Books For You

Grow Outward, Grow Inword

“ના” કહેતાં શીખો


“ના” કહેતાં શીખો

રેણું  શરણ
જો તમને ના કહેવામાં તકલીફ પડતી હોય, તો પછી તમારો મહત્તમ સમય બીજા એવા કામો કરવામાં ખર્ચાઈ જશે જે તમે હકીકતે નથી કરવા માંગતા . આ પરિસ્થિતિ જો ચાલુ રહે , તો વ્યક્તિની અંદર ઘૂઘવાટ અને હતાશાની ભાવના વધતી જાય છે .તેને પરિણામે મિત્રતા અને સંબંધોમાં કડવાશ પણ આવી શકે છે .
આ પુસ્તકમાં ના કહેવાની  કળાની ઝીણવટથી જાણકારી આપવામાં આવી છે . તેમાં એવા અચૂક ઉપાયો બતાવવામાં આવ્યા છે જેને દૈનિક જીવનમાં અપનાવી કોઈ પણ વ્યક્તિ ના કહેવાની કળામાં  પારંગત બની શકે છે .અને પોતાનું જીવન ખુશહાલ બનાવી શકે છે .
જયારે તમે અસહમત હોવ અથવા જયારે તમારી મરજી ન હોય ત્યારે ….

·         બોસની બિનજરૂરી ઈચ્છાઓ

·         કાર્યસ્થળ પર અનુચિત વ્યવહાર

·         સયુંકત પરિવારોમાં સ્વાર્થની ટક્કર

·         મિત્રો-સગાસંબંધીઓની અનુચિત માંગણીઓ

·         સમય અને ક્ષમતા કરતા વધારે કાર્યની માંગણી

આવી તમામ પરિસ્થતિઓથી છુટકારો મેળવવાની કળા શીખવાડતું પુસ્તક

 

ફેબ્રુવારી 4, 2014 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | , | Leave a comment

સમૃદ્ધિના નિયમો -Gujarati Translation of The Rules of Wealth


સમૃદ્ધિના નિયમો

રિચાર્ડ ટેંપલર

ધ રૂલ્સ ઓફ લાઈફના આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલિંગ લેખક

( Gujarati Translation of The Rules of Wealth by Richard Templar )

સમૃદ્ધિ માટેની અંગત અચાર – સંહિતા પૈસો -દુનિયાના ચક્રને એ ગતિમાન રાખે છે.ખાનગીમાં આપણે બધા જ માનીએ છીએ કે એ આપણને સુખી કરી શકે. છેવટે તો, શું એ મહાન વાત નથી કે તમારી પાસે એટલો પૈસો હોય કે તમારે કોઈ ચિંતા ન કરવી પડે ? તમારા સપનાનું ઘર કે કાર ખરીદવા માટે પુરતો પૈસો અથવા એટલા પૈસા હોય કે તમે કેટલો ખર્ચ કરો છો એની ફિકર ન કરવી પડે .તો સમૃદ્ધ લોકો ધનવાન કઈ રીતે બને છે ? શું એમનું નસીબ બળવાન છે ? કે પછી તેઓ એવું કશુક જાણે છે જે આપણે નથી જાણતા ?

હા, એવું જ છે તેઓ સમૃદ્ધિના નિયમો જાણે છે.

‘સમૃદ્ધિના નિયમો’ માં વર્તણૂકો, મનોવૃતિઓ, જીવનશૈલીઓ અને તમે વધારે ધનવાન, વધારે સુખી અને વધારે સમૃદ્ધ બનો એ માટેની નાણાંકીય કાર્યકુશળતાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

પૈસા બાબતે એક સરસ વાત એ છે કે પૈસો કોઈ ભેદભાવ રાખતો નથી.તમારો રંગ કયો છે,જાતિ કઈ છે, વર્ગ કયો છે,તમારા માં-બાપે શું કર્યું કે પછી તમારા પોતાના માટે તમે શું વિચારો છો- આ બધાની પૈસો કોઈ ચિંતા કરતો નથી .એક એક દિવસ કોરી સ્લેટ સાથે આરંભાય છે.જેથી કરીને તમે ગઈકાલે ગમે તે કર્યું હોય પણ આજની શરૂઆત તદ્દન નવેસરથી કરી શકો છો. તમારે જેટલું જોઈએ તેટલું મેળવવા માટે તમારી પાસે બીજાઓ જેટલા જ અધિકારો અને તકો ઉપલબ્ધ છે જ . -કોઈ પણ માણસ શ્રીમંત બની શકે છે – તમારે માત્ર તમારી જાતને એમાં જોડવાની છે.બાકીના બધા જ નિયમો એ જોડાણ માટેના છે.

