Books For You

Grow Outward, Grow Inword

હૂં મૂવ્ ડ માય ચીઝ ?


હૂં મૂવ્ ડ માય ચીઝ ?

સ્પેન્સર જોહ્ન્સન

 

 

Click Here

આજકાલ ‘સેલ્ફ હેલ્પ ‘ કે ‘હાઉ ટુ….’ ની સિરીઝના પુસ્તકોમાં વાચકોને વધુ રસ પડે છે. પરિણામે અંગ્રેજીમાંથી અનુવાદ થઈને આવા પુસ્તકો વાચકો સુધી પહોંચે છે.

‘હૂં મૂવ્ ડ માય ચીઝ ?’ આ પ્રકારના એક અંગ્રેજી પુસ્તકનો ભાવાનુવાદ છે. આ પુસ્તકની અંગ્રેજીમાં એક કરોડ પ્રતો વેચાઈ છે. અને બેસ્ટસેલર બન્યું છે. એવું તે શું છે આ પુસ્તકમાં ?

આ વાર્તામાં ચાર કાલ્પનિક પાત્રો છે.તેમાં બે ઉંદરો છે. ‘સ્નિફ’ નામના ઉંદરને પરિવર્તનની ગંધ સૌથી પહેલી આવે છે . તેનો જોડીદાર’ સ્કરી’ પરિસ્થિતિ સામે તત્કાલ પગલાં લે છે. તેમની સાથે બે વેંતિયા માણસો છે ‘હેમ’ અને ‘હો’ હેમ પરિવર્તન માટે તૈયાર નથી .તે હંમેશા પરિવર્તનનો વિરોધ કરે છે . જયારે ‘હો’ પરિવર્તનથી લાભ થાય તેમ સમજાય પછી પરિવર્તન સ્વીકારે છે.

વાર્તાની શરૂઆતમાં ચારેય જણને એક ચીઝસ્ટેશન મળી જાય છે અને ખુશ છે . પછી એક વાર ચીઝસ્ટેશન ગાયબ થઇ જાય છે . ઉંદરો ‘સ્નિફ’ અને ‘ સ્કરી’ તરત બીજું ચીઝસ્ટેશન શોધી કાઢે છે. હેમ અને હો કકળાટ કરી મૂકે છે.હો છેવટે ચીઝસ્ટેશન શોધવા નીકળે છે અને તેને ચીઝ મળે છે. હેમ ત્યાંથી ખસવા તૈયાર નથી અને ભૂખે મરે છે.

આ આખીય પ્રતીકાત્મક કથા છે .આપણે બધા આ ચારમાંથી એક જેવા હોઈએ છીએ .’ચીઝ’ કે ‘ચીઝસ્ટેશન ‘ એ રોજી કે ખોરાક કે સિદ્ધિ કે ભૌતિક -આધ્યાત્મિક સિદ્ધિનું પ્રતિક છે, જે તેની શોધમાં નીકળે તેને મળે છે. સંસ્કૃતમાં કહ્યું છે કે ‘ ચરાતિ ચરતો ભગ:’ ચાલનારનું નસીબ ચાલે છે . વાર્તામાં એક સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મળીને આ વાર્તાને પોતાની પ્રગતિ કે અધોગતિના સંદર્ભમાં તપાસે છે .

આ વાર્તા સીધીસાદી, સરળ અને પ્રેરણાત્મક છે . ચીઝની શોધમાં નીકળેલો ‘હો ‘ અમૂલ્ય સૂચનો લખતો જાય છે . તે ‘મોસ્ટ ક્વોટેબલ ક્વોટસ ‘ જેવા છે .

Who Moved My Cheese? (Gujarati Translation)

એપ્રિલ 13, 2011 Posted by | વિશ્વ સાહિત્ય | , , | Leave a comment