Books For You

Grow Outward, Grow Inword

સમૃદ્ધિના નિયમો -Gujarati Translation of The Rules of Wealth


સમૃદ્ધિના નિયમો

રિચાર્ડ ટેંપલર

ધ રૂલ્સ ઓફ લાઈફના આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલિંગ લેખક

( Gujarati Translation of The Rules of Wealth by Richard Templar )

સમૃદ્ધિ માટેની અંગત અચાર – સંહિતા પૈસો -દુનિયાના ચક્રને એ ગતિમાન રાખે છે.ખાનગીમાં આપણે બધા જ માનીએ છીએ કે એ આપણને સુખી કરી શકે. છેવટે તો, શું એ મહાન વાત નથી કે તમારી પાસે એટલો પૈસો હોય કે તમારે કોઈ ચિંતા ન કરવી પડે ? તમારા સપનાનું ઘર કે કાર ખરીદવા માટે પુરતો પૈસો અથવા એટલા પૈસા હોય કે તમે કેટલો ખર્ચ કરો છો એની ફિકર ન કરવી પડે .તો સમૃદ્ધ લોકો ધનવાન કઈ રીતે બને છે ? શું એમનું નસીબ બળવાન છે ? કે પછી તેઓ એવું કશુક જાણે છે જે આપણે નથી જાણતા ?

હા, એવું જ છે તેઓ સમૃદ્ધિના નિયમો જાણે છે.

‘સમૃદ્ધિના નિયમો’ માં વર્તણૂકો, મનોવૃતિઓ, જીવનશૈલીઓ અને તમે વધારે ધનવાન, વધારે સુખી અને વધારે સમૃદ્ધ બનો એ માટેની નાણાંકીય કાર્યકુશળતાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

પૈસા બાબતે એક સરસ વાત એ છે કે પૈસો કોઈ ભેદભાવ રાખતો નથી.તમારો રંગ કયો છે,જાતિ કઈ છે, વર્ગ કયો છે,તમારા માં-બાપે શું કર્યું કે પછી તમારા પોતાના માટે તમે શું વિચારો છો- આ બધાની પૈસો કોઈ ચિંતા કરતો નથી .એક એક દિવસ કોરી સ્લેટ સાથે આરંભાય છે.જેથી કરીને તમે ગઈકાલે ગમે તે કર્યું હોય પણ આજની શરૂઆત તદ્દન નવેસરથી કરી શકો છો. તમારે જેટલું જોઈએ તેટલું મેળવવા માટે તમારી પાસે બીજાઓ જેટલા જ અધિકારો અને તકો ઉપલબ્ધ છે જ . -કોઈ પણ માણસ શ્રીમંત બની શકે છે – તમારે માત્ર તમારી જાતને એમાં જોડવાની છે.બાકીના બધા જ નિયમો એ જોડાણ માટેના છે.

ધ રૂલ્સ ઓફ લાઈફ

BUY THE BOOK

ડિસેમ્બર 19, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો, વિશ્વ સાહિત્ય | , , | Leave a comment

