Books For You

Grow Outward, Grow Inword

આપણે ગુજરાતીઓ……..!


આપણે ગુજરાતીઓ……..!

વેપાર ધંધામાં ઝડપથી કરોડપતિ થવાના જેટલા
નુસખાઓ આપણને કારગત છે એટલા
કદાચ બીજા કોઈને નથી….
સફળતાના આપણે સિધ્ધહસ્ત ખેલાડી છઈએ ;
આપણને ધંધાની એટલી બધી ચિંતા હોય છે
કે કો’કની સાદડીમાં કે શોકસભામાં પણ
શેર બજારની ચર્ચા છેડી દઈએ છીએ……!

ગમે ત્યાં ગમે એની હારે ઓળખાણ કાઢી
ઈ ઓળખાણની ખાણમાંથી વેપાર વધારનાર
આપણે ગુજરાતીઓ….
કેરોસીનના દીવે વાંચીને પેટ્રોલીયમની કંપની સ્થાપનારા
ધીરૂભાઈ અંબાણી ને મનોમન ગુરુ માનનારા
આપણે ગુજરાતીઓ..
હરકિશન મહેતા ની ‘પીળા રૂમાલની ગાંઠ ‘ માં બંધાય ગયા છીએ
આપણે ગુજરાતીઓ….
પન્નાલાલ ની ‘માનવીની ભવાઈ’ માં પોક મૂકીને રડ્યા છઈએ.
આપણે ગુજરાતીઓ….
જ્યોતિન્દ્ર દવેથી માંડીને તારક મહેતાની કલમથી ખૂબ હસ્યાં છઈએ.
આપણે ગુજરાતીઓ….
કે.કા. શાસ્ત્રીના શાસ્ત્રાર્થથી પાકટ બન્યા ,
ચંદ્રકાંત બક્ષીના કટાક્ષથી મનમાં ને મનમાં મલક્યાં,
આપણે ગુજરાતીઓ….
ગુણવંત શાહ, કાંતિ ભટ્ટ અને જય વસાવડાના બોલ્ડ શબ્દોથી
રીતસર આઉટ થઇ ગયા છીએ
આપણે ગુજરાતીઓ....

– સાઇરામ દવે

માર્ચ 29, 2011 Posted by | ઝરુખો | , | Leave a comment