Books For You

Grow Outward, Grow Inword

ચિંગારી જે જિંદગી બદલી નાખે


ચિંગારી જે જિંદગી બદલી નાખે

પી.એસ.રાઠોર

‘Discover the Power Within’ પુસ્તકનો ગુજરાતી અનુવાદ
ચિંગારી, જે જિંદગી બદલી નાખે (‘Discover the Power Within’ )ન્યુરો લિગિવસ્ટિક પ્રોગ્રામિંગના પ્રયોગ પર આધારિત છે. આજે પ્રત્યેક વ્યક્તિ પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રૂપથી કોર્પોરેટ જગત સાથે જોડાયેલો છે.આ પુસ્તકમાં Strategic Management પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. આ પુસ્તક તમને અંગત અને વ્યવસાયિક જિંદગી બનેમાં સફળતા પ્રાપ્ત કરવામાં પૂર્ણ રૂપે સમર્થ છે.
આ પુસ્તકમાં Strategy, NLP,Hypnosis અને Neurology નું મિશ્રણ પ્રસ્તુત કર્યું છે. આમાં મેં ભારતીય ગ્રંથ ‘શિવ સુત્ર’ ની મદદ લીધેલ છે.આ તમને પ્રત્યેક વ્યક્તિની અંદર જોવાની અંતદ્રષ્ટિ પ્રદાન કરશે. અને વર્તમાન ગતિશીલ કોર્પોરેટ વાતાવરણમાં ટકી રહેવા યોગ્ય બનાવશે.

આ પુસ્તકને વાંચીને તમે વ્યવસાયને સારી રીતે સમજી શકો છો.પોતાના વ્યવસાય અને વર્તમાન પરિસ્થિતિઓ અને સ્વયંને સમજી શકો છો. આ પુસ્તક તમારી જિંદગી માટે એક ચિંગારી છે, જે તમારી જિંદગીને પૂર્ણ રૂપે પ્રકાશ પ્રદાન કરશે અને તમને  પારસ પત્થરની જેમ હંમેશા ચમક્વવાળા અદ્દભુત પ્રાણીમાં બદલી દેશે.

About The Author:
પી.એસ.રાઠોર વિશ્વવિખ્યાત Peak Performance Specialist Corporate & Motivational ગુરૂ છે. એમણે કેલીફોર્નીયા માં એન્થોની રોબિન્સ પાસેથી NLP નું વ્યવહારિક જ્ઞાન પ્રાપ્ત કર્યું છે.
Advertisements

જુલાઇ 14, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | , | Leave a comment

માઇન્ડ પાવર Instant !


માઇન્ડ પાવર Instant !

રાજીવ ભલાણી

મનને કેળવો, જોઈએ તે મેળવો .તમારી જિંદગી બદલાઈ શકે તેમ છે.

તમારે જે જોઈએ છે એ તમે ખરેખર મેળવવા ઈચ્છતા હો તો નવેસરથી વિચારવાનો સમય હવે પાકી ગયો છે. જે પદ્ધતિથી તમે અત્યાર સુધી કામ કરતા રહ્યા છો એ જ પદ્ધતિથી કામ કરવાનું ચાલુ રાખશો તો એ જ પરિણામો મળશે કે જે અત્યાર સુધી મળતા રહ્યા છે. પદ્ધતિ બદલ્યા વગર પરિણામ નહી જ બદલાય નવી પદ્ધતિ અપનાવવી જ પડશે .આ પુસ્તક તમને એ નવી પદ્ધતિની માહિતી આપવા માટે જ લખાયું છે.

તમારી અંદર પણ એ જ પાવર છે કે જે આ દુનિયાના તમામ સફળ,સુખી અને મહાન લોકો પાસે છે. આ પાવર એટલે તમારો માઇન્ડ પાવર.નિષ્ફળ લોકો જેનો ઉપયોગ કરવાનો ચુકી ગયા હોય છે, એ છે માઇન્ડ પાવર અને જેને સહારે તમે જિંદગી જીતી શકો તેમ છો,માઇન્ડ પાવરથી અસંભવ લાગતી અનેક બાબતો સંભવબને છે.

www.booksforyou.co.in

જુલાઇ 12, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | , | Leave a comment

ભાગ્ય પર નહીં પરિશ્રમ પર વિશ્વાસ કરો -ડો. રમેશ પોખરિયાલ


ભાગ્ય પર નહીં પરિશ્રમ પર વિશ્વાસ કરો

ડો. રમેશ પોખરિયાલ  “નિશંક”


(મુખ્યમંત્રી, ઉત્તરાખંડ)

પરિશ્રમના માધ્યમથી સઘળી મહત્વાકાંક્ષાઓ પ્રાપ્ત કરતાં શીખવતું પ્રેરણા આપતું સૌથી વધુ વેચાતું પુસ્તક .

ભાગ્યના કર્મ સિંધ્ધાંત અનુસાર આપણું જીવન એવું જ બને છે જેવું આપણે કર્મ કરીએ છીએ. ભાગ્ય એટલે કે પૂર્વ જન્મના સંચિત કર્મ માનીને જે લોકો સખત મહેનત નથી કરતાં એમને ઇચ્છિત સફળતા અને લક્ષ્ય પ્રાપ્ત નથી થતા.જો ભગવાન રમે વનવાસકાળમાં  રાવણ દ્વારા સીતાજીના અપહરણને પોતાનું નસીબ માની લીધું હોત અને સો માઇલ દૂર લંકા સુધી જવાનું અશક્ય માની લીધું હોત તો તે કયારેય પણ મૃત્યુ અને ગ્રહ નક્ષત્રોને કાબુમાં કરવાવાળા મહાપ્રતાપી રાવણનો નાશ ન કરી શક્ય હોત. બધાં ધર્મમાં, બધાં દેશોમાં અને દરેક સંસ્કૃતિના ઇતિહાસમાં એટલા અગણિત ઉદાહરણ મળે છે જેનાથી એ સિદ્ધ થાય છે કે નસીબ પર નહીં મહેનત પર વિશ્વાસ કરનારને જ ઈશ્વર મદદ કરે છે.

ભાગ્યને બધાં માને છે અને કર્મનો મહિમાનો સ્વીકાર પણ બધાં કરે છે. સામાન્ય રીતે આપણે કોઈ પણ અસફળતાનો દોષ ભાગ્ય પર ઢોળી દઈએ છીએ અને એને દુર્ભાગ્ય કહીને સ્વીકાર કરી લઈએ છીએ, પરંતુ અધ્યાપક અને સાહિત્યકારથી રાજનીતિજ્ઞ બનીને જનસેવામાં લાગેલા આ પુસ્તકના લેખકે ખુબ જ તાર્કિક ઢંગથી એ સિદ્ધ કર્યું છે કે જયારે પણ કોઈએ અથાગ પરિશ્રમ કર્યો છે, દુર્ભાગ્ય એનું કશું નથી બગાડી શક્યું .

અત્યંત સરળ અને રોચક શૈલીમાં લખવામાં આવેલી આ બેમિસાલ પુસ્તકને વાંચીને તમે તમારા જીવનમાં એક નવી આશા અને ખુદમાં એક નવો આત્મવિશ્વાસ પ્રવાહિત થતો અનુભવ કરશો . તમને તમારા દરેક લક્ષ્ય સહજતાથી સિદ્ધ થતા નજરે  પડશે .                    

જુલાઇ 3, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | , , | Leave a comment