Books For You

Grow Outward, Grow Inword

“હું મઝામાં છું” જીવનમંત્ર -વિકટ સમયમાંથી બહાર કેવી રીતે આવવું


“હું મઝામાં છું” જીવનમંત્ર -વિકટ સમયમાંથી બહાર કેવી રીતે આવવું

રયુહો ઓકાવા (મહાન જાપાની ગુરૂ ) -Ryuho Okawa

“I’M FINE” SPIRIT Now in Gujarati

અનુવાદ: ડો.હંસાબેન મો.પટેલ

પ્રસ્તુત પુસ્તકમાં જીવન સાફલ્યની સામગ્રી આપેલી છે. વિશ્વમાં વસતા બધાજ માણસો એનો ઉપયોગ કરી શકે તેમ છે સરળ ભાષામાં લખાયેલું આ પુસ્તક, જીવનને સુખને રસ્તે કેમ દોરી જવું એની સૂચનાઓ પૂરી પાડે છે.આ આધુનિક બાઈબલ, આધુનિક સુત્રો, જીવન વિશેનો અભ્યાસ અને જીવનને ઉધર્વ માર્ગે લઇ જવા માટે, ધાર્મિક અને જાતિગત મર્યાદાઓમાંથી ઉપર લઇ જાય છે.

નીતિશાસ્ત્રના શિક્ષણ માટેના પાઠ્યપુસ્તકની પૂર્તિ રૂપે આ પુસ્તકનો ઉપયોગ કરવાથી મને ખાત્રી છે કે વિદ્યાર્થીઓના ચારિત્ર્યને સુધારવા માટે તથા શૈક્ષણિક વિકાસ કરવામાં તેમને મદદરૂપ થશે.કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓને કેળવણી આપવાના કાર્યક્રમમાં પણ ઉપયોગ થઇ શકે: અને કંપનીઓની સુધારણા કરવામાં એની નોંધપાત્ર અસર પડશે. ચાલો આપણે સૌ હકારાત્મક બની એવા માનવી બનવા પ્રયત્ન કરીએ, જે બધો સમય સ્મિત કરતા રહે, અને જયારે તેઓ કહે કે ” હું કુશળ છું ” ત્યારે ખરેખર સાર્થક હોય . આ પુસ્તક “આઈ એમ ફાઈન” સ્પિરિટ એ કોફી બ્રેક અને ટી ટાઇમ શીર્ષકવાળા પુસ્તકોમાંનું એક છે.

આજ સર્જકનું અન્ય પુસ્તક : મન જે માને ન હાર

VISIT SITE

નવેમ્બર 26, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | , , | Leave a comment

ભારતની આવતીકાલ -નવી સદી માટેના ખ્યાલો


ભારતની આવતીકાલ

નવી સદી માટેના ખ્યાલો

નંદન નીલેકણી

GUJARATI TRANSLATION OF “IMAGING INDIA”

૧૯૦૦ના દાયકાની શરૂઆતથી ભારતમાં જબરજસ્ત સામાજિક, રાજકીય અને સંસ્કૃતિક બદલાવો આવ્યાં છે.દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ ભારત અનેક વિવિધતાઓથી પણ ભરપુર છે.તેનું અર્થતંત્ર સૌથી વધુ ઝડપથી વિકસી રહ્યું છે.અને એટલે જ આઝાદીના ૬૦ વર્ષો બાદ ભારતની ગણના ઉભરતા ‘સુપર પાવર’ તરીકે થઇ રહી છે..

થોડામાં ઘણું કહી જતા આ પુસ્તકમાં આ દેશના જ એક કુશળ અને ક્રિયાશીલ વ્યક્તિએ આધુનિક ભારતને ઘાટ આપતા મુખ્ય વિચારને પોતાની રીતે તપાસ્યો છે.

નંદન નીલેકણી જેઓ ઇન્ફોસીસના સહસ્થાપક છે અને જેઓ ભારતની વિકાસગાથામાં ચાવીરૂપ વ્યક્તિ છે.

નેશનલ બેસ્ટસેલર આ પુસ્તક દરેક વિદ્યાર્થીએ તથા તમામ યુવાનોએ અચૂક વાંચવા જેવું પુસ્તક .

