Books For You

Grow Outward, Grow Inword

મરો ત્યાં સુધી જીવો


મરો ત્યાં સુધી જીવો – ગુણવંત શાહ

 

સાજું, તાજું અને રળિયામણું જીવન

ફેબ્રુવારી 28, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | Leave a comment

કરુણામૂર્તિ બુદ્ધ


કરુણામૂર્તિ બુદ્ધ – ગુણવંત શાહ


ઝેન ફિલસૂફીના ઉપવનમાં

આજના વિશ્વમાં ભગવાન બુદ્ધના વિચારોનો પ્રસાર કરનારા સૌથી આદરણીય બૌદ્ધ ભિખ્ખુ દલાઈ લામા છે. અમેરિકન પ્રજામાં બૌદ્ધ ધર્મની સુગંધ ઝેન વિચારધારા દ્વારા પ્રસરી રહી છે. ચીન, જાપાન, તિબેટ, થાઇલેન્ડ, શ્રીલંકા, કમ્બોડિયા, વિયેતનામ, મ્યાંમાર (બર્મા), કોરિયા, તાઇવાન, અને ભારતને એક સૂત્રે બાંધનારી તથાગતની ધ્યાનમુદ્રા કરુણાની ક્રાંતિનું પ્રતિક બની રહી છે. ગુજરાતના લાખો પરિવારોમાં ભગવાન બુદ્ધની કરુણાનો મંગલ ધ્વનિ પહોચાડવા માટે આ પુસ્તક લખાયું છે. તથાગત સમગ્ર માનવજાતના આરાધ્ય છે.

ફેબ્રુવારી 28, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | Leave a comment

અસ્તિત્વનો ઉત્સવ – ગુણવંત શાહ


અસ્તિત્વનો ઉત્સવ – ગુણવંત શાહ


ઈશાવાસ્યમ્

(ઈશાવાસ્ય ઉપનિષદનું અભિનવ ભાષ્ય )

(A critique on Ishavasya Upnishad)

હિમાલયના ઘણાં ઉત્તુંગ શિખરો અને પવિત્ર યાત્રાધામો વચ્ચે ગોમુખ-ગંગોત્રી પ્રથમ સ્થાન લઇ જાય છે, એવું જ ભારતીય ચિંતનના ગગનભેદી શિખરો સમાં ઉપનિષદોમાં ઈશાવાસ્ય ઉપનિષદનું સ્થાન છે. ઉપનિષદના યુગ પછી અઢાર પુરાણો તથા રામાયણ -મહાભારત જેવાં મહાકાવ્યો દ્વારા જે કર્મ, જ્ઞાન અને ભક્તિની ધારાઓ વહેતી થઇ તેનું મૂળ પ્રેરણાબિંદુ આ અઢાર મંત્રોના નાનકડા ઉપનિષદમાંથી મળે છે.

ફેબ્રુવારી 28, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | Leave a comment

ન હન્યતે – મૈત્રયી દેવી ( A Bengali Novel )


ન હન્યતે – મૈત્રયી દેવી ( A Bengali Novel )

 

BUY THE BOOK

 

અનુવાદક : નગીનદાસ પારેખ

વિશ્વિખ્યાત તત્વજ્ઞાની પિતાએ ભારતીય સંસ્કૃતિના એક ત્રેવીસ વરસના બલ્ગેરિયાના વિદ્યાર્થી મિર્ચા યુકિલડને પોતાને ઘેર રાખવાનો કવિયત્રી પુત્રી અમૃતા આગળ પ્રસ્તાવ મૂક્યો. ભોયતળીયે એને માટે એક ઓરડીનો ભાગ ફાજલ પાડવામાં આવ્યો. મહિનાઓ બાદ ખબર પડી કે બંને વચ્ચે પ્રેમસંબંધ વધતો આવે છે. પિતાએ મિર્ચાને ઘરનિકાલ કર્યો.