ધ રૂલ્સ ઓફ લાઈફ

BUY THE BOOK

ડિસેમ્બર 19, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો, વિશ્વ સાહિત્ય | , , | Leave a comment

“હું મઝામાં છું” જીવનમંત્ર -વિકટ સમયમાંથી બહાર કેવી રીતે આવવું


“હું મઝામાં છું” જીવનમંત્ર -વિકટ સમયમાંથી બહાર કેવી રીતે આવવું

રયુહો ઓકાવા (મહાન જાપાની ગુરૂ ) -Ryuho Okawa

“I’M FINE” SPIRIT Now in Gujarati

અનુવાદ: ડો.હંસાબેન મો.પટેલ

પ્રસ્તુત પુસ્તકમાં જીવન સાફલ્યની સામગ્રી આપેલી છે. વિશ્વમાં વસતા બધાજ માણસો એનો ઉપયોગ કરી શકે તેમ છે સરળ ભાષામાં લખાયેલું આ પુસ્તક, જીવનને સુખને રસ્તે કેમ દોરી જવું એની સૂચનાઓ પૂરી પાડે છે.આ આધુનિક બાઈબલ, આધુનિક સુત્રો, જીવન વિશેનો અભ્યાસ અને જીવનને ઉધર્વ માર્ગે લઇ જવા માટે, ધાર્મિક અને જાતિગત મર્યાદાઓમાંથી ઉપર લઇ જાય છે.

નીતિશાસ્ત્રના શિક્ષણ માટેના પાઠ્યપુસ્તકની પૂર્તિ રૂપે આ પુસ્તકનો ઉપયોગ કરવાથી મને ખાત્રી છે કે વિદ્યાર્થીઓના ચારિત્ર્યને સુધારવા માટે તથા શૈક્ષણિક વિકાસ કરવામાં તેમને મદદરૂપ થશે.કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓને કેળવણી આપવાના કાર્યક્રમમાં પણ ઉપયોગ થઇ શકે: અને કંપનીઓની સુધારણા કરવામાં એની નોંધપાત્ર અસર પડશે. ચાલો આપણે સૌ હકારાત્મક બની એવા માનવી બનવા પ્રયત્ન કરીએ, જે બધો સમય સ્મિત કરતા રહે, અને જયારે તેઓ કહે કે ” હું કુશળ છું ” ત્યારે ખરેખર સાર્થક હોય . આ પુસ્તક “આઈ એમ ફાઈન” સ્પિરિટ એ કોફી બ્રેક અને ટી ટાઇમ શીર્ષકવાળા પુસ્તકોમાંનું એક છે.

આજ સર્જકનું અન્ય પુસ્તક : મન જે માને ન હાર

VISIT SITE

નવેમ્બર 26, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | , , | Leave a comment

ભારતની આવતીકાલ -નવી સદી માટેના ખ્યાલો


ભારતની આવતીકાલ

નવી સદી માટેના ખ્યાલો

નંદન નીલેકણી

GUJARATI TRANSLATION OF “IMAGING INDIA”

૧૯૦૦ના દાયકાની શરૂઆતથી ભારતમાં જબરજસ્ત સામાજિક, રાજકીય અને સંસ્કૃતિક બદલાવો આવ્યાં છે.દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ ભારત અનેક વિવિધતાઓથી પણ ભરપુર છે.તેનું અર્થતંત્ર સૌથી વધુ ઝડપથી વિકસી રહ્યું છે.અને એટલે જ આઝાદીના ૬૦ વર્ષો બાદ ભારતની ગણના ઉભરતા ‘સુપર પાવર’ તરીકે થઇ રહી છે..

થોડામાં ઘણું કહી જતા આ પુસ્તકમાં આ દેશના જ એક કુશળ અને ક્રિયાશીલ વ્યક્તિએ આધુનિક ભારતને ઘાટ આપતા મુખ્ય વિચારને પોતાની રીતે તપાસ્યો છે.

નંદન નીલેકણી જેઓ ઇન્ફોસીસના સહસ્થાપક છે અને જેઓ ભારતની વિકાસગાથામાં ચાવીરૂપ વ્યક્તિ છે.

નેશનલ બેસ્ટસેલર આ પુસ્તક દરેક વિદ્યાર્થીએ તથા તમામ યુવાનોએ અચૂક વાંચવા જેવું પુસ્તક .

