Books For You

Grow Outward, Grow Inword

i લવ you – સફળ લગ્નની સફળ ફોર્મ્યુલા


i લવ you – સફળ લગ્નની સફળ ફોર્મ્યુલા

કાજલ ઓઝા -વૈદ્ય

સમસ્યાને ઓળખશો તો એના ઉપાય વિશે કંઈ કરી શકશો એ નિશ્ચિત છે. પ્રશ્ન આપણાંથી શરૂ થાય છે અને એનો ઉકેલ પણ આપણે જ શોધી શકીશું .

લગ્ન વિશેના ખ્યાલો આપણે ત્યાં ખાસ્સા દૃઢ અને પરસ્પર વિરોધી માન્યતાઓ ધરાવતા રહ્યા છે. પ્રેમમાં પડેલી દરેક વ્યક્તિ લગ્નને જ જીવનનું અંતિમ ધ્યેય સમજે છે. બીજા લોકોનાં લગ્નો જોયા પછી પણ તેઓ એમજ વિચારે છે કે,’અમારા લગ્ન બીજા કરતાં જુદા જ હશે !’

લગ્ન પછીના સાત વર્ષના ગાળા દરમ્યાન મોટા ભાગનાં લગ્નો, સામાન્ય લગ્નો જેવા જ થઇ જાય છે. રોમાન્સની અને ‘આદર્શ લગ્ન’ ની બધી જ કલ્પનાઓ, બધાં જ વચનો અને અને પ્રતિજ્ઞાઓ ધીરે ધીરે ઓગળી જાય છે. લગ્નજીવન ભાંગી પાડવા માટે એકબીજાને જવાબદાર ઠેરવતાં પતિ-પત્ની ધીમે ધીમે એકબીજાથી વિરૃદ્ધ દિશામાં પ્રવાસ કરવા લાગે છે.

કોઈ પણ સંબંધને સાદી માવજતની જરૂરિયાત હોય છે. લગ્ન જેવો નાજુક સબંધ માવજતના અભાવે  જ તદ્દન ભાંગી પડતો હોય છે. આમ છતાં, લગ્નને સફળ બનાવી બે વ્યક્તિઓ સુખ અને સંતોષથી જીવનભર સાથે જીવી શકે છે. ભાંગી પડેલા કે મૃત;પ્રાય થઇ ગયેલાં લગ્ન પણ ફરીથી નવપલ્લવિત થઇ શકે છે. જરૂર છે થોડી સમજદારીની, થોડા સ્વીકારની, થોડા પ્રયત્નની અને થોડા સમાધાનની .

આ પુસ્તક તમને ધીમે ધીમે એક નવી દુનિયામાં લઇ જઈ તમને તમારી ભૂલો સમજાવશે. તમે ક્યાં અને કઈ રીતે ખોટા હતા એ પણ તમારા મનને સમજાવશે, પરંતુ ત્યાંથી અટકી ન જતાં.માત્ર ભૂલ સ્વીકારી લેવાથી પરિસ્થિતિ બદલી શકાતી નથી. ગઈ કાલ સુધીની તમામ ભૂલોને ઓળખી લઈને આજથી જ  તમારા જીવનમાંથી એ ભૂલોની બાદબાકી કરશો તો જ તમને એક આદર્શ સબંધ મળશે.

Title : I Love you
Author : Kajal Oza-Vaidhya
Edition : 2011
Price : INR.150.00
Available At www.booksforyou.co.in

ઓગસ્ટ 15, 2011 Posted by | કાજલ ઓઝા -વૈધ ના પુસ્તકોની યાદી | , , , | Leave a comment

દ્રૌપદી :સ્વયંને શોધવા નીકળેલી સ્ત્રીની કથા….


દ્રૌપદી

કાજલ ઓઝા – વૈધ

CLICK HERE

સ્વયંને શોધવા નીકળેલી સ્ત્રીની કથા….

ભારતીય સાહિત્યનુ સર્વશ્રેષ્ઠ સર્જન એટલે મહાભારત….

સદીઓ સુધી વિશ્વને મોહિત કરનાર આ કથાની નાયિકા એટલે દ્રૌપદી.

પહેલ પાડેલાં હીરાની જેમ પાસાદાર અને ઝગમગતું વ્યક્તિત્વ ધરાવતી દ્રૌપદી ગમે તેટલી તેજસ્વી, ગમે તેટલી બુદ્ધિશાળી અને વેરના અગ્નિમાં પ્રજ્વલિત ‘યાજ્ઞસેની ‘ હોય તો પણ ભીતરથી એ એક સ્ત્રી હતી. સ્ત્રીના ઋજુ સંવેદનો હમેશા એની અંદર જીવ્યા હશે, ક્યારેક સળવળ્યા હશે એ સત્યને કોઈ નકારી શકે તેમ નથી! વિશ્વની કોઈ પણ સફળ, સુંદર અને બુદ્ધિશાળી સ્ત્રીએ પોતાના વ્યક્તિત્વને અકબંધ રાખવા સંઘર્ષ કરવો જ પડે છે.