કાગળપત્ર પણ ન લખનાર પશ્ચિમના એ ‘ મૃગયા ‘ -પટુ માણસને અમૃતા વરસો સુધી ભૂલી પણ ગઈ છે. પ્રૌઢ ઉમરે અવારનવાર યુકિલડ મોટો વિદ્વાન પ્રોફેસર થયો હોવાના સંકેતો મળતા રહ્યા છે. એટલું જ , આજે તો અમૃતાનો ભર્યોભાદર્યો સંસાર છે. પૌત્રપૌત્રિનો ઘરઆંગણે કિલ્લોલ છે. સાંસ્કૃતિક અને સમાજસેવાના ક્ષેત્રમાં એક ગણનાપાત્ર સ્ત્રીનેતાનું પોતાનું ગરવું સ્થાન છે

ત્યાં અચાનક અમૃતાનાં આંતરજીવનમાં ભારે ભૂકંપ જેવું થાય છે. જન્મદિને – ૧૯૭૨ ના સપ્ટેમ્બરની પહેલી -ની સવારે મિર્ચાનો શિષ્ય સેરગેઇ આવેલો છે. તેને પોતે મળવા જાય છે અને તે જયારે કહે છે કે મિર્ચાની ચોપડી દ્વારા બલ્ગેરિયામાં પરીકથાની નાયિકા બની ગઈ છે ત્યારે પૂછે છે કે એ ચોપડીમાં એવું કશું તો નથી કે પોતાને શરમાવું પડે ?………

આરંભમાં લાગે છે કે આ કથા એ ઘવાયેલા સ્ત્રીત્વનો કરુણ ચિત્કાર છે.અમ્રુતાની ચેતના એક દૂરનાં દેશમાં પોતાને વિશે ચાળીસ વરસથી ચાલતા જુઠાણાના આઘાતની ઉપરતળે થઇ છે.

આ અનુવાદને સાહિત્ય અકાદમીનું ૧૯૮૯નુ ઉત્તમ અનુવાદનું પારિતોષિક મળેલ છે.

ફેબ્રુવારી 27, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | Leave a comment

અકૂપાર-ધ્રુવ ભટ્ટ


અકૂપાર-ધ્રુવ ભટ્ટ


ગીરની આત્મ-કથા “અકૂપાર” માં વર્ણનરીતિ પ્રવાસીના નિરીક્ષણો જેવી છે, પણ પાત્ર મળે ત્યાં કથારસ જાગે છે. અહી પાત્રોમાં માણસો તો છે જ, પણ માણસોની જેમ સિંહ-સિંહણ, હરણ, પર્વત, નદી, વૃક્ષ બધાજ પાત્રત્વા પામે છે. લેખક તેમની નિરીક્ષણ કથાઓ ‘સમુદ્રાન્તિકે’ અને ‘તત્વમસિ’ દ્વારા ભાવકો અને વિવેચકોનો સમાદર પામ્યા છે. એમની આત્મીય દ્રષ્ટી સહુથી પહેલા છેલ્લા માણસને જુએ છે, પણ તેમનું લેખન પ્રશિષઽ કૃતિ રૂપે સિદ્ધ થાય છે.

 

Other Books By Dhruv Bhatt

 

Agnikanya

 

 

Tatvamsi

Atraapi

 

ફેબ્રુવારી 27, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | 1 ટીકા

રંગ કસુંબલ ગુજરાતી – સાઈરામ દવે


રંગ કસુંબલ ગુજરાતી – સાઈરામ દવે

 

સાંઈરામનાં હસતા અક્ષરની બે આવૃતિ બાદ  ત્રીજા પુસ્તક સ્વરૂપે રાષ્ટ્રભક્તિથી છલોછલ નવું પૂસ્તક “રંગ કસુંબલ ગુજરાતી” લખ્યું છે. જે ગરવી ગુજરાતના ગીતોનો ગુલદસ્તો અને ગુજરાતી પ્રજાની ખાટી મીઠી વ્યાખ્યાઓના મધૂપડા સમાન છે. 152 પેજનું આ ફોર કલર પુસ્તકનું પ્રત્યેક પેઈજ ગુજરાત ગૌરવ દિન ઉજવે છે. આ પુસ્તક ગુજરાતની કાવ્યમય લયયાત્રા છે.  “રંગ કસુંબલ ગુજરાતી “ પુસ્તક ગુજરાત અને ગુજરાતીની અસ્મિતા અને ગૌરવનું પ્રતિબિંબ છે.આ પુસ્તકની અંદર ગુજરાત અને રાષ્ટ્રભક્તિના વિષયો પરના 70 કાવ્યો છે. જેમાં વાંચે ગુજરાત, નર્મદા, કન્યા કેળવણી, બેટી બચાવો,માતૃભાષા વંદના ગૌભક્તિ ગીત પ્રવાસન ગીત આતંકવાદ વિરોધી ગીત જેવા અને ગીતો ગાઈ શકાય તે રીતે લોકઢાળ પર છે. આપણે ગુજરાતીઓના નામે ગુજરાતીઓનો ચિત્તાર રજૂ કરતા અઢળક આચ્છાંદસ છે.ગુજરાતી પ્રજા વિશેના હાસ્ય-વ્યંગ-કટાક્ષ સાથે શૈક્ષણિક મૂલ્યો ધરાવતું આ પુસ્તક યુવાનો અને બાળકો માટે એક રંગીન રેફરન્સ બુક બની રહેશે એવી એમને શ્રદ્ધા છે. એક શિક્ષક, સાહિત્યકાર અને કવિની કલમે લખાયેલું આ પુસ્તક વિશ્વના દરેક ગુજરાતી સુધી પહોંચે તેવી મારી મહેચ્છા છે. કોઈ એક કવિએ માત્ર ગુજરાત પર 70 કાવ્યો સાથે ગુજરાતની ઓળખને એક જ પુસ્તકમાં રંગબેરંગી રીતે કંડારી હોય તેવો કદાચ આ પ્રથમ પ્રયાસ છે ત્યાર ગુજરાતીઓના સ્વપ્ના અને ગુજરાતીઓની ગૌરવગાથાના ત્રિવેણી સંગમ સમુ આ પચરંગી પુસ્તક સૌના હ્યદય સુધી પહોંચશે એવી અમને શ્રદ્ધા છે. રાષ્ટ્રીય ઉત્થાનના આ સ્વર્ણિમ યજ્ઞમાં રંગ કસુંબલ ગુજરાતી એક ચંદનની આહૂતિ નિવડશે.