VISIT SITE

નવેમ્બર 24, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | , , , | Leave a comment

જીવનમાં હાસ્ય અને હાસ્યમાં જીવન શ્રેણી -Shahbuddin Rathod Books


Shahbuddin Rathod Books

વાહ દોસ્ત વાહ  – અમે મહેફિલ  જમાવી છે – સબસે ઊંચી પ્રેમસગાઇ

વાહ દોસ્ત વાહ

શાહબુદ્દીન રાઠોડ
 

 

 

 

અમે મહેફિલ  જમાવી છે

શાહબુદ્દીન રાઠોડ

 

 

 

                            સબસે ઊંચી પ્રેમસગાઇ

શાહબુદ્દીન રાઠોડ

 

 

 

 

જીવનમાં હાસ્ય અને હાસ્યમાં જીવન શ્રેણી

જે રીતે માં પોતાના બાળકને હસતાં-હસાવતાં દવાનો ઘૂંટ પીવડાવી દે એટલી સહજતાથી શાહબુદ્દીનભાઈ પોતાના વાચકને આગવી હાસ્યશૈલીમાં જીવનની ખટમધુરી અનુભૂતિઓનું રસપાન કરાવતા રહ્યા છે.તેમનું હાસ્ય દરેકને અનાયાસ હસાવી દે તેવું સહજ છે.તેમણે પ્રત્યેક માણસમાં ઈશ્વરને જોયો છે.માર્મિક હાસ્ય પેદા કરવામાં બીરબલ અને જ્યોતીન્દ્ર દવે પછી તેમનું નામ અચૂક લેવું પડે.

હાસ્યને જીવનદર્શનની હાઇટ આપી હોવાને કારણે પ્રત્યેક વાચકના એ ગમતીલા હાસ્યકાર છે. અનુભવની વ્યાખ્યા આપતાં એ કહે છે : સંપતિ મેળવવામાં સ્વાસ્થ્યનો ભોગ આપવો પડે છે,પછી સ્વાસ્થ્ય પાછું મેળવવા સંપતિનો ભોગ આપવો પડે છે.બંનેમાંથી કંઈ નથી રહેતું ત્યારે જે વધે છે તે અનુભવ કહેવામાં આવે છે.

આ પુસ્તક દરેક વાચકને,શાહબુદ્દીનભાઈ સાથે સીધો સંવાદ સાંધી આપી,જિંદગીના ઝંઝાવાતમાં બે ઘડી હળવાશનો શ્વાસ ભરતો કરી દઈ, જિંદગી જીવવાની પ્રેરણા આપશે એમાં શંકાને સ્થાન નથી.

 

જીવનમાં હાસ્ય અને હાસ્યમાં જીવન શ્રેણી -અન્ય પુસ્તકો

  • અમે મહેફિલ જમાવી છે.
  • સબસે ઊંચી પ્રેમસગાઇ
  • વાહ દોસ્ત વાહ

નવેમ્બર 6, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | , , , , | Leave a comment

અંતિમ પ્રયાણ : પંચાવન નામાંકિત વ્યક્તિઓના જીવનની અંતિમ પળોનું નિરૂપણ


અંતિમ પ્રયાણ : પંચાવન નામાંકિત વ્યક્તિઓના જીવનની અંતિમ પળોનું નિરૂપણ

એમ.વી .કામથ

 

અનુવાદક : કાલિન્દી રાંદેરી

વિલિયમ શેકસપિયર, આલ્બર્ટ આઈન્સટાઇન,મહાત્મા ગાંધી,સ્વામી વિવેકાનંદ સહીત પંચાવન નામાંકિત વ્યક્તિઓના જીવનની અંતિમ પળોનું રસપ્રદ અને ચિંતનાત્મક નિરૂપણ

www.booksforyou.co.in

ઓક્ટોબર 4, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | , , , | Leave a comment

બિઝનેસ funda : ગતિને પ્રગતિમાં અને તકને તકદીરમાં ફેરવવાનો મંત્ર


બિઝનેસ  funda : ગતિને પ્રગતિમાં અને તકને તકદીરમાં ફેરવવાનો મંત્ર

એન.રઘુરામન


અદ્દભુત સફળતા માટેના સરળ નિયમો

આજનો યુગ માહિતીનો યુગ છે, પણ એ માહિતી મેળવવા માટે દરેક ક્ષેત્રનું જ્ઞાન હોવું અનિવાર્ય છે.
માહિતી અને જ્ઞાન એ કોઈ પણ બિઝનેસના બે ફેફસાં છે .બિઝનેસ નાનો હોય કે મોટો એને અપડેટ
રાખવા માટે માહિતી અને એના વિકાસશીલ ગ્રાફને સતત વધતો રાખવા માટે જ્ઞાન મહત્વનો ભાગ
ભજવે છે.બજારની નાડ પારખી સફળ પરિણામના ઉજળાં ભવિષ્યનો અંદાજ કેવી રીતે મેળવવો એનો
પાઠ આ પુસ્તકમાંથી શીખવા મળે છે. એ જ બિઝનેસ ટકાઉ, પરિણામલક્ષી અને ફળદાયી બની શકે .