હિટલરની આત્મકથા ‘Mein Kampf’ નો ગુજરાતી ભાવાનુવાદ


‘Mein Kampf’ Gujarati Translation

મારો સંઘર્ષ – એડોલ્ફ હિટલર

હિટલરની આત્મકથા ‘Mein Kampf’ નો ગુજરાતી ભાવાનુવાદ

અનુવાદ: ડો.બી.ડી.ઠાકર

મારી આ આત્મકથા અપરિચિતો માટે જ નહીં, પરંતુ આંદોલનો સાથે સંકળાયેલા સૌ સહાનુભૂતિશીલ અનુયાયીઓ માટે પણ છે. આ અનુયાયીઓના સમગ્ર મનહ્રદય આની સાથે ખૂબ ઊંડાણથી જોડાયેલા છે. અને તે સૌની ઇચ્છા આ આંદોલનની ગંભીરતાપૂર્વક જાણકારી મેળવવાની છે હું બરાબર જાણું છું કે ભાષણની જેટલી અસર પડે છે તેટલો પ્રભાવ લેખનનો નથી પડતો. કદાચ આજ કારણે બધા જ આંદોલનોનું સંચાલન લેખકોએ નહીં, પણ વક્તાઓએ સંભાળ્યુ હતું . પરંતુ તે સાથે આ સત્યનેય નકારી શકાતું નથી કે દરેક સિદ્ધાંતને કઠોર વાસ્તવની ભૂમિ પર પ્રસ્થાપિત કરવો તથા તેના પ્રચાર-પ્રસાર માટે તેને લિપિબદ્ધ કરવો પણ એટલો જ આવશ્યક છે.
——
એડોલ્ફ હિટલર
વિશ્વના ઈતિહાસમાં અનેક મહત્વાકાંક્ષી વ્યક્તિઓના ઉલ્લેખો મળે છે આ સૌ વ્યક્તિઓએ પોતાની ચોક્કસ અભિલાષાઓ પૂરી કરવા માટે વિશ્વસમ્રાટ બનવાના સપના સેવ્યાં .આ લોકોએ માત્ર સપના જ જોયા નહીં, પણ તે સપનાને સાકાર કરવા માટે વિષમ સંઘર્ષ પણ વેઠ્યો. પરંતુ કમભાગ્ય ! આજ સુધી એવી એક પણ વ્યક્તિનું અસ્તિત્વ પ્રકાશમાં નથી આવ્યું કે જેણે પોતાની મંજિલની નજીક પહોંચતાં
પહોંચતાં તો તેમનો સમગ્ર જીવનસંગ્રામ એક જ ઝાટકામાં ઉદ્દેશહીન બની ગયો અને તે સૌ ઈતિહાસમાં ઉદાહરણ બનીને જ રહી ગયા. આવી જ એક મહત્વકાંક્ષી વ્યક્તિનો જન્મ જર્મનીમાં થયો. આ વ્યક્તિ વિષમ સંજોગો સામે ઝુઝ્તો ઝુઝ્તો અંતે જર્મનીનો તાનાશાહ બન્યો અને માનવતાનો શત્રુ કહેવાયો. એ મહાન હસતી હતી ‘ એડોલ્ફ હિટલર ‘

શું ખરેખર વાસ્તવમાં હિટલર માનવતાનો દુશ્મન હતો ખરો ? પ્રસ્તુત પુસ્તક ‘મારો સંઘર્ષ’ ( ‘માઈન કામ્ફ’) એડોલ્ફ હિટલરની આત્મકથાના કેટલાક અંશોનો સરળ ગુજરાતી ભવાનુવાદ છે.આ ભાવાનુંવાદના વાંચનથી ઉપરના પ્રશ્નનો વાચકોને અચૂક જવાબ મળી રહેશે .


ડિસેમ્બર 15, 2011 Posted by | વિશ્વ સાહિત્ય | , , , | 2 ટિપ્પણીઓ

ચિકન સૂપ ફોર ધ સોલ -ઈન્ડિયન મધર


Chicken Soup For The Indian Mother Soul ( Gujarati Translation)

