Books For You

Grow Outward, Grow Inword

૩૦ માર્કેટિંગ પ્રિસ્ક્રિપ્શન્સ : રોજ એક પ્રિસ્ક્રિપ્શન્સ વાંચો, બિઝનેસની તંદુરસ્તી જાળવો.



૩૦ માર્કેટિંગ પ્રિસ્ક્રિપ્શન્સ : રોજ એક પ્રિસ્ક્રિપ્શન્સ વાંચો, બિઝનેસની તંદુરસ્તી જાળવો.

અશ્વિન મર્ચન્ટ

બદલાતો પ્રવાહ  નાના અને મધ્યમ ઉદ્યોગો , વ્યવસાયિકો અને એન્ટરપ્રાઈઝ માટે નવી તકો અને ચેલેન્જ લઈને આવી રહ્યો છે. ટેકનોલોજી સાથે માર્કેટિંગનો સહયોગ સફળતા માટે જરૂરી છે. Survival અને Growth માટે માર્કેટિંગ વિટામીનનું કામ કરે છે.

માર્કેટિંગ આજે ઇન્વેસ્ટમેન્ટ છે.

લોકલથી ગ્લોબલ સ્પર્ધાના વાતાવરણમાં કસ્ટમરને આકર્ષવા માર્કેટિંગની ઇનોવેટીવ  Strategy માત્ર પ્રોડક્ટ પુરતી મર્યાદિત રહી નથી. સર્વિસીઝ , પ્રોજેક્ટ , પાર્ટી, પોલિટીશિયન ,પ્રોફેશનલ , કલાકાર,મૂવી આર્ટીસ્ટ, સ્પોર્ટ્સ સંસ્થા , રાજ્ય  અને દેશ પણ માર્કેટિંગ કરવા માંડ્યા છે. પ્રોડક્ટથી પર્સન સહુ કોઈ માર્કેટિંગની વેલ્યુ સમજે છે.

ગઈકાલ v/s આજ ( આવતીકાલ)

શું તમે તમારી આજુબાજુના બદલાવને નિહાળી રહ્યા છો ? બિઝનેસ ઈઝ માર્કેટિંગ . એક સાહસિક ,સરળ વ્યસાયિક અને વેપારી તરીકે જાણ્યે  અજાણ્યે માર્કેટિંગના 4 ‘P’  – પ્રોડક્ટ , પ્રાઈઝ ,પ્લેસ અને પ્રમોશન બિઝનેસ પ્લાનિંગમાં એનો ઉપયોગ કર્યો . નવા યુગમાં , ન્યુ ઈકોનોમીમાં , આધુનિક જીવનશૈલીમમા આપણી જીવવાની સ્ટાઈલ બદલાઈ રહી છે . આજે 4 ‘P’ થી માર્કેટિંગ નહિ ચાલે , વિચારો ,શું વધુ ‘P’ ની જરૂર નથી ?

આજે માર્કેટિંગની શરૂઆત કસ્ટમરથી થાય છે અને કસ્ટમર થકી પૂરી થાય છે. આજનો કસ્ટમર “૪ ” ‘A’  માંગે છે. અને દરેક ‘A’ સંપૂર્ણપણે કાર્યરત હોય તો જ સફળતા પ્રાપ્ત થાય છે.

  • અવેરનેસ
  • એકસ્પટેબિલીટી
  • અફોર્ડબિલીટી
  • અવેલેબિલીટી

કસ્ટમર એક પણ સવાલ પૂછતો નથી, તમારું માર્કેટિંગ , પ્રમોશન એવી રીતે સાંકળી લીધું હોય કે કસ્ટમરને બધાજ સવાલોના જવાબ પૂછ્યા વગર મળી જાય .

આજનો કસ્ટમર Demanding છે. માંગતો જ આવે છે, કસ્ટમર હવે રાજા નથી રહ્યો . શહેનશાહ છે હવે એ !

એપ્રિલ 8, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | , , , | Leave a comment