 

BUY THE BOOK

ફેબ્રુવારી 26, 2011 Posted by | કવિતા | Leave a comment

જિંદગી સફળ બનાવવાની જડીબુટ્ટી


જિંદગી સફળ બનાવવાની જડીબુટ્ટી – રાજુ અંધારિયા


જિંદગીમાં મળતી નિષ્ફળતા માટેનું સૌથી મોટું કારણ ધ્યેય નક્કી નહિ કરવાની વૃતિ અને બીજું મહત્વનું કારણ ધ્યેય નક્કી કર્યાં પછી એને સિદ્ધ કરવા જરૂરી આવડતોનો અભાવ. આ ચક્રવ્યુહમાંથી બહાર આવી સફળતાનો ધોરીમાર્ગ ચીંધતું પુસ્તક…

 

ફેબ્રુવારી 26, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | Leave a comment

સુખને એક અવસર તો આપો


સુખને એક અવસર તો આપો – ફિલ બોસ્મન્સ


‘Give Happiness a Chance’ પુસ્તકનો ગુજરાતી અનુવાદ

અનુવાદક : રમેશ પુરોહિત

ફેબ્રુવારી 26, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | Leave a comment

નોખી માટીના અનોખા માણસ


નોખી માટીના અનોખા માણસ – કૌશિક મહેતા

 

ટાઢા પો’રે – કૌશિક મેહતા

 



ફેબ્રુવારી 26, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | Leave a comment

જીવનની પાઠશાળા


જીવનની પાઠશાળા

BUY THE BOOK

સંકલન અને સંપાદન : અલ્કેશ પટેલ
શિક્ષણ, વાચન, જ્ઞાન. અનુભવ અને શ્રદ્ધાને આધારે નિર્માણ પામે છે…જીવનની પાઠશાળા
જિંદગીના રોજિંદા અનુભવોમાંથી માનસ જે શીખી શકે છે એ પાઠ તેને બીજે ક્યાંયથી પણ શીખવા નથી મળતો. જ્યાં ‘બુદ્ધિ’ નિષ્ફળ જાય છે ત્યાં ‘અનુભવ’ કામ લાગે છે અને બુદ્ધિ તેમજ અનુભવ બન્ને નિષ્ફળ જાય છે ત્યારે ‘શ્રદ્ધા’ કામ લાગે છે. જેમ ‘શિક્ષણ’ અને ‘જ્ઞાન’માં ફેર છે એમ જ બુદ્ધિ અને અનુભવમાં પણ તફાવત છે. આવા અનુભવોની વાતો ધર્મગ્રંથોથી શરૂ કરી આપણી આસપાસના સામાજિક જીવનમાં ઠેરઠેર પડેલી છે. પણ સામાન્ય લાગતી આ વાતો કયારેક આપણું જીવન બદલી નાખતી હોય છે, આવી જ થોડી વાતોને સંકલિત કરવાનો એક પ્રયાસ એટલે જીવનની પાઠશાળા’ પુસ્તક. તો ચાલો એ વાંચી બીજાને વંચાવીને કહીએ ‘ઓલ ઈઝ વેલ..’

ફેબ્રુવારી 24, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | Leave a comment