VISIT SITE

નવેમ્બર 24, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | , , , | Leave a comment

જીવનમાં હાસ્ય અને હાસ્યમાં જીવન શ્રેણી -Shahbuddin Rathod Books


Shahbuddin Rathod Books

વાહ દોસ્ત વાહ  – અમે મહેફિલ  જમાવી છે – સબસે ઊંચી પ્રેમસગાઇ

વાહ દોસ્ત વાહ

શાહબુદ્દીન રાઠોડ
 

 

 

 

અમે મહેફિલ  જમાવી છે

શાહબુદ્દીન રાઠોડ

 

 

 

                            સબસે ઊંચી પ્રેમસગાઇ

શાહબુદ્દીન રાઠોડ

 

 

 

 

જીવનમાં હાસ્ય અને હાસ્યમાં જીવન શ્રેણી

જે રીતે માં પોતાના બાળકને હસતાં-હસાવતાં દવાનો ઘૂંટ પીવડાવી દે એટલી સહજતાથી શાહબુદ્દીનભાઈ પોતાના વાચકને આગવી હાસ્યશૈલીમાં જીવનની ખટમધુરી અનુભૂતિઓનું રસપાન કરાવતા રહ્યા છે.તેમનું હાસ્ય દરેકને અનાયાસ હસાવી દે તેવું સહજ છે.તેમણે પ્રત્યેક માણસમાં ઈશ્વરને જોયો છે.માર્મિક હાસ્ય પેદા કરવામાં બીરબલ અને જ્યોતીન્દ્ર દવે પછી તેમનું નામ અચૂક લેવું પડે.

હાસ્યને જીવનદર્શનની હાઇટ આપી હોવાને કારણે પ્રત્યેક વાચકના એ ગમતીલા હાસ્યકાર છે. અનુભવની વ્યાખ્યા આપતાં એ કહે છે : સંપતિ મેળવવામાં સ્વાસ્થ્યનો ભોગ આપવો પડે છે,પછી સ્વાસ્થ્ય પાછું મેળવવા સંપતિનો ભોગ આપવો પડે છે.બંનેમાંથી કંઈ નથી રહેતું ત્યારે જે વધે છે તે અનુભવ કહેવામાં આવે છે.

આ પુસ્તક દરેક વાચકને,શાહબુદ્દીનભાઈ સાથે સીધો સંવાદ સાંધી આપી,જિંદગીના ઝંઝાવાતમાં બે ઘડી હળવાશનો શ્વાસ ભરતો કરી દઈ, જિંદગી જીવવાની પ્રેરણા આપશે એમાં શંકાને સ્થાન નથી.

 

જીવનમાં હાસ્ય અને હાસ્યમાં જીવન શ્રેણી -અન્ય પુસ્તકો

  • અમે મહેફિલ જમાવી છે.
  • સબસે ઊંચી પ્રેમસગાઇ
  • વાહ દોસ્ત વાહ

નવેમ્બર 6, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | , , , , | Leave a comment

Surely You Are Joking Mr. Feynman (Gujarati Translation) એક નટખટ જિનિયસનાં પરાક્રમો


શ્યોરલી યુ આર જોકિંગ મિ. ફેયનમેન

Richard Feynman

Surely You Are Joking Mr. Feynman (Gujarati Translation)

ભાવાનુવાદ : લલિત લાડ

એક નટખટ જિનિયસનાં પરાક્રમો

સાયન્સમાં રસ ધરાવતા તમામ યુવાનોએ અચૂક વાંચવા જેવું પુસ્તક .

VISIT SITE

એક નટખટ પ્રોફેસરના સંખ્યાબંધ રમૂજી અનુભવો અને થોડાં ગંભીર નિરીક્ષણો ….

તેમના પોતાના શબ્દોમાં.

રિચર્ડ ફેયનમેન નોબેલ પ્રાઇઝ વિજેતા હતા (ફિઝિક્સ ,૧૯૫૬). તે દુનિયાના શ્રેષ્ઠતમ ફિઝિસ્ટોમાંના એક હતા .પરંતુ તેમની જિંદગી અનેક નટખટ પરાક્રમોથી ભરપૂર હતી. તે જિનિયસ હોવા ઉપરાંત એક કલાકાર હતા, સેફ્નાં તાળાં ખોલનાર બાજીગર અને અચ્છા નાટકબાજ હતા.કોઈ માણસની જિંદગીમાં આટઆટલી અદભુત અને ગમ્મતભરી ઘટનાઓ બની શકે એ માન્યામાં ન આવે તેવું છે.

ન્યુયોર્ક ટાઈમ્સ બેસ્ટસેલર

નવેમ્બર 6, 2011 Posted by | વિશ્વ સાહિત્ય | , , , | Leave a comment