ચિકન સૂપ ફોર ધ સોલ -ઈન્ડિયન મધર

માતૃત્વની ભાવનાને ઉજાગર કરતી અને હૃદયના દ્વાર ખોલી નાખતી એકસો એક ટૂંકી વાર્તાઓ

જેક કેન્ફીલ્ડ* માર્ક વિક્ટર હાન્સેન* રક્ષા ભારડિયા

સાચે જ કંઇક એવું છે માતૃત્વમાં, જે એક સામાન્ય સ્ત્રીને અસાધારણ વ્યક્તિ બનાવે છે.’ ચિકન  સૂપ ફોર ધ સોલ: ભારતીય માં’ એ અસાધારણ માતૃત્વને અંજલી આપે છે.
જેમાં એક નિષ્ણાત, દયાળુ, પોષણ આપનાર, માર્ગદર્શક, કુશળ રસોઈ કરનાર અને સલાહકાર સમાયેલા છે. સ્ત્રીઓ એમના અત્યંત અંગત પ્રશ્નો અહીં વર્ણવે છે, ગર્ભ ધારણ કરવાના, બાળકને લગભગ ગુમાવી બેસવાના , ચમત્કારોના સાક્ષી બનવાના અને દાદીમાં-નાનીમા થવાના મોભાને માન અપાવવાના, હિંમત, સમર્પણ અને ભક્તિની વાર્તાઓ આ પુસ્તકમાં રજુ કરવામાં આવી છે, જે માતૃત્વના વાત્સલ્યને, લોકોના હૃદયમાં અને જીવનમાં સ્પર્શ કરે છે.અને સાચવી રાખે છે.

                   TO BUY THIS BOOK PLEASE CLICK ON FOLLOWING LINK

www.booksforyou.co.in


ડિસેમ્બર 4, 2011 Posted by | વિશ્વ સાહિત્ય | , , | Leave a comment

Surely You Are Joking Mr. Feynman (Gujarati Translation) એક નટખટ જિનિયસનાં પરાક્રમો


શ્યોરલી યુ આર જોકિંગ મિ. ફેયનમેન

Richard Feynman

Surely You Are Joking Mr. Feynman (Gujarati Translation)

ભાવાનુવાદ : લલિત લાડ

એક નટખટ જિનિયસનાં પરાક્રમો

સાયન્સમાં રસ ધરાવતા તમામ યુવાનોએ અચૂક વાંચવા જેવું પુસ્તક .

VISIT SITE

એક નટખટ પ્રોફેસરના સંખ્યાબંધ રમૂજી અનુભવો અને થોડાં ગંભીર નિરીક્ષણો ….

તેમના પોતાના શબ્દોમાં.

રિચર્ડ ફેયનમેન નોબેલ પ્રાઇઝ વિજેતા હતા (ફિઝિક્સ ,૧૯૫૬). તે દુનિયાના શ્રેષ્ઠતમ ફિઝિસ્ટોમાંના એક હતા .પરંતુ તેમની જિંદગી અનેક નટખટ પરાક્રમોથી ભરપૂર હતી. તે જિનિયસ હોવા ઉપરાંત એક કલાકાર હતા, સેફ્નાં તાળાં ખોલનાર બાજીગર અને અચ્છા નાટકબાજ હતા.કોઈ માણસની જિંદગીમાં આટઆટલી અદભુત અને ગમ્મતભરી ઘટનાઓ બની શકે એ માન્યામાં ન આવે તેવું છે.

ન્યુયોર્ક ટાઈમ્સ બેસ્ટસેલર

નવેમ્બર 6, 2011 Posted by | વિશ્વ સાહિત્ય | , , , | Leave a comment

આકર્ષણનો સિધ્ધાંત -તમારે જે જોઈએ તેને આકર્ષવાનું વિજ્ઞાન


આકર્ષણનો સિધ્ધાંત

માઈકલ જે. લોસિઅર

રજૂઆત : રાજીવ ભલાણી

www.booksforyou.co.in

વિશ્વ પ્રસિદ્ધ પુસ્તક ‘ Law of Attraction’ નો અધિકૃત અનુવાદ

તમારે જે જોઈએ તેને આકર્ષવાનું વિજ્ઞાન

તમે આકર્ષણના સિદ્ધાંતનો અનુભવ તો કરો જ છો, હવે એનો સાચો ચમત્કાર જુઓ.

તમને કદાચ ખ્યાલ નહી હોય, પરંતુ એક જબરજસ્ત શક્તિ તમારી જિંદગીમાં કામ કરી રહી છે.એ છે આકર્ષણનો સિધ્ધાંત અને અત્યારે એ તમારી જિંદગીમાં લોકોને,કામને સંજોગોને અને સબંધોને આકર્ષવાનું કામ કરી રહ્યો છે. જો કે આમાંનું ઘણું સારું ન પણ હોઈ શકે ! જો તમારા જીવનમાં કરુણ ઘટનાઓ બન્યા જ કરતી હોય તો આ પુસ્તક વાંચવાનો આ શ્રેષ્ઠ સમય છે.

