબો સમય રેફરી રહી શકે નહિ. રમતો પણ લાંબો સમય ચાલી શકે નહિ. આવા પક્ષપાત કરનારા રેફરી પોતાનું તથા રમતનું અને સાચા રમતવીરોનું અહિત કરનારા હોય છે, જેથી ત્રણેને હાનિ પહોંચાડીને વિનાશ જ નોતરતા હોય છે.

કેટલાક નિર્ણયોમાં સત્ય હોય, ન્યાય પણ હોય, પણ માનવતા ન હોય. માનો કે એક સ્ત્રીએ હત્યા કરી અને તેને ફાંસીની સજા થઈ. આ સત્ય અને ન્યાયની દ્રષ્ટિએ યોગ્ય જ કહેવાય. પણ તે સ્ત્રી સગર્ભા છે અને તેને બાળક થવાનું છે. આવી સ્ત્રીને ફાંસી આપવી એટલે પેલા ગર્ભસ્થ બાળકને પણ ફાંસી આપવા જેવું થયું. આ માનવતા ન કહેવાય. તે સ્ત્રીને સાંસી સિવાયની સજા આપી શકાય. આવી જ રીતે આવી કોઈ હત્યારી સ્ત્રીને ધાવણું બાળક હોય તો તેને ફાંસી ન અપાય. ધાવણા બાળકનો પણ વિચાર કરવો જોઈએ. તેને જન્મટીપની સજા આપી શકાય, જેમાં પેલું ધાવણું બાળક તેની સાથે રહી શકે. આ માનવતા છે. માનવતા વિનાનો ન્યાય જડતાભર્યો હોઈ શકે છે. એટલે જે નિર્ણયોમાં અને જે કાર્યોમાં સત્ય, ન્યાય અને માનવતા ત્રણે હશે તેને ધર્મ કહેવાશે. આવો ધર્મ વ્યક્તિ, પ્રજા તથા રાજ્યના સુખનું કારણ થઈ શકશે. આ ત્રણની સ્થાપનાનું નામ જ ધર્મસ્થાપના છે. પણ જેમાં અસત્ય, અન્યાય અને અમાનવતા હશે તેને અધર્મ કહેવાશે. પછી ભલે તેણે ધર્મનો આંચળો ઓઢ્યો હોય તોપણ તે અધર્મ જ હશે. ધર્મના નામે આવેલો અધર્મ ભારે હાનીકારક થઈ જાય છે, કારણ કે તેને દૂર કરી શકતો નથી. જે સીધો અને કોરો અધર્મ હોય તેને દૂર કરી શકાય છે, કારણ કે તેને શાસ્ત્ર અને શાસ્ત્રીઓની સહમતી હોતી નથી. ધર્મશાસ્ત્ર અને શાસ્ત્રીઓની સહમતિથી આવેલા અધર્મે કેટલાય લોકોને સદીઓ સુધી અસ્પૃશ્ય બનાવ્યા, કેટલીય સ્ત્રીઓને સદીઓ સુધી વૈધવ્યજીવન જીવવા મજબૂર કરી, કેટલીયે સ્ત્રીઓને સતી થવા મજબૂર કરી. આવું-આવું તો કેટલુંય થતું રહ્યું છે અને આજે પણ થઈ રહ્યું છે, કારણ કે અધર્મ, ધર્મના નામે લોકોમાં પ્રસ્થાપિત થયો હતો. આવા અધર્મમૂલક ધર્મથી કોઈનું ભલું થતું નથી. તે સુખનું નહિ પણ દુઃખનું મૂળ થઈ જાય છે, જયારે પૂરી પ્રજા વર્ષો સુધી દુઃખ ભોગવે તો સમજવું કે તે અધાર્મિક હશે અથવા ધર્મના નામે અધર્મને પાળતી હશે.

સુખનું મૂળ ધર્મ છે એવું જયારે ચાણક્ય કહે છે ત્યારે તેનો એક વ્યવહારિક અર્થ એ પણ થાય કે પ્રજા તથા શાસન કાયદો અને વ્યવસ્થાનું કડક રીતે પાલન કરતાં હશે. શાસનનો અર્થ જ ‘લો એન્ડ ઓર્ડર’ ની સ્થાપના થાય છે. આમાં બે શબ્દો છે – “કાયદો” અને “વ્યવસ્થા”.

