Books For You

Grow Outward, Grow Inword

ભારતની આવતીકાલ -નવી સદી માટેના ખ્યાલો


ભારતની આવતીકાલ

નવી સદી માટેના ખ્યાલો

નંદન નીલેકણી

GUJARATI TRANSLATION OF “IMAGING INDIA”

૧૯૦૦ના દાયકાની શરૂઆતથી ભારતમાં જબરજસ્ત સામાજિક, રાજકીય અને સંસ્કૃતિક બદલાવો આવ્યાં છે.દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ ભારત અનેક વિવિધતાઓથી પણ ભરપુર છે.તેનું અર્થતંત્ર સૌથી વધુ ઝડપથી વિકસી રહ્યું છે.અને એટલે જ આઝાદીના ૬૦ વર્ષો બાદ ભારતની ગણના ઉભરતા ‘સુપર પાવર’ તરીકે થઇ રહી છે..

થોડામાં ઘણું કહી જતા આ પુસ્તકમાં આ દેશના જ એક કુશળ અને ક્રિયાશીલ વ્યક્તિએ આધુનિક ભારતને ઘાટ આપતા મુખ્ય વિચારને પોતાની રીતે તપાસ્યો છે.

નંદન નીલેકણી જેઓ ઇન્ફોસીસના સહસ્થાપક છે અને જેઓ ભારતની વિકાસગાથામાં ચાવીરૂપ વ્યક્તિ છે.

નેશનલ બેસ્ટસેલર આ પુસ્તક દરેક વિદ્યાર્થીએ તથા તમામ યુવાનોએ અચૂક વાંચવા જેવું પુસ્તક .

VISIT SITE

Advertisements

નવેમ્બર 24, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | , , , | Leave a comment

ડિજીટલ કિંગ સ્ટીવ જોબ્સ : ટેકનોલોજીના બેતાજ બાદશાહની પ્રેરક ગાથા


ડિજીટલ કિંગ સ્ટીવ જોબ્સ :

ટેકનોલોજીના બેતાજ બાદશાહની પ્રેરક ગાથા

www.booksforyou.co.in

મેક કોમ્પ્યુટર,આઈપોડ, આઈફોન અઈપેડથી ઈતિહાસ રચનાર જીનીઅસ સ્ટીવ જોબ્સની થ્રીલર જેવી જીવનકથા સૌ પ્રથમવાર ગુજરાતીમાં – જેમાં છે તેના જીવનના વિવિધ રંગો:

ગજવામાં બસ્સો પાંચસો ડોલર લઇ જગત આખાને સર કરવા નીકળેલા ૧૯ વર્ષના છોકરડા પાસે માસ્ટર પ્લાન શું હોય ? સ્ટીવ પાસે તો બસ સ્વપ્નો હતાં અને એ સ્વપ્નો સાકાર કરવા માટેનું બેમિસાલ ઝનૂન હંતુ. આ સ્વપ્નો, આ ઝનૂન સિવાય તેની પાસે બીજું હતું પણ શું? શું તે સારો એડમિનિસ્ટ્રેટર હતો ? આવા કઈ કેટલાયે સવાલોના જવાબ વાચકોએ સ્વયં આ નાનું પુસ્તક વાંચીને જ મેળવવાના છે .

આમ છતાં જીવનમાં કયારેય પણ હતાશ થઇ જાવ, સમય -સંજોગ અને સ્વજનો સાથ ન આપતા હોય તેવું લાગે ,તમે ઠોકર ખાધી હોય, પડી ગયા હોય,સફળતા મળતી જ ના હોય ત્યારે આ પુસ્તક એકવાર જરૂરથી વાંચી જજો .અમને ખાતરી છે કે સ્ટીવની કથા તમારા તનમનમાં ધગધગતાં અંગાર જેવી ઉર્જા ભરી દેશે.

