Books For You

Grow Outward, Grow Inword

“સુખના ટાપુ” મુંબઈની વિચિત્ર મૂળગાથા (મુંબઈનો ઈતિહાસ અને ઉત્ક્રાંતિ )


૨૪ x ૭ = મુંબઈ

અમૃત ગંગર

“સુખના ટાપુ” મુંબઈની વિચિત્ર મૂળગાથા  (મુંબઈનો ઈતિહાસ અને ઉત્ક્રાંતિ )


વધુ વિગત માટે અહી ક્લિક કરો
મુંબઈની વિકાસગાથા થોડી વિચિત્ર છે.સામાન્ય રીતે કોઈ પણ શહેરનો વિકાસ કોઈ એક સ્થળ કે લોકેશનથી થાય છે. પણ મુંબઈ એક મકાનમાંથી વૃદ્ધિ પામ્યું હતું .એ મકાનનું નામ હતું મનોર હાઉસ .અને તેને કદાચ ગાર્સિયા દ ઓર્તા નામના વનસ્પતીશાસ્ત્રીએ બાંધ્યું હશે એવું અનુમાન કરાય છે.ગાર્સિયા દ ઓર્તા મેડીકલ દાકતર પણ હતા. તેમણે પોર્ટુગીઝ માલિકો પાસેથી બોમ્બાઈમ (Bombaim) ટાપુ લીઝ ઉપર લીધો હતો .પોર્ટુગીઝો મુંબઈ ટાપુને બોમ બાહિયા (Bom bahia)

કે સારો ઉપસાગર કહેતા હતા ગાઢ વૃક્ષો અને વિશાળ બગીચાથી ઘેરાયેલું મનોર હાઉસ બોમ બાહિયાના પશ્ચિમ કાંઠે આવેલું હતું .ગાર્સિયા દ ઓર્તાએ પોતાના વનસ્પતીશાસ્ત્રીના અભ્યાસ માટે એવું વાતાવરણ પસંદ કર્યું હશે.

અમૃત ગંગરનું આ ‘૨૪ x ૭ = મુંબઈ’ પુસ્તક એ રીતે અત્યંત રોમાંચક છે.અહીં જાણે ત્રણ સદી પહેલાંના માણસનોય શ્વાસ ધબકે છે. તે સ્વયં જાણે તેની મથામણને અને મુંબઈની ચાહનાને બયાન કરે છે.મુંબઈને ઓળખવાની મથામણ કરવી એટલે આખા સમુદ્રનાં જળ ડહોળવા.અમૃત ગંગર પાસે અનેક કમાલ દ્રષ્ટિનો સમન્વય છે અને તેથી મુંબઈ વિશે તેઓ એ  રીતે આલેખન કરી શક્યા છે કે દેશના આ શહેરને સમજવામાં રોમાંચકતા અનુભવાશે અને વિશ્વના શહેરમાં મુંબઈની તાસીરને પામશે . આ ગ્રંથની અપૂર્વતા આપોઆપ સિદ્ધ છે.

મુંબઈના અલગ અલગ નામો :

  1. મમ્માઈ
  2. મન્બાઈ
  3. મયામ્બુ
  4. મોમ્બાઈમ
  5. મોમ્બાયં
  6. બોઆ બાઈમ
  7. બોઆ વિડા
  8. બોમ બાહિયા
  9. બોમ્બાઈમ
  10. બોમ્બેઈમ
  11. બોમ્બે યે
  12. બૂન બે
  13. બમ્બઈ
  14. સ્લમ્બે
  15. બોમ્બે
  16. મુંબઈ
  17. મુમ્બાઈ
  18. મોંભઈ
    ( મુંબઇસમાચારની ગુરુવારીય કટાર -“ડીપ ફોકસ” માં પ્રગટ થયેલ લેખોનો સંગ્રહ )
Advertisements

જુલાઇ 10, 2011 - Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | , ,

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: