Books For You

Grow Outward, Grow Inword

સમૃદ્ધિના નિયમો -Gujarati Translation of The Rules of Wealth


સમૃદ્ધિના નિયમો

રિચાર્ડ ટેંપલર

ધ રૂલ્સ ઓફ લાઈફના આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલિંગ લેખક

( Gujarati Translation of The Rules of Wealth by Richard Templar )

સમૃદ્ધિ માટેની અંગત અચાર – સંહિતા પૈસો -દુનિયાના ચક્રને એ ગતિમાન રાખે છે.ખાનગીમાં આપણે બધા જ માનીએ છીએ કે એ આપણને સુખી કરી શકે. છેવટે તો, શું એ મહાન વાત નથી કે તમારી પાસે એટલો પૈસો હોય કે તમારે કોઈ ચિંતા ન કરવી પડે ? તમારા સપનાનું ઘર કે કાર ખરીદવા માટે પુરતો પૈસો અથવા એટલા પૈસા હોય કે તમે કેટલો ખર્ચ કરો છો એની ફિકર ન કરવી પડે .તો સમૃદ્ધ લોકો ધનવાન કઈ રીતે બને છે ? શું એમનું નસીબ બળવાન છે ? કે પછી તેઓ એવું કશુક જાણે છે જે આપણે નથી જાણતા ?

હા, એવું જ છે તેઓ સમૃદ્ધિના નિયમો જાણે છે.

‘સમૃદ્ધિના નિયમો’ માં વર્તણૂકો, મનોવૃતિઓ, જીવનશૈલીઓ અને તમે વધારે ધનવાન, વધારે સુખી અને વધારે સમૃદ્ધ બનો એ માટેની નાણાંકીય કાર્યકુશળતાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

પૈસા બાબતે એક સરસ વાત એ છે કે પૈસો કોઈ ભેદભાવ રાખતો નથી.તમારો રંગ કયો છે,જાતિ કઈ છે, વર્ગ કયો છે,તમારા માં-બાપે શું કર્યું કે પછી તમારા પોતાના માટે તમે શું વિચારો છો- આ બધાની પૈસો કોઈ ચિંતા કરતો નથી .એક એક દિવસ કોરી સ્લેટ સાથે આરંભાય છે.જેથી કરીને તમે ગઈકાલે ગમે તે કર્યું હોય પણ આજની શરૂઆત તદ્દન નવેસરથી કરી શકો છો. તમારે જેટલું જોઈએ તેટલું મેળવવા માટે તમારી પાસે બીજાઓ જેટલા જ અધિકારો અને તકો ઉપલબ્ધ છે જ . -કોઈ પણ માણસ શ્રીમંત બની શકે છે – તમારે માત્ર તમારી જાતને એમાં જોડવાની છે.બાકીના બધા જ નિયમો એ જોડાણ માટેના છે.

ધ રૂલ્સ ઓફ લાઈફ

BUY THE BOOK

Advertisements

ડિસેમ્બર 19, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો, વિશ્વ સાહિત્ય | , , | Leave a comment