પ્રશ્ન પૂછવાનો અધિકાર એ કાળમાં પણ સ્ત્રી પાસે નહોતો અને આજે પણ પ્રશ્નનો પ્રતિઉત્તર મેળવવા માંગતી સ્ત્રીએ સમાજ સાથે સંઘર્ષમાં ઉતરવું જ પડે છે.

એક સ્ત્રીના લોહીમાં વહેતી, એના મનમાં ઊગેલી, એના હૃદયમાં ધબકતી અને મસ્તિષ્કમાં રહીને સતત એના અસ્તિત્વને તહસ નહસ કરતી એક સર્વાંગ સંપૂર્ણ ,સંવેદનશીલ નારીની આ કથા છે.

માર્ચ 25, 2011 Posted by | કાજલ ઓઝા -વૈધ ના પુસ્તકોની યાદી | , , | 1 ટીકા

એકબીજાને ગમતાં રહીએ


એકબીજાને ગમતાં રહીએ – કાજલ ઓઝા – વૈદ્ય

‘સુખી’ થવાની નાની નાની ફોર્મ્યુલા

માણસમાત્ર એના સંબંધોને આધારે જીવે છે. બુદ્ધિશાળી હોય કે અભણ…લુચ્ચો હોય કે ભોળો…લાગણીશીલ હોય કે પ્રેક્ટીકલ… એને એના પોતાના આગવા સંબંધો હોય છે, જેને તોડવા-સાચવવાના એના પોતાના કારણો એની પાસે હોય જ છે. આપણે સૌ સંબધોમાંથી જન્મેલા અનુભવ અને અનુભવમાંથી જન્મેલા વ્યક્તિત્વો છીએ. આ વ્યક્તિત્વો જ આપણા નવા સબંધો બાંધે છે અથવા જૂના સબંધો તોડે છે.

આ લેખો સુખની શોધમાં કદાચ તમારો નકશો બની શકે એવા ઉદ્દેશથી લખાયા છે અને તે દ્વારા તમને ‘સુખી’ થવાની નાની નાની ફોર્મ્યુલા આપવાનો પ્રયાસ છે.

ફેબ્રુવારી 5, 2011 Posted by | કાજલ ઓઝા -વૈધ ના પુસ્તકોની યાદી | Leave a comment

Get વેલ Soon


Get વેલ Soonકાજલ ઓઝા -વૈધ

સબંધો સાચવવાની સરળ ફોમર્યુંલા

આપણાં શરીરના કયા ભાગમાં મન આવેલું છે એ આપણે જાણતા નથી.કોઈએ આજ સુધી ‘મન’ ને જોયું નથી.પરંતુ આ ‘મન’ આપણાં,વ્યહારો અને જીવનનું સ્ટીયરિંગ વ્હિલ છે એ હવે સ્વીકારાઈ ચૂકયું છે.

માણસ તરીકે આપણે સહુએ આપણા મનને સમજવું જરૂરી છે.એટલુજ નહી,બીજાના મનને સમજવું પણ અનિવાર્ય છે. મન અને બુદ્ધિ બંને જુદા છે. માણસ વિચારે છે બુદ્ધિથી,પરંતુ વર્તે છે એની લાગણીઓ અને મનની દોરવણી પ્રમાણે… એક્શન અને રીએક્શનની વચ્ચે જીવતો માણસ સામાન્ય રીતે એક્શનથી જીવવા માંગે છે, પરંતુ રીએક્શનથી જીવતો જોવા મળે છે.

એક અગત્યની વાત એ છે કે આપણે સહુ શાંતિ માટે પ્રયત્નશીલ હોઈએ છીએ.સંબધો સુધારવા માંગીએ છીએ. ઉશ્કેરાટ અનુભવવા માંગતા નથી…તેમ છતાં અંતે એવી પરિસ્થિતિમાં મુકાઇ જઈએ છીએ જ્યાં ધ્રુણા,તિરસ્કાર,ક્રોધ અને અંતે પસ્તાવો આપણા ભાગે આવે છે.

 

આ પુસ્તક તમને તમારી સાચી સમસ્યાની ઓળખાણ કરાવશે. તમારા મન પર થતી પીડાદાયક અસરને ઘટાડીને સમસ્યાને સરળ બનાવવામાં મદદ કરશે તદ્દન પ્રામાણિકતાથી કોઈ પણ પ્રકારની બચાવવૃતીનો ઉપયોગ કર્યાં વિના અરીસાની સામે ઊભાં હોવ એ રીતે આ પુસ્તકનો ઉપયોગ કરશો તો ‘સુખી થશો’ એમ નથી,પરંતુ ઓછા દુઃખી થશો એ નક્કી છે.

ફેબ્રુવારી 5, 2011 Posted by | કાજલ ઓઝા -વૈધ ના પુસ્તકોની યાદી | Leave a comment