Books For You

Grow Outward, Grow Inword

મનદુરસ્તી – ‘દિવ્ય ભાસ્કર’ માં પ્રગટ થયેલ લોકપ્રિય કોલમ


મનદુરસ્તી – ‘દિવ્ય ભાસ્કર’ માં પ્રગટ થયેલ લોકપ્રિય કોલમ

 

ડો. પ્રશાંત ભીમાણી
‘મનદુરસ્તી’ એક એવું ‘સેલ્ફ હેલ્પ’ પુસ્તક છે, જેમાં તમે તમારી જાતની કે તમારા આસપાસના લોકોની રોજ-બરોજની સાયકોલોજીકલ સમસ્યાઓના ઉપાયોની વાત સમજી, જાણી અને માણી શકશો .
આપણને કેવા માનસિક પ્રશ્નો કે વર્તનની સમસ્યાઓ હોય તે વિશેની છણાવટ ડો. પ્રશાંત ભીમાણી એમની આગવી શૈલીમાં રજુ કરે છે. આ પુસ્તકમાં સાયકોલોજીકલ  અને સોશિયલ, રોજિંદી અથવા સીઝનલ સમસ્યાઓના હાથવગા (મનવગા ) ઉપાયો સૂચવેલ છે. રસાળ શૈલીનું આ પુસ્તક એક ‘બિહેવિયરલ હેન્ડબુક ‘ છે.
‘દિવ્ય ભાસ્કર’ માં પ્રગટ થયેલ લોકપ્રિય કોલમ ‘મનદુરસ્તી’ ના સિલેક્ટેડ આર્ટીકલ્સ હવે પુસ્તક સ્વરૂપે

 

Title : Mandurasti
Author : Dr.Prashant Bhimani
Edition : 2011
Price : INR.200.00
Available At www.booksforyou.co.in

ઓગસ્ટ 15, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | , , , , | Leave a comment

i લવ you – સફળ લગ્નની સફળ ફોર્મ્યુલા


i લવ you – સફળ લગ્નની સફળ ફોર્મ્યુલા

કાજલ ઓઝા -વૈદ્ય

સમસ્યાને ઓળખશો તો એના ઉપાય વિશે કંઈ કરી શકશો એ નિશ્ચિત છે. પ્રશ્ન આપણાંથી શરૂ થાય છે અને એનો ઉકેલ પણ આપણે જ શોધી શકીશું .

લગ્ન વિશેના ખ્યાલો આપણે ત્યાં ખાસ્સા દૃઢ અને પરસ્પર વિરોધી માન્યતાઓ ધરાવતા રહ્યા છે. પ્રેમમાં પડેલી દરેક વ્યક્તિ લગ્નને જ જીવનનું અંતિમ ધ્યેય સમજે છે. બીજા લોકોનાં લગ્નો જોયા પછી પણ તેઓ એમજ વિચારે છે કે,’અમારા લગ્ન બીજા કરતાં જુદા જ હશે !’

લગ્ન પછીના સાત વર્ષના ગાળા દરમ્યાન મોટા ભાગનાં લગ્નો, સામાન્ય લગ્નો જેવા જ થઇ જાય છે. રોમાન્સની અને ‘આદર્શ લગ્ન’ ની બધી જ કલ્પનાઓ, બધાં જ વચનો અને અને પ્રતિજ્ઞાઓ ધીરે ધીરે ઓગળી જાય છે. લગ્નજીવન ભાંગી પાડવા માટે એકબીજાને જવાબદાર ઠેરવતાં પતિ-પત્ની ધીમે ધીમે એકબીજાથી વિરૃદ્ધ દિશામાં પ્રવાસ કરવા લાગે છે.

કોઈ પણ સંબંધને સાદી માવજતની જરૂરિયાત હોય છે. લગ્ન જેવો નાજુક સબંધ માવજતના અભાવે  જ તદ્દન ભાંગી પડતો હોય છે. આમ છતાં, લગ્નને સફળ બનાવી બે વ્યક્તિઓ સુખ અને સંતોષથી જીવનભર સાથે જીવી શકે છે. ભાંગી પડેલા કે મૃત;પ્રાય થઇ ગયેલાં લગ્ન પણ ફરીથી નવપલ્લવિત થઇ શકે છે. જરૂર છે થોડી સમજદારીની, થોડા સ્વીકારની, થોડા પ્રયત્નની અને થોડા સમાધાનની .