પક્ષપાતી રાજા ન્યાયપૂર્વકનો સંતુલિત કાયદો બનાવતો નથી. તે એકતરફી પક્ષપાત કરે છે, જેથી બીજી તરફ અન્યાય થાય છે. આવો કાયદો જુલમ કરનારો બની જાય છે. ભારતમાં આઝાદી પછી કેટલાક કાયદાઓ એકતરફી થયા છે, જેમ કે ભાડાનો કાયદો, રહે તેનું ઘર. એક વાર કોઈને ભાડે આપ્યા પછી તમે ઘર ખાલી કરાવી ન શકો. કદાચ તે ભાડું ન ભરે તો દીવાની કોર્ટમાં ભાડું વસૂલ કરવા કેસ કરી શકો. વર્ષો પછી કદાચ તમારા પક્ષમાં જજમેન્ટ આવે તો ઠીક, નહિ તો અપીલ કરો અને આયુષ્ય પૂરું કરો. ભાડૂતે પોતાનું નવું ઘર રાખ્યું હોય. બીજી તરફ તમારે પોતાને રહેવા માટે ઘરની જરૂર હોય તોપણ તમે ખાલી ન કરાવી શકો. લાંબી કૉર્ટપ્રોસેસ કરીને થાકી જાઓ. આ એકપક્ષીય કાયદાનાં દુષ્પરિણામ એ આવ્યાં કે લોકો ઘરને ખાલી રાખે પણ ભાડે ન આપે. જેથી ઝુંપડપટ્ટીઓ ઊભી થાય ગઈ. ઘર ખાલી કરાવવા માટે વિશેષ ગુંડાલોકો તૈયાર થયા, જે વગર કોર્ટે તમારું ઘર ખાલી કરાવી આપે. પણ હા, નિશ્ચિત રકમ આપો તો. આના કારણે ગુંડાગર્દી અને અપરાધો વધ્યા. જો ભાડાનો કાયદો સંતુલિત હોત અર્થાત બન્ને પક્ષે સમાનતા રખાઈ હોય તો ન ઝૂપડપટ્ટી વધત, ન ઘર ખાલી કરાવી આપનારા ગુંડા વધત. બીજી તરફ લોકોએ ઘણાં મકાનો બનાવ્યાં હોત અને સરળતાથી ભાડે મળતાં હોત. મકાન તમારી સંપત્તિ છે. તમે ભાડે આપો અને ભાડું મેળવો એ તમારો હક્ક છે. નિશ્ચિત અવધિની નોટિસ આપીને તમે મકાન ખાલી કરાવો તેમાં કશું ખોટું નથી. ખોટું તો મકાન પચાવી પાડવું તે છે. જો કાયદો બન્ને પક્ષોને ધ્યાનમાં રાખીને બન્યો હોત તો લોકો પાસે વધારાની મૂડી મકાન-નિર્માણમાં લાગી હોત જેથી મકાનોનો રાષ્ટ્રીય પ્રશ્ન ઉકેલાઈ ગયો હોત. પણ એકપક્ષીય અન્યાયી કાયદાએ વ્યક્તિ અને રાષ્ટ્રના પ્રશ્નોને ગૂંચવી નાખ્યા જેથી પ્રજા મકાન વિના દુઃખી થઇ રહી છે.

આવી જ રીતે એટ્રોસીટી એક્ટ, ગણોતધારો, ઘરગથ્થું હિંસા જેવા બીજા કેટલાય કાયદાઓ એકપક્ષીય હોવાથી સુખી કરવાની જગ્યાએ દુઃખી જ વધારે કરે છે. એટલે કાયદો સંતુલિત – ન્યાયપૂર્ણ હોવો જોઈએ.

દુર્બળ રાજા કે દુર્બળ શાસક ઉત્તમ કાયદાઓનું પણ પાલન કરાવી શકતા નથી. કાયદાને લાગુ કરવા માટે પરાક્રમ જોઈએ. અપરાધીઓ જાણી-કરીને પકડાતા નથી અને કદાચ પકડાય તો અપરાધ સ્વીકારતા નથી. તેમને તત્કાલ પકડવા અને દંડ દેવો એ પરાક્રમ વિના થઇ શકે નહિ. એટલે શાસકવર્ગ પરાક્રમી હોવો જોઈએ. પોલીસો અને ન્યાયધીશો બન્ને પરાક્રમી હોય તો જ કાયદાનું પાલન કરાવી શકાય. નમાલા પોલીસો અને નમાલા ન્યાયધીશો અપરાધીઓ સાથે સમજૂતી કરીને ન્યાયને મારી નાખતા હોય છે. એટલે કાયદાનું પાલન કરાવનારો વર્ગ લોભી-લાલચી કે બીકણ ન હોવો જોઈએ. વીણીવીણીને આવી જગ્યાએ યોગ્ય માણસોને જ નિયુક્ત કરાય. જો ખોટા માણસોને ઊંચા પદો ઉપર ગોઠવી દેવાશે તો ઉત્તમ કાયદા હોવા છતાં પણ લાગુ ન કરી શકવાથી તૂટી પડશે. જેમ કે દારૂબંધીનો કાયદો ખોટો નથી, પણ તેનો અમલ થતો નથી. તેમાંથી જ હાનિ થઇ રહી છે. સરકારને રેવન્યુની હાનિ થઇ રહી છે. આવા ઘણાં સારા કાયદા હોય પણ પળાવી ન શકાય તો પ્રજાને સુખી ન કરી શકાય.

એમ કહી શકાય કે ધર્મ પ્રમાણે કાયદો બને અને ધર્મ પ્રમાણે પરાક્રમથી તેનું પાલન કરાવાય તો પ્રજા સુખી થાય. અહીં ધર્મ શબ્દનો અર્થ સંપ્રદાય કે મજહબ કરવાનો નથી. સાંપ્રદાયિક કે મજહબી કાયદા એકપક્ષીય હોય છે જે પ્રજાને વધુ દુઃખી કરતા હોય છે. અફઘાનિસ્તાન જેવા દેશોમાં કટ્ટર મજહબી કાયદા તાલીબાનોએ લાગુ કર્યા, જેથી લોકો, ખાસ કરીને સ્ત્રીઓ, દુઃખીદુઃખી થઇ ગયાં. એટલે ધર્મ શબ્દનો અર્થ સંપ્રદાય કે મજહબ કરવાનો નહિ, પણ સત્ય-ન્યાય અને માનવતાલક્ષી ધર્મ એવો કરવાનો.

જૂન 1, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | , | Leave a comment