મે 29, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | , , , | 1 ટીકા

ડાયાબિટીસ માટે ૨૦૧ ટિપ્સ : ડાયાબિટીસના રોગીઓ માટે મૂલ્યવાન માર્ગદર્શન


ડાયાબિટીસ માટે ૨૦૧ ટિપ્સ : ડાયાબિટીસના રોગીઓ માટે મૂલ્યવાન માર્ગદર્શન

ડો. બિમલ છાજેર

www.booksforyou.co.in

આધુનિક સમયમાં ડાયાબિટીસ એક સામાન્ય રોગ બની ગયો છે. સમગ્ર વિશ્વ અને ભારતમાં ડાયાબિટીસના રોગીઓની સંખ્યા અતિશય ઝડપે વધી રહી છે.આ રોગ ઉધાયની જેમ રોગીના શરીરને ખોખલું કરી નાખે છે. તે કિડનીને નિષ્ફળ બનાવે છે.ઉપરાંત હૃદયરોગ,મૂર્છાવસ્થા અને ગેન્ગ્રીન જેવી પરિસ્થિતિ પણ આ જ રોગનું પરિણામ છે. આમ તો ડાયાબિટીસનો કોઈ કાયમી ઈલાજ કે સારવાર નથી, પરંતુ વ્યક્તિગત જીવનશૈલીમાં બદલાવ ,જાગૃતિ અને ખાવાપીવાની આદતોમાં સુધારાઓ મારફતે આ રોગને નિયંત્રણ હેઠળ લાવી શકાય છે . જો આ રોગ આગળ વધી જાય ,અનિયંત્રિત થાય તો પણ દવાઓ ઇન્સ્યુલીન તેમ જ જીવનશૈલીમાં ફેરફાર દ્વારા રોગ પર કાબૂ મેળવી શકાય છે.

સ્વાસ્થ્ય તરફ બેકાળજી અને માહિતીનો અભાવ જ ડાયાબિટીસના મુખ્ય કારણ છે .ડાયાબિટીસના અનેક રોગીઓ ડાયાબિટીસના કારણ અને તેમાંથી મુક્તિ મેળવવાના ઉપાય વિશે જાણકારી ધરાવતા નથી. આ પુસ્તકમાં એ દરેક માહિતી આપને મળશે જે તમારે જાણવી અતિ અનિવાર્ય છે.

 

Price Rs. 100.00

 

મે 4, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | , , , | Leave a comment

ચાલો , એક સત્કાર્ય કરીએ…..


ચાલો , એક સત્કાર્ય કરીએ…..
કોઈપણ પ્રસંગે અપાતી ભેટ એક વણકહ્યો સંદેશ લઈને આવે છે: ‘હું તને ચાહું છું.હું તારો શુભેચ્છક છું.આજના પ્રસંગે તને યાદ કરવા જેટલું મારે મન તારું મહત્વ છે.’

ભેટનું આ જ સાચું મૂલ્ય છે, નહીં કે તેની સ્થૂળ કિમંત . એમાં પણ એ ભેટ જીવનપર્યંત સાચવી શકાય એવી હોય ; મન, હૃદય અને મસ્તિષ્કને શાતા આપનારી હોય ;એકલતામાં સાથી બની રહે તેમ હોય અને માનસિક ઊંચાઇ વધારનારી હોય તો તેનું મૂલ્ય અનેકગણું વધી જાય છે. આવી ભેટ એટલે પુસ્તક. ચાલો , સહુને વાંચતા કરીએ . પુસ્તક ભેટ આપવાની પ્રથા પાડીને પ્રજ્ઞા પારમિતાની આરાધના કરીએ . જ્ઞાનની મશાલ એક હાથમાંથી બીજા હાથમાં પહોચતી જશે, અજ્ઞાનનું તિમિર હરાતું જશે. અંતે પ્રગટશે યજ્ઞવેદીની જ્વાળા…..

સઘળું થશે ઝળાહળા…..

-ભાર્ગવી દોશી

 

 

માર્ચ 21, 2011 Posted by | ઝરુખો | , | Leave a comment