આ પુસ્તક તમને શીખવશે કે આકર્ષણના સિદ્ધાંતને કેવી રીતે વાપરવો જેથી તમે જિંદગીમાં જે નથી જોઈતું તેને દુર કરી શકો અને એવી વસ્તુ આકર્ષી શકો જે તમને સુખ.શક્તિ અને સમૃદ્ધિ આપે .

જુઓ, નીચેની બાબતો માટે આકર્ષણના સિદ્ધાંતનો ઉપયોગ કરવો કેટલો સરળ છે.!

 • તમારે જે નથી જોઈતું તેને તમારી તરફ આકર્ષવાનું બંધ કરવા માટે
 • તમારી જિંદગીમાં સમૃદ્ધિ અને સંપતિ વધારવા માટે
 • તમારા માટે આદર્શ જીવનસાથી અને આદર્શ સંબંધોને આકર્ષવા માટે
 • તમારા વ્યવસાય અને ગ્રાહકો વાદહ્રવા માટે
 • તમારી આદર્શ કારકિર્દીના ઘડતર માટે

‘કેટલાક પુસ્તકો તમારી જિંદગીબદલી નાખે તેવાં હોય છે. આકર્ષણનો સિધ્ધાંત એમાંનું એક પુસ્તક છે. જયારે તમે સમજશો કે આકર્ષણનો સિધ્ધાંત કેવી રીતે કામ કરે છે અને ખરેખર જોશો કે તકો,પ્રેરણા,ધન અને લોકોનો પ્રવાહ તમારી જિંદગીમાં શરૂ થઇ ચુક્યો છે ત્યારે તમે બધાને આ પુસ્તક વિષે કહેતા ફરશો.’ – કેરોલ એડ્રીનો

Law of Attraction [Gujarati Translation]

સપ્ટેમ્બર 23, 2011 Posted by | વિશ્વ સાહિત્ય | , , , , | Leave a comment

Rainbow at Noon-an English translation of a Gujarati novel, Agantuk,


Rainbow at Noon

Dhiruben Patel

(Translated from the Gujarati by Raj Supe)

Rainbow at Noon by Dhiruben Patel is an English translation of a Gujarati novel, Agantuk, which had won the Sahitya Akademi Award.

A timeless journey to self-realisation.. By Sahitya Akademi Award winning author, Dhiruben Patel When a sannyasi turns his back on worldly life, he is said to have transcended the trammels of mundane existence. But what of the sannyasi who turns his back on renuciation itself? Rainbow at Noon describes the life of shan, who is able to navigate his soul out of the world and back into it, only to realize the place for the self is in the self. Here is the story of a sannyasi who returns to his home in Mumbai and how he is treated by the world. It is a brilliant account of the inner turmoil of every man who wishes to rise above himself. Lucidity and succinctness characterise Raj Supe’s translation of Dhiruben’s original Gujarati. The lay reader is quickly drawn into the story of ishan and his family and is easily able to assimilate what could otherwise have been abstruse and profound text. Rainbow at Noon can be read over and over again without losing its novelty, as new layers reveal themselves. It is like a little jewel that retains its lustre forever.

About the Author

Dhiruben Patel (b.1926, is a versatile Gujarati writer who has been aware of her calling as writer who has been aware of her calling as a writer since childhood. Over the years she has worked as a professor, editor and social worker but her main interest has remained embedded in her writing. Dhiruben has published fifty books in Gujarati, including novels, short stories, plays, translations and books for children. She has also written various film scripts for adults as well as for children. Her Kitchen Poems, her film Bhavni Bhavai and her Sahitya Academy Award winning novel Agantuk (translated into English in this book), deserve special mention. recipient of several awards and medals, Dhiruben was also President of the Gujarati Sahitya Parishad – the oldest and most president of the Gujarati Sahitya Parishad – the oldest and most prestigious Gujarati literary body in the world.

