Books For You

Grow Outward, Grow Inword

ભગવાન સાથે ઇન્ટરવ્યૂ


ભગવાન સાથે ઇન્ટરવ્યૂ

હમણાં ઈન્ટરનેટ પર એક મઝાની વાત વાંચી ભગવાન સાથે ઇન્ટરવ્યૂ. એક અનામી લેખકને સ્વપ્ન આવ્યું તેની આ વાત છે.

‘શું તારે મારો ઇન્ટરવ્યૂ લેવો છે ?’ ભગવાને પૂછ્યું .
‘તમને સમય હોય તો ઇન્ટરવ્યૂ લેવો છે.’
ભગવાને સ્મિત કરીને કહ્યું : ‘મારો સમય તો અનંત છે. તારે
મને શું પૂછવું છે ?’
‘માનવજાત વિશે તમને સૌથી વધુ આશ્ચર્ય કઈ બાબતનું થાય છે ?’
ભગવાને કહ્યું :
‘જયારે તે બાળક હોય છે ત્યારે તેને જલ્દી મોટા થવું હોય  છે
અને મોટા થયા પછી ફરી વાર બાળક થવાનું મન થાય છે .’
‘પૈસા કમાવવામાં તંદુરસ્તી ગુમાવે છે અને તંદુરસ્તી પાછી
મેળવવા પૈસા ગુમાવે છે.’
‘ભવિષ્યની ફિકરમાં વર્તમાનને ભૂલી જાય છે એટલે નથી રહેતો
વર્તમાનમાં કે ભવિષ્યમાં.’
‘એવી રીતે જીવે છે કે જાણે મોત કદી આવવાનું નથી અને
જયારે મોત આવે ત્યારે જિંદગીનો આંનદ ભૂલી જાય છે.’
ભગવાને મારા હાથમાં હાથ લીધો . થોડી ક્ષણો મૌન રહ્યા પછી
મેં પૂછ્યું : ‘તમારા બાળકો જીવનમાંથી કયા બોધપાઠ લે……પિતા
તરીકે તમને શું લાગે છે ?’
ભગવાને હસીને કહ્યું :
‘બીજા તમને પ્રેમ કરે એવી અપેક્ષા ન રાખવી .તમારા પ્રત્યે
સહેજે પ્રેમ થાય એવું થવું જોઈએ એ ખ્યાલમાં રાખવું.’
‘તમારી પાસે શું છે એના કરતાં તમારા જીવનમાં કોણ છે એ
વધારે મહત્વનું છે એ નહિ ભૂલવું .’
‘તમારી જાતને કદી બીજા સાથે સરખાવવી નહિ.’
‘પોતાની પાસે વધુ હોય એ ધનવાન નથી પણ જેની જરૂરિયાત
ઓછામાં ઓછી હોય એ ખરો ધનિક છે એ હમેશાં યાદ રાખવું.’
‘પ્રિય વ્યક્તિના દિલને દુભાવવામાં વાર નથી લગતી પણ
એ ઘા રૂઝાતા વરસો લાગી જાય છે.’
‘હમેશાં માફ કરતાં રહેવાથી ક્ષમાનો ગુણ કેળવાય છે.’
‘આપણને આમ તો ઘણાં લોકો ચાહતા હોય છે પણ
કમનસીબે એ વ્યક્ત કરતાં એમને આવડતું નથી હોતું.’
‘પૈસાથી બધું ખરીદી શકાય છે, પણ સુખ નહિ.’
‘એક જ વસ્તુને બે લોકો જુદી જુદી રીતે જુએ એવું સહેજે બને.’
‘બીજા લોકો આપણને માફ કરે એ પુરતું નથી. આપણે પણ
આપણી જાતને માફ કરીએ એ વધુ જરૂરી છે.’
‘હું સદાય તમારી સાથે જ છું એ કદી ન ભૂલવું.’
( “જન્મભૂમી-પ્રવાસી “માંથી  સાભાર  – શાંતિલાલ ડગલી )

એપ્રિલ 12, 2011 Posted by | ઝરુખો, શિક્ષણ વિચાર | , | Leave a comment

‘ ણ ‘ કોઈને મળે તો ?


‘ ણ ‘ કોઈને મળે તો ?

ક ને મળે તો નાનો કણ ,

ખ ને મળે તો માથું ખણ…..

ગ ને મળે તો પૈસા ગણ.,

ચ ને મળે તો પંખી ચણ….

જ ને મળે તો જન્મે જણ ,

ધ ને મળે તો ટોળે ધણ….

પ ને મળે તો નિરાશ પણ,

ભ ને મળે તો ચોપડી ભણ…

મ ને મળે તો ભાર મણ,

ર ને મળે તો તરસે રણ…..

હ ને મળે તો કોઈને ન હણ,

ક્ષ ને મળે તો સરકે ક્ષણ….

ત્ર ને મળે તો ત્રિપુટી ત્રણ ,

અગર મળે જો અક્ષર ત્રણ,

તો આંગણ ફાગણ કરતાં કરતાં…..

‘ણ’ મળી એમ કરતો કામણ….

દેવિકા રાહુલ ધ્રુવ

માર્ચ 30, 2011 Posted by | ઝરુખો, શિક્ષણ વિચાર | Leave a comment

‘ળ’ ન હોત તો ?


‘ળ’ ન હોત તો ?


‘ળ’ ન હોત તો ગોળ ગળ્યો ન હોત.

ને સઘળું સળવળતું ન હોત:

‘ળ’ ન હોત તો ફળિયે મળ્યા ન હોત,

ને કાળજે સોળ ન હોત ;

‘ળ’ ન હોત તો માળવે મળ્યા ન હોત ,

ને મેળે મેળાવડો ન હોત,

ને વાંસળીથી વ્યાકુળ ન હોત ;

‘ળ’ ન હોત તો કાગળ ઝળક્યાં ન હોત,

ને ઝાકળ ઝળહળ ન હોત ;

‘ળ’ ન હોત તો આંગળી ઝબોળાઈ ન હોત ;

ને જળ ખળખળ ન હોત.

– દેવિકા રાહુલ ધ્રુવ

આદમ ટંકારવી ની એક કાવ્યપંક્તિ


‘ તું મને પાલવનું ઈંગ્લીશ પૂછ માં ,

અહિયાં , ‘ટીસ્યુ ‘ થી આંસુ લુછાય છે…’

માર્ચ 28, 2011 Posted by | ઝરુખો, શિક્ષણ વિચાર | , | 1 ટીકા

ટચુકડી જા.x ખ.


ટચુકડી જા.x  ખ.


ગુમાઈ છે ગુમાઈ છે ગુમાઈ છે

કોન્વેન્ટ સ્કૂલના કમ્પાઉન્ડ્માંથી,

સંચાલકો અને માતાપિતાની બેદરકારીને કારણે,

પલક મીંચવા -ઉઘાડવા વચ્ચેની કોઈક ક્ષણે….

ગુજરાતી વાંચતી – લખતી એક આખી પેઢી .

ઓળખવા માટે નિશાની :

‘ કાનુડાએ કોની મટુકી ફોડી ? એમ પૂછો

 

તો કહેશે ,’ Jack & Jill ની ‘

ગોતીને પાછી લાવનાર માટે ઇનામ એકેય નથી,

કારણકે એ હંમેશને માટે ગુમાઈ ચૂકી છે.

– ઉદયન ઠક્કર


માર્ચ 28, 2011 Posted by | શિક્ષણ વિચાર | , | Leave a comment