જેના પાયામાં ‘બિઝનેસ FUNDA’ હોય.તો શું છે આ ‘બિઝનેસ FUNDA’? જુઓ, આ પુસ્તકમાં…….

ગતિને પ્રગતિમાં અને તકને તકદીરમાં ફેરવવાનો મંત્ર એટલે જ ‘બિઝનેસ FUNDA’

જિંદગી જીવવી એ આર્ટ હોય , તો મેનેજમેન્ટ અને બિઝનેસને કઈ રીતે ‘લાઈવ’ રાખવા એ ફાઈન આર્ટ છે. આવું, આર્ટ અને ફાઈન આર્ટનું ઝીણું ઝીણું નકશીકામ આપને આ પુસ્તકના પાને પાને જોવા મળશે.

એન.રઘુરામન એક એવું નામ છે, જેમને પોતાના ઝીણવટભર્યા અવલોકન અને સુક્ષ્મ વિવેક દ્વારા
કોર્પોરેટ તેમ જ નોન-
કોર્પોરેટ ક્ષેત્રે ‘દીવાદાંડી’ નું કાર્ય કર્યું છે. થોડામાં ઘણું કહેવાની કળા, એ લેખકની
વિશેષતા છે.

આ જ શ્રેણીમાં…….

મેનેજમેન્ટ FUNDA
જિંદગીના
FUNDA

http://www.booksforyou.co.in

Price Rs.125/-

સપ્ટેમ્બર 27, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | , , | Leave a comment

મનદુરસ્તી – ‘દિવ્ય ભાસ્કર’ માં પ્રગટ થયેલ લોકપ્રિય કોલમ


મનદુરસ્તી – ‘દિવ્ય ભાસ્કર’ માં પ્રગટ થયેલ લોકપ્રિય કોલમ

 

ડો. પ્રશાંત ભીમાણી
‘મનદુરસ્તી’ એક એવું ‘સેલ્ફ હેલ્પ’ પુસ્તક છે, જેમાં તમે તમારી જાતની કે તમારા આસપાસના લોકોની રોજ-બરોજની સાયકોલોજીકલ સમસ્યાઓના ઉપાયોની વાત સમજી, જાણી અને માણી શકશો .
આપણને કેવા માનસિક પ્રશ્નો કે વર્તનની સમસ્યાઓ હોય તે વિશેની છણાવટ ડો. પ્રશાંત ભીમાણી એમની આગવી શૈલીમાં રજુ કરે છે. આ પુસ્તકમાં સાયકોલોજીકલ  અને સોશિયલ, રોજિંદી અથવા સીઝનલ સમસ્યાઓના હાથવગા (મનવગા ) ઉપાયો સૂચવેલ છે. રસાળ શૈલીનું આ પુસ્તક એક ‘બિહેવિયરલ હેન્ડબુક ‘ છે.
‘દિવ્ય ભાસ્કર’ માં પ્રગટ થયેલ લોકપ્રિય કોલમ ‘મનદુરસ્તી’ ના સિલેક્ટેડ આર્ટીકલ્સ હવે પુસ્તક સ્વરૂપે

 

Title : Mandurasti
Author : Dr.Prashant Bhimani
Edition : 2011
Price : INR.200.00
Available At www.booksforyou.co.in

ઓગસ્ટ 15, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | , , , , | Leave a comment

મહામાનવ શ્રીકૃષ્ણ – શ્રીકૃષ્ણનું એકમાત્ર સંપૂર્ણ જીવનચરિત્ર


મહામાનવ શ્રીકૃષ્ણ – શ્રીકૃષ્ણનું એકમાત્ર સંપૂર્ણ જીવનચરિત્ર
  • જ્યોત્સના તન્ના
  • નગીનદાસ સંઘવી