ઓગસ્ટ 7, 2011 Posted by | વિશ્વ સાહિત્ય | , , | Leave a comment

ધ કાઈટ રનર (Gujarati Translation of ‘The Kite Runner’)


ધ કાઈટ રનર (Gujarati Translation of ‘The Kite Runner’)

ખાલીદ હુસેની

(A Novel )  ૨૦૦૬,૨૦૦૭ અને ૨૦૦૮ માં પેંગ્વિન/ઓરેન્જ રીડર્સ ગ્રુપ પ્રાઈઝ વિજેતા અને હવે એક ભવ્ય ફિલ્મ પણ બની ચૂકી છે.
૧૯૭૦ ના દસકાનું અફઘાનિસ્તાન : બાર વર્ષનો આમીર સ્થાનિક પતંગસ્પર્ધા જીતવા મરણીયો બન્યો છે અને એનો વફાદાર મિત્ર હસન તેને મદદ કરવાનું વચન આપે છે. પણ બંનેમાંથી એકેય મિત્ર નથી જાણતા કે એ બપોરે હસન સાથે શું બનવાનું છે. એક એવી ઘટના જે તેમના જીવનને છિન્ન ભિન્ન કરી નાખે છે. રશીયનોના હુમલા પછી આમિરના કુટુંબને અમેરિકા પલાયન થવાની ફરજ પડે છે. અમેરિકામાં આમિરને પ્રતીતિ થાય છે કે એક દિવસ તેણે તાલીબાન સત્તા હેઠળના અફઘાનિસ્તાન પાછા ફરવું પડશે એ જોવા કે નવી દુનિયા તેને એક ચીજ આપી શકે તેમ નથી: મુક્તિ
  A friend in need is a friend indeed. સાચો મિત્ર કોને કહેવો ? જે આપણાં મનની વાત સમજી શકે ? જે મુસીબતના સમયે પડખે ઉભો રહે તેને ? જે સુખદુ:ખમાં સહભાગી બને તેને ? એક મિત્ર તરીકે આમીર આ બધી બાબતોમાં ઊણો ઉતરે છે. ઉલટું મિત્રને છેહ આપે છે.દગો છલકપટ અને કાયરતા એ આમીરની મિત્રતાના લક્ષણો છે. એના દુર્ગુણો એને સતત ડંખ્યા કરે છે.એને એના દુષ્કૃત્યોમાંથી મુક્તિ મેળવવી છે.એને એના કામોનો પારાવાર પસ્તાવો છે.પણ માત્ર પસ્તાવો કરવાથી દુષ્કૃત્યો માફ થાય ખરાં? હમેશાં વિપરીત સંજોગોમાંથી નાસ્તો રહેલો આમીર એ કિંમત ચૂકવી શકશે ખરો ? આમીરની એ જ મનોમંથનની કથા છે ‘ધ કાઈટ રનર’

Price Rs.250/-

Publication Date : 29th June 2011

Available At :www.booksforyou.co.in

જૂન 29, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો, વિશ્વ સાહિત્ય | , , , | Leave a comment