હિટલરની આત્મકથા ‘Mein Kampf’ નો ગુજરાતી ભાવાનુવાદ


‘Mein Kampf’ Gujarati Translation

મારો સંઘર્ષ – એડોલ્ફ હિટલર

હિટલરની આત્મકથા ‘Mein Kampf’ નો ગુજરાતી ભાવાનુવાદ

અનુવાદ: ડો.બી.ડી.ઠાકર

મારી આ આત્મકથા અપરિચિતો માટે જ નહીં, પરંતુ આંદોલનો સાથે સંકળાયેલા સૌ સહાનુભૂતિશીલ અનુયાયીઓ માટે પણ છે. આ અનુયાયીઓના સમગ્ર મનહ્રદય આની સાથે ખૂબ ઊંડાણથી જોડાયેલા છે. અને તે સૌની ઇચ્છા આ આંદોલનની ગંભીરતાપૂર્વક જાણકારી મેળવવાની છે હું બરાબર જાણું છું કે ભાષણની જેટલી અસર પડે છે તેટલો પ્રભાવ લેખનનો નથી પડતો. કદાચ આજ કારણે બધા જ આંદોલનોનું સંચાલન લેખકોએ નહીં, પણ વક્તાઓએ સંભાળ્યુ હતું . પરંતુ તે સાથે આ સત્યનેય નકારી શકાતું નથી કે દરેક સિદ્ધાંતને કઠોર વાસ્તવની ભૂમિ પર પ્રસ્થાપિત કરવો તથા તેના પ્રચાર-પ્રસાર માટે તેને લિપિબદ્ધ કરવો પણ એટલો જ આવશ્યક છે.
——
એડોલ્ફ હિટલર
વિશ્વના ઈતિહાસમાં અનેક મહત્વાકાંક્ષી વ્યક્તિઓના ઉલ્લેખો મળે છે આ સૌ વ્યક્તિઓએ પોતાની ચોક્કસ અભિલાષાઓ પૂરી કરવા માટે વિશ્વસમ્રાટ બનવાના સપના સેવ્યાં .આ લોકોએ માત્ર સપના જ જોયા નહીં, પણ તે સપનાને સાકાર કરવા માટે વિષમ સંઘર્ષ પણ વેઠ્યો. પરંતુ કમભાગ્ય ! આજ સુધી એવી એક પણ વ્યક્તિનું અસ્તિત્વ પ્રકાશમાં નથી આવ્યું કે જેણે પોતાની મંજિલની નજીક પહોંચતાં
પહોંચતાં તો તેમનો સમગ્ર જીવનસંગ્રામ એક જ ઝાટકામાં ઉદ્દેશહીન બની ગયો અને તે સૌ ઈતિહાસમાં ઉદાહરણ બનીને જ રહી ગયા. આવી જ એક મહત્વકાંક્ષી વ્યક્તિનો જન્મ જર્મનીમાં થયો. આ વ્યક્તિ વિષમ સંજોગો સામે ઝુઝ્તો ઝુઝ્તો અંતે જર્મનીનો તાનાશાહ બન્યો અને માનવતાનો શત્રુ કહેવાયો. એ મહાન હસતી હતી ‘ એડોલ્ફ હિટલર ‘

શું ખરેખર વાસ્તવમાં હિટલર માનવતાનો દુશ્મન હતો ખરો ? પ્રસ્તુત પુસ્તક ‘મારો સંઘર્ષ’ ( ‘માઈન કામ્ફ’) એડોલ્ફ હિટલરની આત્મકથાના કેટલાક અંશોનો સરળ ગુજરાતી ભવાનુવાદ છે.આ ભાવાનુંવાદના વાંચનથી ઉપરના પ્રશ્નનો વાચકોને અચૂક જવાબ મળી રહેશે .


ડિસેમ્બર 15, 2011 Posted by | વિશ્વ સાહિત્ય | , , , | 2 ટિપ્પણીઓ

ચિકન સૂપ ફોર ધ સોલ -ઈન્ડિયન મધર


Chicken Soup For The Indian Mother Soul ( Gujarati Translation)

ચિકન સૂપ ફોર ધ સોલ -ઈન્ડિયન મધર

માતૃત્વની ભાવનાને ઉજાગર કરતી અને હૃદયના દ્વાર ખોલી નાખતી એકસો એક ટૂંકી વાર્તાઓ

જેક કેન્ફીલ્ડ* માર્ક વિક્ટર હાન્સેન* રક્ષા ભારડિયા

સાચે જ કંઇક એવું છે માતૃત્વમાં, જે એક સામાન્ય સ્ત્રીને અસાધારણ વ્યક્તિ બનાવે છે.’ ચિકન  સૂપ ફોર ધ સોલ: ભારતીય માં’ એ અસાધારણ માતૃત્વને અંજલી આપે છે.
જેમાં એક નિષ્ણાત, દયાળુ, પોષણ આપનાર, માર્ગદર્શક, કુશળ રસોઈ કરનાર અને સલાહકાર સમાયેલા છે. સ્ત્રીઓ એમના અત્યંત અંગત પ્રશ્નો અહીં વર્ણવે છે, ગર્ભ ધારણ કરવાના, બાળકને લગભગ ગુમાવી બેસવાના , ચમત્કારોના સાક્ષી બનવાના અને દાદીમાં-નાનીમા થવાના મોભાને માન અપાવવાના, હિંમત, સમર્પણ અને ભક્તિની વાર્તાઓ આ પુસ્તકમાં રજુ કરવામાં આવી છે, જે માતૃત્વના વાત્સલ્યને, લોકોના હૃદયમાં અને જીવનમાં સ્પર્શ કરે છે.અને સાચવી રાખે છે.

                   TO BUY THIS BOOK PLEASE CLICK ON FOLLOWING LINK

www.booksforyou.co.in


ડિસેમ્બર 4, 2011 Posted by | વિશ્વ સાહિત્ય | , , | Leave a comment