Books For You

Grow Outward, Grow Inword

અમી સ્પંદન – વિવિધ પ્રકારના કાવ્યોનો રસથાળ


અમી સ્પંદન – સંકલન :પ્રવિણચંદ્ર દવે

નીવડેલી રચનાઓનો અપૂર્વ સંગ્રહ (કાવ્યો, પ્રાથનાઓ, ગીતો, ભજનો, ગરબા, આરતી )

૧૨૫ થી વધુ કવિઓની નીવડેલી જૂની-નવી ૭૨૫ થી વધુ રચનાઓનું પ્રતિનિધિ સંકલન

‘અમી સ્પંદન‘ના આ સંકલનમાં પુસ્તકોમાં પુરાયેલી અને લોકકંઠે વહેતી વાણીના સ્પંદનો ઝીલાયા છે. ઊંડો કવિતા-પ્રેમ અને પરિશ્રમ ઉઠાવવાની ક્ષમતા વિના આવો સર્વ ભોગ્ય સંગ્રહ ન થઇ શકે…………………………………………..મકરંદ દવે

વિવિધ પ્રકારના કાવ્યોનો રસથાળ એટલે ‘અમી સ્પંદન’, પ્રાચીન અને અર્વાચીન અનેક કવિઓનો પરિચય કરાવતું અને તેમની કવિતાઓનો મધુર રસાસ્વાદ માણવાની સુગમતા કરી આપતું આ સંકલન એટલે શ્રી પ્રવીણભાઈ દવે દ્વારા માતા સરસ્વતીના ચરણે ધરાયેલો કાવ્યપ્રેમ અને સાહિત્ય ઉપાસનાનો સુંદર પુષ્પગુચ્છ છે. …………………………મુનિ જિનચંદ્રવિજય (બંધુ ત્રિપુટી)

Advertisements

ફેબ્રુવારી 6, 2011 Posted by | અવર્ગીકૃત | | Leave a comment

સુખની કેડી કંકુવરણી


સુખની કેડી કંકુવરણી (Translation of “Whispering Hope”)

Author: Phill Bosmans

અનુવાદક : રમેશ પુરોહિત

( A book of positive thinking)

આનંદના અણસારની,સુખના સુમનની,આશાના અનુગૂજનની,પ્રેમના પરિતોષની આપણે સૌને તલાશ છે,ઝખના છે અને જરૂરિયાત છે.

આવી કોઈ ક્ષણનો સાક્ષાત્કાર કોઈના શબ્દો વાંચતા થાય ત્યારે હૈયું હળવાશ અનુભવે છે.હજારો નહીં પણ લાખો લોકોને દરરોજ શાંતિ અને સ્નેહનો,સુખ અને સરળતાનો રસ્તો બતાવી રહેલા ફ્લેમીશ લેખક ફિલ બોસ્મનના નામથી આપણે પરિચિત છીએ.’સુખને એક અવસર તો આપો ‘ એ એમની એક બુક ‘ગીવ હેપીનેસ અ ચાન્સ’નો અનુવાદ છે.એમની જીવનલક્ષી પણ ખુબ જ સરળતાથી સમજાય એવી ફિલોસોફીથી કરોડોને આશાનું કિરણ મળ્યું છે . વીસ ભાષાઓમાં પ્રકટ થતા એમના પુસ્તકોની પચાસ લાખ પ્રતો લોકો સુધી પહોંચી ગયી છે.

આ પુસ્તકમાં નવરત્ન જેવા નવ પ્રકરણોમાં માનવીય દ્રષ્ટિએ જીવનની મુલવણી તો થઇ છે.

આશાના,સુખના અને સંતોષના ત્રિવેણીસંગમ બનેલા આ પુસ્તકના પ્રેરણાત્મક વાક્યો વાંચવા અને સમજવા જેવા છે.જીવનની સમી સાંજે ઝખ્મોની યાદી જોવાને બદલે કોઈને માટે તમે કેટલા કામ આવ્યા એને યાદ કરો અને ફરી પાછા સત્કર્મો કરવા વખત કાઢો તો જીવનની સમી સાંજ સુખનો શમીયારો બની જશે.