મેન આર ફ્રોમ માર્સ, વિમન આર ફ્રોમ વિનસ -જ્હોન ગ્રે


મેન આર ફ્રોમ માર્સ, વિમન આર ફ્રોમ વિનસ

જ્હોન ગ્રે

અનુવાદ : સુધા મેહતા

Gujarati Translation of ‘Men Are From Mars, Women Are From Venus’
By John Grey

સ્ત્રી-પુરુષ સંબંધો ઉપર લખાયેલ સૌથી પ્રખ્યાત પુસ્તક

જ્હોન ગ્રે રચિત પુસ્તક ‘મેન આર ફ્રોમ માર્સ, વિમન આર ફ્રોમ વિનસ’ દ્વારા હજારો દંપતીઓ પોતાના સંબંધોમાં મૂળભૂત પરિવર્તન લાવી શક્યા છે. આજે એક આધુનિક શિષ્ટ ગ્રંથ તરીકે ગણના પામેલું આ પુસ્તક એક વિલક્ષણ રચના છે જેને પરિણામે સ્ત્રી અને પુરુષ એ સમજી શક્યા છે કે તેઓ ખરેખર કેટલાં ભિન્ન છે. અને પોતાની જરૂરિયાતોનો સંદેશો સામી જાતિની વ્યક્તિને કઈ રીતે પહોચાડવો જેથી સંઘર્ષ પેદા ન થાય અને નજ્દીકીને વધારવા માટે પૂરતી તકો મળતી રહે .

આ પુસ્તક તમને સમજાવશે કે કઈ રીતે –

 • સ્ત્રી-પુરુષના સંબંધો પ્રેમભર્યા અને ટકાઉ બનાવવા
 • સામી વ્યક્તિનો મૂડ ઓળખવો અને તેમાં કઈ રીતે અસરકારક પ્રતિભાવ આપવો
 • પાછળ પડ્યા વિના કે બળજબરી કાર્ય વિના પણ પોતાને જોઈએ તે મેળવવું
 • મુશ્કેલ લાગણીઓને વહેંચવી
 • દલીલબાજીની પીડા ટાળવી
 • પોતાના સાથીદાર,સહકાર્યકર્તાઓ કે મિત્રો ને પહેલાં કરતાં વધુ સારી રીતે સમજવા

મે 6, 2011 Posted by | વિશ્વ સાહિત્ય | , , , | Leave a comment

એક અનોખી શાળા , એક ક્રાંતિકારી વિચાર : સમરહિલ


સમરહિલ


એ.એસ. નિલ

Gujarati Translation of ‘Summerhill’ by A.S.Neill

Click Here

ગુજરાતી અનુવાદ : અમી નાણાવટી હાથી , અલ્કેશ રાવલ , માયા સોની, સંજીવ શાહ ,ક્ષમા કટારીયા

એક અનોખી શાળા , એક ક્રાંતિકારી વિચાર : સમરહિલ

જરા કલ્પના કરો કે શું આવી શાળા હોઈ શકે ખરી ?

 • જ્યાં બાળકોને વર્ગમાં જવું ફરજીયાત ન હોય
 • જ્યાં બાળકો જે કરવું હોય તે કરવા સ્વતંત્ર હોય
 • જ્યાં બાળકો પર કોઈ પણ જાતની શિસ્ત  થોપાતી ન હોય
 • જ્યાં બાળકો જાતે જ સૌ માટે શાળાના નિયમો બનાવતા હોય
 • અને જ્યાં નિયમો તોડનારનો દંડ પણ બાળકો જાતે જ નક્કી કરતા હોય

માનો યા ન માનો, વિશ્વમાં આવી શાળા અસ્તિત્વ ધરાવે છે , જેનું નામ છે સમરહિલ. એ.એસ. નિલ દ્વારા સ્થાપિત આ શાળા યુ.કે. લંડન શહેરની નજીક ઈ.સ.૧૯૨૧ ના વર્ષથી કાર્યરત છે . કોઈ પણ મહાન વિચાર અમલમાં મુકાય ત્યારે તેના સ્વીકાર પહેલાં તેને અવગણના, હાંસી અને વિરોધના તબક્કાઓમાંથી પસાર થવું રહે છે .સમરહિલ આ સઘળાં તબક્કાઓમાંથી પસાર થયેલ એક ફિલસુફી અને એક શાળાની વાત છે .

આજે સમરહિલ શાળાને કેળવણીના ક્ષેત્રે થયેલા એક સફળ ,અનોખા અને ક્રાંતિકારી પ્રયોગ તરીકે સ્થાન મળ્યું છે આ શાળાની ફિલસુફીથી પ્રભાવિત થઇ વિશ્વભરમાંથી લોકો પોતાના બાળકોને આ શાળામાં અભ્યાસ કરવા દાખલ કરે છે .

