Books For You

Grow Outward, Grow Inword

બહાર-વટું નહીં પણ અંદર-વટું


એક ઘડી, આધી ઘડી…..
 

સંપાદન : રમેશ સંઘવી

ગુજરાતી ભાવકોએ શગમોતીડે વધાવેલ પુસ્તકશ્રેણી – ‘શાંત તોમર છંદ’ નો ત્રીજો મણકો

બહાર-વટું નહીં પણ અંદર-વટું

આપણાં ધર્મ-અધ્યાત્મ, વિજ્ઞાન-તત્વજ્ઞાન, કળા-સાહિત્ય એ સઘળું આખ્ર્રે તો વ્યક્તિના, સમાજના, વિશ્વના આરોહણના પગલાં છે.ઋગ્વેદસંહિતામાં એક નાની પ્રાર્થના છે : प्राणेनय – અમને આગળ લઇ જાઓ . આંતરકોષને સમૃદ્ધ -પ્રબુદ્ધ કરવો અને વહેતા રહેવું તે જીવનનો સ્વભાવ છે. બંધનો છેદી- ભેદી પ્રાણને વહેવું છે એટલે સંતોએ સમજાવ્યું કે કેવળ બહાર-વટું નહીં પણ અંદર-વટુંકરો ! અને આ આપણાં સહુની અંદરની માગ છે.

ઉત્તમ સાહિત્ય અંદરની આ તલપને જાગૃત કરે, સાથસધિયારો આપે, પરિતોષ આપે. ઉત્તમ વિચારો જયારે વ્યક્તિના વ્યવહાર-વર્તનમાં ઓગળેપીગળે  ત્યારે મહાભારતના ઉદ્યોગપર્વમાં કહેવાયું તેમ તે વ્યક્તિ પછી સોનું પકવે છે. જીવતરની વાટમાં ભૂલો તો થાય. મારગ ચલતા જો  ગિરૈ, તાકો લગે  ન દોસ. મારગ ઉપર ચાલવું એ જ મહત્વનું છે. અન્યથા કહેવું પડે ; જ્ઞાન બહુત હૈ, કુછ આચરણ ભી હોના થા !

અહીં પ્રસ્તુત સાહિત્ય મૂળે નિજાનંદની વાચનયાત્રામાંથી અને જાત સાથે વાત કરવામાંથી આવ્યું છે. આખરે વસ્તુ જ્યાં ખોવાઈ હોઈ ત્યાં જ શોધવી પડે. આ શોધમાં નિબિડ ધન અંધારે ધ્રુવતારાની જેમ મારગ ચીંધે તેવું જે એકત્ર થતું રહ્યું તેમાંથી કિંચિત અહીં પ્રસ્તુત છે. ‘શાંત તોમાર છંદ ‘ અને અમીઝરણાં’ અનેક પરિવારોમાં માનીતા – પોતીકાં થયા તેનો આ અનુગામી સંપાદનસંગ્રહ છે.

માર્ચ 20, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | , , | Leave a comment