Books For You

Grow Outward, Grow Inword

મધુશાલા – શ્રી હરિવંશરાય બચ્ચન


મધુશાલા – શ્રી હરિવંશરાય બચ્ચન

ભાવાનુવાદ- ડો. જગદીશ ત્રિવેદી

પદ્મભૂષણ સન્માનિત મહાકવિ શ્રી હરિવંશરાય બચ્ચનની વિશ્વપ્રસિદ્ધ કૃતિ હવે ગુજરાતી ભાષામાં

‘ મધુશાલા ‘ માનવ-ઐક્યનું મહાકાવ્ય છે, જેમાં ઠેર ઠેર અધ્યાત્મની અર્થછાયાઓ પ્રકટે છે જે ભાવકને કબીરના તત્વદર્શનનો અનુભવ કરાવે છે.- ભગવતીકુમાર શર્મા

BUY THE BOOK

 

માર્ચ 4, 2011 Posted by | કવિતા | Leave a comment

રંગ કસુંબલ ગુજરાતી – સાઈરામ દવે


રંગ કસુંબલ ગુજરાતી – સાઈરામ દવે

 

સાંઈરામનાં હસતા અક્ષરની બે આવૃતિ બાદ  ત્રીજા પુસ્તક સ્વરૂપે રાષ્ટ્રભક્તિથી છલોછલ નવું પૂસ્તક “રંગ કસુંબલ ગુજરાતી” લખ્યું છે. જે ગરવી ગુજરાતના ગીતોનો ગુલદસ્તો અને ગુજરાતી પ્રજાની ખાટી મીઠી વ્યાખ્યાઓના મધૂપડા સમાન છે. 152 પેજનું આ ફોર કલર પુસ્તકનું પ્રત્યેક પેઈજ ગુજરાત ગૌરવ દિન ઉજવે છે. આ પુસ્તક ગુજરાતની કાવ્યમય લયયાત્રા છે.  “રંગ કસુંબલ ગુજરાતી “ પુસ્તક ગુજરાત અને ગુજરાતીની અસ્મિતા અને ગૌરવનું પ્રતિબિંબ છે.આ પુસ્તકની અંદર ગુજરાત અને રાષ્ટ્રભક્તિના વિષયો પરના 70 કાવ્યો છે. જેમાં વાંચે ગુજરાત, નર્મદા, કન્યા કેળવણી, બેટી બચાવો,માતૃભાષા વંદના ગૌભક્તિ ગીત પ્રવાસન ગીત આતંકવાદ વિરોધી ગીત જેવા અને ગીતો ગાઈ શકાય તે રીતે લોકઢાળ પર છે. આપણે ગુજરાતીઓના નામે ગુજરાતીઓનો ચિત્તાર રજૂ કરતા અઢળક આચ્છાંદસ છે.ગુજરાતી પ્રજા વિશેના હાસ્ય-વ્યંગ-કટાક્ષ સાથે શૈક્ષણિક મૂલ્યો ધરાવતું આ પુસ્તક યુવાનો અને બાળકો માટે એક રંગીન રેફરન્સ બુક બની રહેશે એવી એમને શ્રદ્ધા છે. એક શિક્ષક, સાહિત્યકાર અને કવિની કલમે લખાયેલું આ પુસ્તક વિશ્વના દરેક ગુજરાતી સુધી પહોંચે તેવી મારી મહેચ્છા છે. કોઈ એક કવિએ માત્ર ગુજરાત પર 70 કાવ્યો સાથે ગુજરાતની ઓળખને એક જ પુસ્તકમાં રંગબેરંગી રીતે કંડારી હોય તેવો કદાચ આ પ્રથમ પ્રયાસ છે ત્યાર ગુજરાતીઓના સ્વપ્ના અને ગુજરાતીઓની ગૌરવગાથાના ત્રિવેણી સંગમ સમુ આ પચરંગી પુસ્તક સૌના હ્યદય સુધી પહોંચશે એવી અમને શ્રદ્ધા છે. રાષ્ટ્રીય ઉત્થાનના આ સ્વર્ણિમ યજ્ઞમાં રંગ કસુંબલ ગુજરાતી એક ચંદનની આહૂતિ નિવડશે.

 

BUY THE BOOK

ફેબ્રુવારી 26, 2011 Posted by | કવિતા | Leave a comment

વિવિધ પ્રકારના કાવ્યોનો રસથાળ – અમી સ્પંદન


અમી સ્પંદન – સંકલન :પ્રવિણચંદ્ર દવે

નીવડેલી રચનાઓનો અપૂર્વ સંગ્રહ (કાવ્યો, પ્રાથનાઓ, ગીતો, ભજનો, ગરબા, આરતી )

૧૨૫ થી વધુ કવિઓની નીવડેલી જૂની-નવી ૭૨૫ થી વધુ રચનાઓનું પ્રતિનિધિ સંકલન

‘અમી સ્પંદન‘ના આ સંકલનમાં પુસ્તકોમાં પુરાયેલી અને લોકકંઠે વહેતી વાણીના સ્પંદનો ઝીલાયા છે. ઊંડો કવિતા-પ્રેમ અને પરિશ્રમ ઉઠાવવાની ક્ષમતા વિના આવો સર્વ ભોગ્ય સંગ્રહ ન થઇ શકે…………………………………………..મકરંદ દવે

વિવિધ પ્રકારના કાવ્યોનો રસથાળ એટલે ‘અમી સ્પંદન’, પ્રાચીન અને અર્વાચીન અનેક કવિઓનો પરિચય કરાવતું અને તેમની કવિતાઓનો મધુર રસાસ્વાદ માણવાની સુગમતા કરી આપતું આ સંકલન એટલે શ્રી પ્રવીણભાઈ દવે દ્વારા માતા સરસ્વતીના ચરણે ધરાયેલો કાવ્યપ્રેમ અને સાહિત્ય ઉપાસનાનો સુંદર પુષ્પગુચ્છ છે. …………………………મુનિ જિનચંદ્રવિજય (બંધુ ત્રિપુટી)

ફેબ્રુવારી 18, 2011 Posted by | કવિતા | Leave a comment

મહાકવિ કાલિદાસ વિરચિત મેઘદૂત


મહાકવિ કાલિદાસ વિરચિત મેઘદૂત – (૨ ઓડિયો સી.ડી.સાથે )

 


પરિકલ્પના અને સંપાદન: રજનીકુમાર પંડ્યા

નિર્માતા:હીરાલક્ષ્મી મેમોરીઅલ ફાઉન્ડેશન,મુંબઈ

(MEGHADOOT -The text of musical presentation of MEGHDOOT by Kavi KALIDAS)

પંડિતોની પોથીમાંથી બહાર કાઢીને લોકહૃદય સુધી પહોંચાડવાનો એક પ્રયાસ

ગુજરાતીમાં સ્વ. કીલાભાઇ ઘનશ્યામે ૧૯૧૩ માં સમશ્લોકી ગુજરાતી અનુવાદના વિવરણ સાથે સાંગીતિક સ્વરૂપનો સચિત્ર પાઠ.

ફેબ્રુવારી 15, 2011 Posted by | કવિતા | Leave a comment