ફેબ્રુવારી 6, 2011 Posted by | અવર્ગીકૃત | | Leave a comment

મેનેજમેન્ટ શી રીતે શીખી શકાય તમારી પત્ની પાસેથી


મેનેજમેન્ટ શી રીતે શીખી શકાય તમારી પત્ની પાસેથી – શરુ રાગણેકર

અનુવાદ: દિનેશ ઠાકર

તમારી પત્ની પાસેથી મેનેજમેન્ટ કેવી રીતે શીખવું. શરુ રાગણેકર પ્રખ્યાત મેનેજમેન્ટ ગુરુ છે. જેમણે ભારત અને વિદેશમાં ૫૦૦૦ ઉપરાંત મેનેજમેન્ટ વિકાસ કાર્યક્રમનું સંચાલન કરેલ છે.તેમના મેનેજમેન્ટ ઉપરના પુસ્તકો ક્લાસિક પુરવાર થયા છે.

આ પુસ્તક નીચેના વિષયો પર પ્રકાશ પાડે છે :

બોસને કેવી રીતે સંભાળશો

તમારા સબઓર્ડીનેટને કેવી રીતે સંભાળવા અને વિકસાવવા

સત્તા કઈ રીતે મેળવવી

પરિવર્તન કેવી રીતે સંભાળવું.

પ્રેરણા કઈ રીતે આપવી.

ફેબ્રુવારી 5, 2011 Posted by | અવર્ગીકૃત | | Leave a comment

તમે તમારા જીવનને સ્વસ્થ અને સુખી રાખી શકો છો


યુ કેન હીલ યોર લાઇફલુઇસ એલ. હે.


તમે તમારા જીવનને સ્વસ્થ અને સુખી રાખી શકો છો

‘ જો તમે થોડી માનસિક કસરત કરવા તૈયાર હો તો ચોક્કસ માનજો કે ગમે તે દર્દ મટી શકે છે.’

આ ‘બેસ્ટસેલિંગ’ પુસ્તકે લાખો લોકોની જિંદગીને બદલી નાખી છે, એ પણ જાતે જ ખુદની દવા બનીને, આપણી તંદુરસ્તીને સ્વસ્થતા ઉપર આપણું મન કેવી ધારદાર અસરો ઉપજાવી શકે છે તે વાત સુંદર રીતે જણાવતું આ પુસ્તક આપણને મન અને શરીરના સબંધને ખૂબ જ ઊંડાણથી સમજાવે છે. લેખિકા આપણા

શારીરિક રોગોને અને અસ્વસ્થતાને તેના મૂળસોતા તપાસીને આપણા વિચારો અને કલ્પનાઓ માટે બાધારૂપ બનતી વાતોને સરળતાપૂર્વક સમજાવી માર્ગ બતાવે છે

આ પુસ્તકમાં વિચારો અને આયોજનો છે જેણે જગતના લાખો લોકોની જિંદગીને બદલી નાખી છે. આ જાતે કરી શકાય તેવી માર્ગદર્શિકા તમારી જિંદગીને પણમૂળથી બદલી નાખશે. દરેક પ્રકરણ એક હકારાત્મક વાતથી શરૂ થાય છે. જીવનના એ હિસ્સા ઉપર જયારે તમારું મન એકાગ્ર હોય ત્યારે આ હકારાત્મક વાતનો ઉપયોગ અત્યંત જરૂરી છે.

 

આપણી માનસિક લાગણીઓ આપણા શરીર અને આપણા જીવનમાં મોટાભાગની સમસ્યાઓ પેદા કરે છે. જો તમે તમારા વિચારો બદલી નાખશો તો તમે તમારા જીવનને સ્વસ્થ અને સુખી રાખી શકશો

ફેબ્રુવારી 5, 2011 Posted by | અવર્ગીકૃત | | Leave a comment