આ પુસ્તક કેવળ શાળા વિશે નથી . એ ફક્ત બાળકોની કેળવણી વિશે પણ નથી. તે આપણને આપણાં સૌના બાળપણને તપાસવા મજબૂર કરે છે . તે આપણને શિક્ષકોની અને વાલીઓની ભૂમિકાએ તો ઘણું શીખવે જ છે , પરંતુ તે આપણાં પોતાના જીવનમાં આપણે કેટલા મુક્ત અને ખુશ છીએ તે માટે પણ આત્મચિંતન કરવા પ્રેરે છે.

એ.એસ. નિલની પદ્ધતિ બાળકનાં ઉછેર માટેનો ક્રાંતિકારી અભિગમ છે. તેમનું આ પુસ્તક એટલા માટે બેહદ મહત્વનું છે , કારણકે તે ભયમુક્ત શિક્ષણના સાચા સિદ્ધાંતોનું પ્રતિનિધિત્વ કરે છે. તમામ ગુનાઓ , તમામ નફરત , તમામ યુદ્ધોનું મૂળ છેવટે નાખુશી પર આવીને અટકી જાય છે. નાખુશી કઈ રીતે ઉદભવે છે, કઈ રીતે એ મનુષ્ય જીવનને ખતમ કરી નાખે છે , અને બાળકોને એવી કઈ રીતે ઉછેરવામાં આવે જેથી આટલી નાખુશી કદી પણ તેમનામાં ઊભી થાય નહિ તે દર્શાવવાનો આ પુસ્તકનો પ્રયાસ છે.

આ બધાં કરતા વધુ , આ પુસ્તક એ એક જગ્યાની – સમરહિલની વાર્તા છે , જ્યાં બાળકોમાં દેખાતી નાખુશીનો ઉપચાર કરવામાં આવે છે અને , વધુ અગત્યનું એ છે કે જ્યાં બાળકોને આનંદભર્યા વાતાવરણમાં ઉછેરવામાં આવે છે.

એપ્રિલ 25, 2011 Posted by | વિશ્વ સાહિત્ય | , , , | 1 ટીકા

રેજ ઓફ એન્જલસ -સિડની શેલ્ડન


રેજ ઓફ એન્જલસ

સિડની શેલ્ડન

Gujarati Translation of ‘Rage of Angels’- Sidney Sheldon
વિશ્વના શ્રેષ્ઠ રહસ્યકથાકાર જેમના પુસ્તકોની ૩૦ કરોડ કરતાં વધારે નકલો વેચાઈ ચૂકી છે.
જેનીફર પાર્કર પોતાની વકીલાતની કારકિર્દીમાં આગળ વધી રહેલી સુંદર અને તેજસ્વી યુવતી છે. મેનહટ્ટનના   District Attorney ની ઓફિસમાં જોડાયાના ચોવીસ કલાકની અંદર એક માફિયા શાહ્ઝાદાના કારણે જેનીફરની કારકિર્દી જોખમમાં મુકાઈ જાય છે.માઈકલ મોરેટ્ટી સોહામણો અને માથાભારે માફિયા છે. પોતાનું સામ્રાજ્ય વિસ્તારવા તે કોઈ પણ હદ વટાવવા તૈયાર છે. તેના માર્ગમાં આવનારનું કાસળ કાઢતા તેને વાર નહિ લાગે …. પછી ભલે તે સુંદર હોય કે મહત્વાકાંક્ષી .

આમ શરુ થાય છે સ્ફ્રુતિથી તરબતર બે ખેલંદાઓની જકડી રાખનારી કહાની જેઓ દુનિયાના શ્રેષ્ઠ શહેરમાં અંતિમ સત્તા માટે સંઘર્ષ કરે છે.
આ ખતરનાક યુદ્ધમાં નફરત કરતાં પ્રેમ વધારે ઘાતક સાબિત થાય છે.

એપ્રિલ 14, 2011 Posted by | વિશ્વ સાહિત્ય | , | Leave a comment