આ પુસ્તક તમને ધીમે ધીમે એક નવી દુનિયામાં લઇ જઈ તમને તમારી ભૂલો સમજાવશે. તમે ક્યાં અને કઈ રીતે ખોટા હતા એ પણ તમારા મનને સમજાવશે, પરંતુ ત્યાંથી અટકી ન જતાં.માત્ર ભૂલ સ્વીકારી લેવાથી પરિસ્થિતિ બદલી શકાતી નથી. ગઈ કાલ સુધીની તમામ ભૂલોને ઓળખી લઈને આજથી જ  તમારા જીવનમાંથી એ ભૂલોની બાદબાકી કરશો તો જ તમને એક આદર્શ સબંધ મળશે.

Title : I Love you
Author : Kajal Oza-Vaidhya
Edition : 2011
Price : INR.150.00
Available At www.booksforyou.co.in

ઓગસ્ટ 15, 2011 Posted by | કાજલ ઓઝા -વૈધ ના પુસ્તકોની યાદી | , , , | Leave a comment

સાંભરે રે…. બાળપણના સંભારણા…….


સાંભરે રે…. બાળપણના સંભારણા…….

સંપાદન અંકિત ત્રિવેદી

જાણીતા ૬૩ વ્યક્તિત્વોએ આલેખેલા પોતાના બાળપણની વાત .

આ પુસ્તકમાં બાળપણના સંભારણાને જાણીતા વ્યક્તિત્વોએ શબ્દમંત કર્યાં છે.કોઈકને બાળપણ ગમે છે માટે લખ્યું છે. કોઈકને નથી ગમ્યું માટે લખ્યું છે. કોઈને કોઈ બહાને બાળપણને યાદ કરીને નોસ્ટાલજીયા – અતીતરાગને ગુંજવાનું રાખ્યું છે. બાળપણ ફરીથી માણવા ન મળે એવું બની શકે છે. પણ બીજાનું બાળપણ જોઇને,બાળકને થોડીવાર રમાડીને આપણને આપણાં બાળપણમાં જવાની તક મળે છે. આ પુસ્તક બાળપણની સ્મૃતિઓના પાનાનું પુસ્તક છે. દરેક લેખકોએ બાળપણને આત્મકથાના પ્રકરણની જેમ આલેખ્યું છે.બાળપણને યાદ કરીએ ત્યારે ચહેરા પર છવાતું વિસ્મય કયાંય શોધવા જવું પડતું નથી. આ પુસ્તક બાળપણના કેરીકેચર્સની આઉટલાઈન છે. એને વાંચતાવાંચતા આપણાં બાળપણમાં જવાની અને એને ‘સ્ટેચ્યુ’ કહી દેવાની તક મળે તો આ પુસ્તકનું સાર્થક્ય……..

Sambhre re, Baalpan na sambharna…

Compiled By Ankit Trivedi

Published: July,2011

Price : INR 350.00

Available At www.booksforyou.co.in

જુલાઇ 15, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | , , | Leave a comment

ઝંખે છે સાથ ભવોભવનો : પતિ – પત્નીના આદર્શ સંબધો દર્શાવતું ચિંતન


ઝંખે છે સાથ ભવોભવનો :

પતિ – પત્નીના આદર્શ સંબધો દર્શાવતું ચિંતન

                                                            સુરેશ -અલકા પ્રજાપતિ
                                                       www.booksforyou.co.in

તમે ખોટા પાત્રને પરણ્યા હો તો તરત તમને તેની ખબર પડી જાય છે, પરંતુ……

સાચા પાત્રને પરણ્યા હો તો જીવનભર ખબર જ નથી પડતી.

સ્ત્રી અને પુરુષ બન્ને મનુષ્ય

તરીકે સમાન છે પરંતુ,

બન્નેની વિચારવાની રીત,

દુનિયાને જોવાની રીત,

અનુભવવાની રીત,

અભિવ્યક્ત કરવાની રીત અલગ

હોય છે,

છતાંય ઈશ્વરે બન્નેના સહજીવન

નિર્માણ કાર્ય છે.

ઈશ્વરના આ શુભમંગલ હેતુને સાર્થક કરવાની આપણી ફરજ છે.

-અવન્તિકા ગુણવંત

લગ્ન એટલે ?

M     Merging……………….એકબીજામાં ભળી જવું

A      Ambition……………….મહત્વાકાંક્ષા

R      Respect……………….સન્માન/આદર

R       Response…………….આવકાર (સ્વાગત)

I        Intimacy……………….ગાઢ ઐક્ય

A       Accreditation………….વિશ્વાસ

G       Gaiety……………………પ્રસન્નતા

E        Eternity………………..શાશ્વતતા

-પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીએ કરેલી વ્યાખ્યા

મે 29, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | , , | Leave a comment