જગતની અનેક ભાષાઓમાં શ્રીકૃષ્ણની જીવનકથા, લીલા,ચરિત્ર અને પરાક્રમગાથા રજૂ કરનાર સંખ્યાબંધ ગ્રંથો અનેક સદીઓથી લખતા રહ્યા છે અને હજુ પણ લખાતા રહેશે . છેલ્લા પચાસેક વરસમાં ગુજરાતના અનેક સમર્થ અને ખ્યાતમાન સાહિત્યકારોએ આધુનિક સંદર્ભમાં કૃષ્ણજીવન અંગેની નિરૂપણ કરનાર ચરિત્રગ્રંથો લખવા માંડ્યા છે. કમનસીબે આ ચરિત્રગ્રંથોમાં કૃષ્ણજીવન અંગેની પ્રાચીન પરંપરાઓની રજૂઆત કે અર્થઘટન કરવાને બદલે આ શબ્દ્સ્વામીઓએ પોતપોતાની કલ્પનાના ગુબ્બારા ઉડાવ્યા છે. પ્રાચીન પરંપરામાં ન હોય તેવા કાલ્પનિક પ્રસંગો, પાત્રો અને સંવાદોનું ઉમેરણ કર્યું છે. આવા એક ચરિત્રલેખક કાલીયદમનનો પ્રસંગ સમજાવવા માટે કૃષ્ણને મદારી બનાવી દીધા છે.આવા ઉમેરણોનું સાહિત્યિક મૂલ્ય તો જે હોય તે ખરું, પણ આવા નિરૂપણના કારણે પ્રાચીન પરંપરાઓ સ્પષ્ટ થવાને બદલે ઉલટી દુષિત થઇ રહી છે.

                    હજાર વરસ અગાઉના ગ્રંથોમાં વેરણછેરણ પથરાયેલી પરંપરાની કણિકાઓને એકઠી કરીને સુગ્રથિત સ્વરૂપે રજૂ કરવી અને તેમાંથી હિન્દુઓના પરમ શ્રદ્ધાપુરુષ શ્રીકૃષ્ણના માનવસ્વરૂપની જે છબી ઊપસે તેને ઝીલવાનો એક નમ્રપ્રયાસ અહીં કરવામાં આવ્યો છે.

Title : Mahamanav Shree Krushna
Author : Dr.Jyotsna Tanna * Nagindas Sanghvi
Edition : 2010
Price : INR.200.00
Available At www.booksforyou.co.in

ઓગસ્ટ 3, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | , , , , | Leave a comment

શક્યતાની ક્ષિતિજ :માણસના મન ઉપરના લેખો નો સંગ્રહ


શક્યતાની ક્ષિતિજ :માણસના મન ઉપરના લેખો નો સંગ્રહ

હરેશ ધોળકિયા

વ્યક્તિ એટલે મન. મોટા ભાગનાનું મન બિનતાલીમી છે. માટે ગૂંચવાયેલું છે. તે સમસ્યાઓ સર્જે છે. વિચારો અસ્પષ્ટ થાય છે. લાગણીઓ આવેશમાં ફેરવાય છે. જાગૃતિ ધૂંધળી બને છે. મન’ગ્રંથીઓ’ થી ગ્રસ્ત થાય છે. જીવનનો આનંદ નથી ભોગવી શકાતો,તે માટે જવાબદાર છીએ કેવળ ‘ આપણે’! પણ મનને કેળવી શકાય છે. વિચારો અને ભાવનાઓને સ્વસ્થ કરી શકાય છે.

કેળવાયેલું મન ધાર્યું કરી શકે છે. તેની શક્તિ અનંતગણી વધી જાય છે. સ્વસ્થ મન જીવનને આનંદ અને સોંદર્યથી છલકાવી નાખે છે.

સામાન્ય,અસ્પષ્ટ, ધૂંધળા મનને સજ્જ કરી સ્વસ્થ અને સફળ વ્યક્તિત્વ કેળવવાના વિચારો પીરસતું આ પુસ્તક છે. તે મનની પ્રજ્ઞા તરફની યાત્રા કરાવે છે. શાંતિ,પ્રેમ અને આનંદ ઇચ્છનાર માટે અનિવાર્ય વાંચન !

હરેશ ધોળકિયા
ન્યુ મિન્ટ રોડ , પેરીસ બેકરી પાસે,
ભુજ-કચ્છ (૩૭૦૦૦૧)
ફોન: (૦૨૮૩૨) ૨૨૭૯૪૬

પુસ્તક પ્રાપ્તિસ્થાન :
ઓનલાઈન બુકસ્ટોર
બુક્સ ફોર યુ.

કિંમત : રૂ.૧૦૦/-
પૃષ્ઠ :૧૪૪

વિશેષ ના ગણી શકાય તેવી સુચના :

આ બ્લોગ ઉપર આપેલ તમામ માહિતી કોપી પેસ્ટ કરવાની સંપૂર્ણ આઝાદી છે. કારણકે અમે ‘ગમતાનો ગુલાલ’ કરવામાં માનીએ છીએ .

જુલાઇ 25, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | , , | Leave a comment